GANDHINAGAR : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા લક્ષ્યોને સાકાર કરવા ગુજરાત પૂરજોશથી પ્રતિબદ્ધ છે: મુખ્યમંત્રી

પ્રધાનમંત્રી ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન અંતર્ગત ગાંધીનગર ખાતે યોજાયેલી વેસ્ટ ઝોનલ કોન્ફરન્સમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનએ ર૧મી સદીને અનુરૂપ આંતરમાળખાકીય વિકાસ માટે સર્વગ્રાહી-હોલિસ્ટીક ગ્રોથનું આગવું વિઝન આ પી.એમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનથી આપ્યું છે.

GANDHINAGAR : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા લક્ષ્યોને સાકાર કરવા ગુજરાત પૂરજોશથી પ્રતિબદ્ધ છે: મુખ્યમંત્રી
પ્રધાનમંત્રી ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 6:06 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા વિકાસલક્ષી કોઇપણ લક્ષ્યને સાકાર કરવા ગુજરાત પૂરજોશથી પ્રતિબદ્ધ છે. એટલું જ નહિ, દેશના આંતરમાળખાકીય વિકાસને અદ્વિતિય શક્તિ અને ગતિ આપવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રી ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન આપ્યો છે તેને ગુજરાતમાં પરિપૂર્ણ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

પ્રધાનમંત્રી ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન અંતર્ગત ગાંધીનગર ખાતે યોજાયેલી વેસ્ટ ઝોનલ કોન્ફરન્સમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનએ ર૧મી સદીને અનુરૂપ આંતરમાળખાકીય વિકાસ માટે સર્વગ્રાહી-હોલિસ્ટીક ગ્રોથનું આગવું વિઝન આ પી.એમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનથી આપ્યું છે.

દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ કંડલા અને મિનિસ્ટ્રી ઓફ પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ દ્વારા આયોજિત આ આંતરરાજ્ય કોન્ફરન્સમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગોવા રાજ્યો તેમજ કેન્દ્રશાસિત દીવ-દમણ પ્રદેશોના મંત્રીઓ, સ્ટેકહોલ્ડર્સ વગેરેએ સહભાગી થઇ સમૂહ વિચાર મંથન કર્યુ હતું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, અત્યાર સુધી દેશમાં લોજિસ્ટિક ક્ષેત્ર બહુધા ઉપેક્ષિત હતું. પરંતુ નરેન્દ્ર મોદીજીએ એક નવા દ્રષ્ટિકોણથી નયાભારતના નિર્માણમાં ગતિશક્તિને જોડવાનો નવો વિચાર આપ્યો છે. આ પ્લાન દેશના લોજિસ્ટીકસ અને ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રની શિકલ-સુરત બદલી નાંખશે. યુવાઓ માટે રોજગારીની નવી તકો અને લોકલ પ્રોડક્ટને ગ્લોબલ માર્કેટ પણ આ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનથી મળશે તેમ તેમણે ઉમેર્યું હતું.

ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, કેન્દ્ર સરકારની આ દૂરંદેશી યોજના રોડ અને રેલવે, વોટર વે અને ઉર્જા જેવા આંતરમાળખાકીય ક્ષેત્રોના વિકાસમાં મહત્વનો ભાગ ભજવશે. પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારતનો જે સંકલ્પ કરેલો છે તેમાં આ નેશનલ માસ્ટર પ્લાન નવી દિશા આપશે. વેસ્ટ ઝોનના રાજ્યો સાથે મળી ગતિશક્તિ યોજનાના નિર્ધારિત લક્ષ્યને જલ્દીથી પાર કરશે, તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

મુખ્યમંત્રીએ પી.એમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનને અનુરૂપ પરિવહન માળખુ, લોજિસ્ટીકસ સુવિધા અને હેઝલ ફ્રી ટ્રાન્સપોર્ટેશનથી ગુજરાતે લોજીસ્ટિક્સ ઇઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ ઇન્ડેક્ષમાં પ્રથમ ક્રમાંક મેળવવાની હેટ્રીક લગાવી છે તેની પણ ભૂમિકા આપી હતી.

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના કાર્યકાળની શરૂઆતથી જ દેશના વિકાસને- અને પ્રગતિને એક નવી ગતિ અને દિશા પુરી પાડી છે. આવનારા સમયની જરૂરીયાતોને ધ્યાને રાખી અત્યારથી જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા આગામી ૨૫ વર્ષ માટેના ટાર્ગેટ પી.એમ ગતિશક્તિ પ્લાનમાં સેટ કરવામાં આવ્યા છે. તે આપણને પણ આપણા ભાવિ વિકાસ માટેનો દિશાનિર્દેશ આપે છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">