ગુજરાતે વિવિધ ક્ષેત્રે પોતાની શક્તિ બતાવી ઓળખ ઊભી કરી છે આજ નેતૃત્વ સમગ્ર દેશને મળ્યું છે : CM

ગાંધીનગર ખાતે આયોજિત ગતિશક્તિ ઝોનલ કોન્ફરન્સના આયોજન બદલ ગુજરાત સરકારને અભિનંદન પાઠવતા તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશને વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન અપાવવાનું જે લક્ષ્ય નક્કી કર્યું છે,

ગુજરાતે વિવિધ ક્ષેત્રે પોતાની શક્તિ બતાવી ઓળખ ઊભી કરી છે આજ નેતૃત્વ સમગ્ર દેશને મળ્યું છે : CM
ગતિશક્તિ ઝોનલ કોન્ફરન્સ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 6:18 PM

૧૧ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરનો વિકાસ, ગામડાઓમાં ફોર-જી નેટવર્ક, નેશનલ હાઇ-વે નું બે લાખ કિલોમીટર જેટલું વિસ્તરણ, રર૦ નવા એરપોર્ટ, હેલિકોપ્ટર અને વોટર-એરો ડ્રોમનું નિર્માણ, ર૦રપ સુધીમાં દેશની કાર્ગો કેપેસિટીને ૧૭પ૯ મેટ્રીક ટન સુધી લઇ જવી અને ૧૭ હજાર કિ.મી લાંબી નવી ગેસ પાઇપલાઇનો નાંખવાના બહુઆયામી આયોજનો થયા છે તે પણ આપણને નવી દિશા આપશે.

દેશના આંતરમાળખાકીય વિકાસને અદ્વિતિય શક્તિ અને ગતિ આપવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રી ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન આપ્યો

આ યોજનામાં મલ્ટિમોડલ કનેક્ટિવિટીનો અગત્યનો આયામ ઉમેરવાની વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટિ પાંચ ડ્રિલીયન ડોલર ઇકોનોમી સર કરવામાં નવું બળ આપશે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, લોજિસ્ટિક્સ સેક્ટરને બુસ્ટ-અપ કરવા માટે આ એક અગત્યનું પગલું છે. મલ્ટી મોડલ કનેક્ટિવિટીથી લોજિસ્ટિક સેક્ટરની એફિશિયન્સી વધશે, ખર્ચ ઘટશે અને વૈશ્વિક સ્પર્ધામાં આપણે ટકી શકીશું.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ગુજરાતે આ મહત્વતા સમજીને દેશની પ્રથમ એવી ગુજરાત ઈન્ટિગ્રેટેડ લોજિસ્ટિક એન્ડ લોજિસ્ટિક્સ પાર્ક પોલીસી ૨૦૨૧ બનાવી છે. ગતિ શક્તિ પ્લાન સાથે સુસંગત આ પોલીસી, ઉત્પાદનોના ભાવ ઘટાડવામાં અને ઉત્પાદકોને વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવામાં મદદરૂપ બનશે તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં કહ્યું કે, ભારત સરકારે પોર્ટ કોમ્યુનિટી સિસ્ટમ, મેજર પોર્ટ ઓથોરિટી બીલ જેવા કાયદાકીય સુધારા કરી લોજીસ્ટીક ક્ષેત્રને ગતિ અને શક્તિ આપવાનો સફળ પ્રયાસ કર્યો છે, તેનો લાભ લેવા ગુજરાત સજ્જ છે. પ્રધાનમંત્રીની આ યોજના રોકાણકારો, રોજગાર વાંછુઓ અને વ્યવસાયકારો માટે સુવર્ણ તક છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

તેમણે ઉમેર્યું કે, પ્રધાનમંત્રી ગતિશક્તિ માસ્ટર પ્લાન અંતર્ગત નિયત ૧૬ ક્ષેત્રમાં કામ કરવા માટે ગુજરાત પ્રતિબદ્ધ છે.પ્રધાનમંત્રીની દરેક પહેલ-આયોજનને સફળતાના શિખરે લઈ જવા માટે સર્વોત્તમ પ્રયાસો કરવાનો ગુજરાતનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે ને એ પથ પર અમે વધુ તેજ ગતિથી આગળ વધશું.

મુખ્યમંત્રીએ ગતિશક્તિ માસ્ટરપ્લાન અંતર્ગત ગુજરાતમાં સ્થિત બધા સ્ટેકહોલ્ડર્સને સંપૂર્ણ સહકાર અને સહયોગની ખાતરી આપી હતી.મુખ્યમંત્રીએ પી.એમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનની આ ફ્લેગશિપ યોજનાને પરિપૂર્ણ કરવાના પ્રયાસોમાં પશ્ચિમ પ્રદેશના રાજ્યો-પ્રદેશોને એક મંચ પર લાવવા માટે પોર્ટ, શિપિંગ અને વોટરવે મિનિસ્ટ્રીનો આભાર માન્યો હતો.

કેન્દ્રીય બંદર અને જળમાર્ગ તથા આયુષ મંત્રી સર્બાનંદા સોનોવાલે આ પ્રસંગે ઉદબોધનના પ્રારંભે બંધારણ દિવસની શુભેચ્છાઓ પાઠવી, બંધારણનાં મૂલ્યોની જાળવણી માટે પ્રતિજ્ઞાબદ્ધ થવા જણાવ્યું હતું.

ગાંધીનગર ખાતે આયોજિત ગતિશક્તિ ઝોનલ કોન્ફરન્સના આયોજન બદલ ગુજરાત સરકારને અભિનંદન પાઠવતા તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશને વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન અપાવવાનું જે લક્ષ્ય નક્કી કર્યું છે, તેમાં આપણે સૌએ જોડાઈ જવાનું છે. વડાપ્રધાનની સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસનો ચોથો સ્તંભ એટલે સૌનો પ્રયાસ. આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સાથે મળીને કદમ ઉઠાવવા પડશે.

કેન્દ્રીય મંત્રીએ વધુમાં ઉમેર્યું કે પ્રધાનમંત્રીના “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના મંત્ર થકી જ આજે દરેક ક્ષેત્રમાં પરિવર્તનની સાથે વિકાસ થયો છે અને સૌને સમાન રીતે ગર્વભેર જીવવાનો અવસર પ્રાપ્ત થયો છે.

મંત્રીએ જણાવ્યું કે પીએમ ગતિશક્તિ અંતર્ગત આજે આ આયોજન થકી પશ્ચિમના તમામ રાજ્યો એકસાથે જોડાયા છે. આ જ રીતે કાશ્મીરથી કન્યાકુમારી અને અરુણાચલથી ગુજરાત સુધી દરેક નાગરિકે સમાન રીતે જોડાઈને દેશની શક્તિ વધારવા પોતપોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવાની છે અને આ વિકાસને ગતિ આપવા ટીમ ઇન્ડિયા બનીને કામ કરવાનું છે. જેના કપ્તાન વડાપ્રધાન છે.

તેમણે કહ્યું કે આજે સમગ્ર વિશ્વ ગુજરાતને જાણે છે. વિવિધ ક્ષેત્રે વિકાસ કરીને ગુજરાતે પોતાની શક્તિ બતાવી આ ઓળખ ઊભી કરી છે. આ જ નેતૃત્વ આજે સમગ્ર દેશને મળ્યું છે અને એટલે જ ભારત આજે વિશ્વમાં આગવી ઓળખ ઊભી કરી શક્યો છે. તેમ જણાવી કેન્દ્રીય મંત્રીએ આગામી વાયબ્રન્ટ સમિટ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા સમગ્ર રાજ્ય સરકારને શુભેચ્છાઓ પાઠવી, આજના આ આયોજન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">