હવે મહેસુલી કામમાં સરળતા : રાજ્યમાં મહેસૂલી નિયમોમાં ધરખમ સુધારા, ગ્રામ્ય વિસ્તાર સહિત બહોળા વર્ગને મોટો ફાયદો

આ પહેલથી જનસામાન્ય માટે મહેસૂલી સેવાઓ (Revenue serivice) વધુ સુલભ બનશે અને ગુડ ગવર્નન્સની દિશામાં ગુજરાત વધુ અગ્રેસર બનશે.

હવે મહેસુલી કામમાં સરળતા : રાજ્યમાં મહેસૂલી નિયમોમાં ધરખમ સુધારા, ગ્રામ્ય વિસ્તાર સહિત બહોળા વર્ગને મોટો ફાયદો
CM Bhupendra Patel
Kinjal Mishra

| Edited By: Pinak Shukla

Aug 05, 2022 | 10:31 AM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra patel)  રાજ્યના સામાન્ય માનવીના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને મહેસૂલી નિયમોમાં નીતિવિષયક મહત્વપૂર્ણ સુધારા કર્યા છે.જેમાં સખાવતી હેતુસર જમીન તબદીલી, ટ્રસ્ટને ફાળવેલ સરકારી જમીનના (Government land)કિસ્સામાં સ્પષ્ટતા, રિવાઈઝ્ડ એન.એ. સમયે પુનઃઅભિપ્રાયમાંથી મુક્તિ, વારસાઈમાં પડતી તકલીફમાં નિવારણ, લીસ પેન્ડેન્સીના રજિસ્ટ્રેશન, જેવી મહત્વની બાબતો અંગેના નિયમોમાં સુધારા જેવા મહત્વપૂર્ણ નિર્ણયોનો સમાવેશ થાય છે.આ પહેલથી જનસામાન્ય માટે મહેસૂલી સેવાઓ વધુ સુલભ બનશે અને ગુડ ગવર્નન્સની દિશામાં ગુજરાત વધુ અગ્રેસર બનશે.

હવે માત્ર સ્ટેમ્પ ડ્યુટી જ ભરવાની રહેશે

આ સુધારાને કારણે હવે ખેતીની જમીનમાં સખાવતી હેતુસર કોઈ પણ સરકારી,અર્ધસરકારી અને સ્થાનિક સ્વરાજની સંસ્થામાં પ્રવર્તમાન સ્ટેમ્પ ડ્યુટીના બદલે ફક્ત 1000 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી જ ભરવાની રહેશે. એટલે કે સ્ટેમ્પ ડ્યુટીનું અગાઉ પડતું ભારણ હવે રહેશે નહીં.એટલું જ નહીં, ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ વારસાઈ વખતે દીકરીનાં સંતાનોને પણ જંત્રીના 4.90 ટકાની સ્ટેમ્પ ડ્યુટીના બદલે ફક્ત 300 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે.આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારના આશરે પાંચથી છ લાખ લોકોને તેમ જ શહેરી વિસ્તારના બહોળા વર્ગને મોટો લાભ થશે.

ભાઈ-બહેનોનાં નામો પણ મહેસૂલી રેકર્ડમાં કરી શકાશે

સાથે જ રાજ્ય સરકારે (Gujarat Govt) ટ્રસ્ટને ફાળવેલ સરકારી જમીનના કિસ્સામાં ટ્રસ્ટ એક્ટની કલમ 36 તથા મહેસૂલ વિભાગ અને સરકારની મંજૂરી જરૂરી છે તથા પ્રિમિયમ ભરવા પાત્ર છે, તે મુજબની સ્પષ્ટતા કરવામાં આવી છે.આ સાથે નવી શરતના ગણોત ધારા હેઠળ પિતા-માતાને મળેલી અથવા વારસાઈ હક્કથી ધારણ કરેલી જમીન કે જેમાં માત્ર મોટાભાઈનું નામ ચાલતું હોય તેમનું અવસાન થવાના સંજોગોમાં મહેસૂલી રેકર્ડમાં કાયદેસરની કાર્યવાહી કરીને બાકી રહેતા ભાઈ-બહેનોનાં નામો પણ મહેસૂલી રેકર્ડમાં (revebue record) કરી શકાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસૂલી નિયમોમાં (Revenue Rules)કરેલા નીતિવિષયક સુધારા અનુસાર હવે એક હેતુ માટે બિનખેતી મળેલ હોય અને ત્યારબાદ અન્ય હેતુ માટે બિનખેતીની અરજી સમયે પ્રિમિયમ, ઝોનિંગ, જી.ડી.સી.આર., એન.એ. શરતભંગ સિવાય અન્ય કોઈપણ અભિપ્રાયો જરૂરી રહેશે નહીં.ફક્ત જે તે રિવાઈઝ્ડ એન.એ.ના હેતુ માટેનો જ અભિપ્રાય જરૂરી રહેશે. CM એ તલાટી દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારનાં મકાન, ફ્લેટ, દુકાનો, ઓફિસોનાં પેઢીનામા કરવા બાબતે લોકોને સરળતા કરી આપી છે.એટલું જ નહીં વ્યક્તિનું અવસાન વતનના સ્થળ સિવાય અન્ય સ્થળે થાય ત્યારે મૃતકના સ્થાયી વતનના સ્થળના તલાટી દ્વારા પેઢીનામું બનાવવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati