GANDHINAGAR : જુનિયર ડોકટરોની હડતાળને પગલે DyCM નીતિન પટેલે બોલાવી મહત્વની બેઠક, લેવાઈ શકે છે મહત્વનો નિર્ણય

આ બેઠકમાં  આરોગ્ય સચીવ, આરોગ્ય કમિશ્નર સહીતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠક બાદ સરકાર દ્વારા કોઈ મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2021 | 4:46 PM

GANDHINAGAR : નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે આરોગ્ય વિભાગની તાત્કાલિક ધોરણે બેઠક બોલાવી છે.. ડૉકટરોની હડતાળના કારણે હોસ્પીટલોમાં દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે… તો બીજી તરફ 7 દિવસથી ડોકટરો તેમની વિવિધ માંગ સાથે અડગ રહ્યા છે.. ત્યારે સ્થિતિને કાબુમાં લેવા નિતિન પટેલે આરોગ્ય વિભાગની તાત્કાલિક બેઠક બોલાવી છે. આ બેઠકમાં  આરોગ્ય સચીવ, આરોગ્ય કમિશ્નર સહીતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠક બાદ સરકાર દ્વારા કોઈ મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે. સરકાર દ્વારા પહેલા જ કહેવામાં આવ્યું છે કે સરકાર વાતચીત માટે તૈયાર છે, પણ ડોકટરોએ વાતચીત માટે આવવું પડશે. ત્યારે એવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે કે આ બેઠક બાદ સરકાર રેસીડેન્ટ ડોક્ટર્સ એસોસીએશનને વાતચીત કરવા માટે આમંત્રણ આપી શકે છે.

આ પણ વાંચો : AHMEDABAD : જુનિયર ડોકટરોની હડતાળને કારણે દર્દીઓને મુશ્કેલી, સારવાર વગર એક માતાએ પુત્ર ખોયો, અન્ય દર્દીઓ કણસી રહ્યાં છે

આ પણ વાંચો : VADODARA : રેસીડેન્ટ ડોક્ટરોની હડતાળનો સાતમો દિવસ, SSG હોસ્પિટલ ખાતે ડોકટરોનું વિરોધ પ્રદર્શન

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">