Gujarat Corona Update : રાજ્યમાં કોરોના 6600 થી વધુ નવા કેસ, 67 દર્દીઓના મૃત્યુ, માસ્ક પહેરો, કોરોનાને હરાવો

Gujarat Corona Update : રાજ્યમાં આજે 13 અપ્રિલે અમદાવાદમાં સૌથી વધુ 2251 અને સુરતમાં 1264 નવા કેસ નોંધાયા છે.

Gujarat Corona Update : રાજ્યમાં કોરોના 6600 થી વધુ નવા કેસ, 67 દર્દીઓના મૃત્યુ, માસ્ક પહેરો, કોરોનાને હરાવો
IMAGE SOURCE : CDC.GOV
Follow Us:
| Updated on: Apr 13, 2021 | 8:22 PM

Gujarat Corona Update : રાજ્યમાં આજે 13 એપ્રિલે કોરોના અત્યાર સુધીમાં સૌથી વધુ નવા કેસ અને મૃત્યુ નોંધાયા છે. રાજ્યમાં 27 એપ્રિલથી કોરોનાના નવા કેસો અને સાથે એક્ટીવ કેસોમાં ઉત્તરોત્તર વધારો થતો જઈ રહ્યો છે. 5 એપ્રિલે 3160 નવા કેસ સામે આવ્યાં બાદ 6 એપ્રિલે 3280, 7 એપ્રિલે 3575 કેસ આવ્યાં બાદ 8 એપ્રિલે 4021 કેસ, 9 એપ્રિલે 4541 કેસ, 10 એપ્રિલે 5011, 11 એપ્રિલે 5469 કેસ, 12 એપ્રિલે 6021 કેસ આવ્યા બાદ આજે 13 એપ્રિલે તમામ રેકોર્ડ સાથે નવા કેસ, એક્ટીવ કેસ અને મૃત્યુ નોંધાયા છે.

6690 કેસ, 67 દર્દીઓના મૃત્યુ રાજ્યમાં આજે 13 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં Coronaના નવા 6690 કેસ નોંધાયા છે, જયારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 67 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ 23, સુરતમાં 25 (3 મૃત્યુ જિલ્લામાં),રાજકોટમાં 7( 2 મૃત્યુ જિલ્લામાં),વડોદરામાં 4, બનાસકાંઠામાં 2, આણંદ-ભરૂચ-છોટાઉદેપુર-સાબરકાંઠા-ગાંધીનગર-જુનાગઢમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક 4,922 થયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 3,60,206 થઇ છે.

અમદાવાદમાં 2251 અને સુરતમાં 1264 કેસ રાજ્યમાં આજે 13 એપ્રિલે મહાનગરો નોધાયેલા Coronaના નવા કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં મહાનગરોમાં નોંધાયેલા નવા કેસો જોઈએ તો અમદવાદમાં સૌથી વધુ 2251, સુરતમાં 1264, રાજકોટમાં 529, વડોદરામાં 247, જામનગરમાં 187, ભાવનગરમાં 71, ગાંધીનગરમાં 54 અને જુનાગઢમાં 65 નવા કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ સામે આવવનો ક્રમ યથાવત રહ્યો છે. અમદવાદમાં પહેલીવાર 2000 કરતા વધુ નવા કેસ સામે આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

એક્ટીવ કેસ વધીને 34,555 થયા રાજ્યમાં Coronaના નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. 12 એપ્રિલે રાજ્યમાં કોરોનાના 30,680 એક્ટીવ કેસ હતા, જે આજે 13 એપ્રિલે વધીને 34,555 થયા છે.જેમાં 221 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 34,334 લોકોની સારવાર ચાલી રહી છે.

2748 દર્દીઓ સાજા થયા રાજ્યમાં આજે 13 અપ્રિલના દિવસે છેલ્લા 24 કલાકમાં 2748 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈને સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 3,20,729 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ ઘટીને 89.04 ટકા થયો છે.

આજે 2,15,805 લોકોને કોરોનાની રસી અપાઈ રાજ્યમાં કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત આજે 13 અપ્રિલના દિવસે કુલ 2,15,805 લોકોને રસી અપાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 84,04,128 વ્યકિતઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 11,61,722 વ્યકિતઓને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં 45થી વધુ વર્ષના તમામ લોકોને રસી આપવાનો આજે 13મો દિવસ હતો અને કેન્દ્ર સરકારના રસીકરણના ‘ટીકા ઉત્સવ’નો આજે ત્રીજો દિવસ હતો. રાજ્યમાં આજે 45 થી 60 વર્ષના કુલ 1,57,510 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 47,035 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 95,65,850 લોકોને કોરોનાની રસી અપાઈ છે.(Gujarat Corona Update)

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">