Gujarat Corona Update : રાજ્યમાં આજે કોરોના 14,352 નવા કેસ, 170 મૃત્યુ, 7,803 સાજા થયા

Gujarat Corona Update : આજે 27 એપ્રિલે અમદાવાદમાં કોરોનાના 5669 નવા કેસ, સુરતમાં 1858 નવા કેસ નોંધાયા.

Gujarat Corona Update : રાજ્યમાં આજે કોરોના 14,352 નવા કેસ, 170 મૃત્યુ, 7,803 સાજા થયા
રચનાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Apr 27, 2021 | 8:34 PM

Gujarat Corona Update : રાજ્યમાં આજે 27 એપ્રિલે સતત ચોથા દિવસે કોરોનાના 14 હજારથી વધુ નવા કેસ સામે આવ્યાં છે તો આજે કોરોનાના કારણે 170 લોકોના દુઃખદ મૃત્યુ થયા છે.

14,352 નવા કેસ, 158 દર્દીઓના મૃત્યુ રાજ્યમાં આજે 27 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં Coronaના નવા 14,352 કેસ નોંધાયા છે, જયારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 170 દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક 6656 થયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 5,24,725 થઇ છે. મહાનગરોમાં શહેર અને જિલ્લામાં થયેલા કુલ મૃત્યુ જોઈએ તો

અમદવાદ : શહેરમાં 26, જિલ્લામાં 0 મૃત્યુ સુરત : શહેરમાં 23, જિલ્લામાં 4 મૃત્યુ વડોદરા : શહેરમાં 10, જિલ્લામાં 4 મૃત્યુ રાજકોટ : શહેરમાં 9, જિલ્લામાં 4 મૃત્યુ જામનગર : શહેરમાં 9, જિલ્લામાં 9 મૃત્યુ ગાંધીનગરમાં : શહેરમાં 0, જિલ્લામાં 1 મૃત્યુ ભાવનગરમાં : શહેરમાં 2, જિલ્લામાં 2 મૃત્યુ જુનાગઢ : શહેરમાં 3, જિલ્લામાં 2 મૃત્યુ

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

અમદાવાદમાં સૌથી વધુ 5669 નવા કેસ રાજ્યમાં આજે 27 એપ્રિલે મહાનગરોમાં નોધાયેલા Coronaના નવા કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં મહાનગરોમાં નોંધાયેલા નવા કેસો જોઈએ તો અમદવાદમાં સૌથી વધુ 5669, સુરતમાં 1858, રાજકોટમાં 452, વડોદરામાં 402, જામનગરમાં 398, ભાવનગરમાં 233, ગાંધીનગરમાં 160, અને જુનાગઢમાં 133 નવા કેસો સામે આવ્યાં છે.

7803 દર્દીઓ સાજા થયા રાજ્યમાં આજે 27 અપ્રિલના દિવસે છેલ્લા 24 કલાકમાં 78૦૩ દર્દીઓ કોરોનાથી મુક્ત થઈને સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 3,90,229 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ 74.37 ટકા થયો છે.

1,27,840 એક્ટીવ કેસ રાજ્યમાં Coronaના નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. 26 એપ્રિલે રાજ્યમાં કોરોનાના 1,21,461 એક્ટીવ કેસ હતા, જે આજે 27 એપ્રિલે વધીને 1,27,840 થયા છે, જેમાં 418 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 1,27,422 લોકોની સારવાર ચાલી રહી છે.

આજે 1,67,977 લોકોનું રસીકરણ થયું રાજ્યમાં કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત આજે 27 એપ્રિલના દિવસે કુલ 1,67,977 લોકોને રસી અપાઈ છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 95,11,122 વ્યકિતઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 21,11,414 વ્યકિતઓને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

રાજ્યમાં આજે 45 થી 60 વર્ષના કુલ 66,624 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 87,098 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1,16,22,606 લોકોને કોરોનાની રસી અપાઈ છે. (Gujarat Corona Update)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">