Gujarat Corona Update : રાજ્યમાં કોવીડ-19 ના 778 કેસ, 11 મૃત્યુ, એક્ટીવ કેસ ઘટીને 16,162 થયા

Gujarat Corona Update : રાજ્યમાં આજે 7 જૂનના રોજ રસીકરણ અભિયાનમાં 2,51,192 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Gujarat Corona Update : રાજ્યમાં કોવીડ-19 ના 778 કેસ, 11 મૃત્યુ, એક્ટીવ કેસ ઘટીને 16,162 થયા
રચનાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Jun 07, 2021 | 7:57 PM

Gujarat Corona Update : રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસો અને સાથે મૃત્યુમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 5 જૂનના રોજ લગભગ 80 દિવસો બાદ 1000 થી પણ ઓછા 996 નવા કેસો નોંધાયા હતા. ત્યારબાદ 6 જૂન અને આજે 7 જૂનના રોજ પણ નવા કેસોમાં સતત ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં આજે કોરોનાના 778 નવા કેસ નોંધાયા છે. આ સાથે 2915 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યમાં રસીકરણ અભિયાનમાં આજે 2,26,335 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

778 નવા કેસ, 12 મૃત્યુ રાજ્યમાં આજે 7 જૂનના રોજ કોરોનાના નવા 778 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 11 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,17,012 થઇ છે અને મૃત્યુઆંક 9944 થયો છે. આજે

રાજ્યના મહાનગરોમાં કોવીડ દર્દીઓના મૃત્યુના આંકડા જોઈએ તો અમદાવાદ શહેરમાં 3, વડોદરા શહેરમાં 1, સુરત શહેરમાં 1, જયારે રાજકોટ, જામનગર, જુનાગઢ, ભાવનગર અને ગાંધીનગર શહેરમાં એક પણ મૃત્યુ નોંધાયું નથી. અન્ય મૃત્યુ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

વડોદરામાં 131, અમદાવાદમાં 113 નવા કેસ રાજ્યમાં આજે 7 જૂનના રોજ અમદાવાદ કરતા વડોદરામાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો વડોદરામાં 131, અમદાવાદમાં 113, સુરતમાં 76, રાજકોટમાં 24, જામનગરમાં 15, તથા જુનાગઢમાં અને ભાવનગરમાં કોરોનાના 9-9 નવા કેસ નોધાયા છે. (Gujarat Corona Update)

2613 દર્દીઓ સાજા થયા રાજ્યમાં આજે 7 જૂનના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 2613 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,90,906 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 96.80 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 16,162 થયા છે, જેમાં 363 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 15,799 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.(Gujarat Corona Update)

આજે 2,51,192 લોકોનું રસીકરણ થયું રાજ્યમાં આજે 7 જૂનના રોજ રસીકરણ અભિયાનમાં 2,51,192 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં

1) 2015 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 2) 3456 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 3) 45 થી વધુ ઉમરના 35,918 લોકોને પ્રથમ ડોઝ, 4) 45 થી વધુ ઉમરના 22,978 લોકોને બીજો ડોઝ, 5) 18-45 વર્ષ સુધીના 1,86,825 લોકોના પ્રથમ ડોઝનું રસીકરણ થયું છે. (Gujarat Corona Update)

આ પણ વાંચો : Fact Check : PM Modi અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન Nita Ambani નો આ ફોટો ફેક છે, જાણો શું છે હકીકત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">