ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો, 14 ઓક્ટોબરે નવા 34 કેસ નોંધાયા, રીકવરી રેટ ઘટ્યો

રાજ્યમાં આજે 14 ઓકટોબરના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 14 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,943 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે.

ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો, 14 ઓક્ટોબરે નવા 34 કેસ નોંધાયા, રીકવરી રેટ ઘટ્યો
Gujarat Corona Update : 34 new cases of corona were reported and 14 patients recovered on 14 October 2021

GUJARAT CORONA UPDATE : રાજ્યમાં કોરોનાના કેસોમાં ફરી વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં કોરોના કેસોનું સ્તર 14 થી 26 ની વચ્ચે રહ્યું હતું, જો કે આજે 14 ઓક્ટોબરે 30 થી વધુ નવા કેસ નોંધાયા છે. નવા કેસમાં વધારા સાથે એક્ટીવ કેસમાં પણ વધારો થયો છે. રાજ્યમાં હાલ કોરોના વાયરસના એક્ટીવ કેસ 215 થઇ ગયા છે.

કોરોનાના 34 નવા કેસ, 0 મૃત્યુ
રાજ્યમાં આજે 14 ઓક્ટોબરે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 34 નવા કેસ નોંધાયા છે, તો આજે કોરોનાના કારણે રાજ્યમાં એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,26,244 થઇ છે અને મૃત્યુઆંક 10,086 પર પહોચ્યો છે.

રાજ્યના મહાનગરોમાં આજે નોંધાયેલા કોરોનાના નવા કેસોની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં અને વલસાડ જિલ્લામાં સૌથી વધુ 7-7 કેસ, સુરત શહેરમાં 5, સુરત જિલ્લામાં 4, વડોદરા શહેરમાં 3, જુનાગઢ-કચ્છ-નર્મદા જિલ્લામાં 2-2 અને મહેસાણા તેમજ નવસારી જિલ્લામાં કોરોના વાયરસનો નવો એક-એક કેસ નોંધાયો છે.

14 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 215
રાજ્યમાં આજે 14 ઓક્ટોબરના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 14 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,943 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે. રાજ્યમાં આજે 14 ઓક્ટોબરે એક્ટીવ કેસ 215 પર પહોચ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી દર 98.76 ટકા થી ઘટી 98.75 ટકા થયો છે.

આજે 3.33 લાખ લોકોનું રસીકરણ
રાજ્યમાં આજે 14 ઓક્ટોબરના રોજ 3,33,430 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં આજે થયેલા રસીકરણમાં 18-45 ઉમરવર્ગના 65,745 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અપાયો અને 18-45 ઉમરવર્ગના 1,71,602 લોકોનું બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે.

જયારે 45 થી વધુ ઉમરના 20,778 લોકોને પ્રથમ ડોઝ અને 72,060 લોકોને બીજો ડોઝ અપાયો છે.

આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 6 કરોડ 63 લાખ 31 હજાર 478 ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : SURAT : VNSGU યુનિવર્સિટી ગરબા વિવાદમાં ઉમરા પોલીસ સ્ટેશનના PI-PSIની બદલી, 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડ

આ પણ વાંચો : સુત્રાપાડાના TDO ઓફીસમાં જ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા, મંડળીનું બીલ પાસ કરવા માંગી હતી લાંચ

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati