CORONA : ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો, નવા 87 કેસ સાથે 2 દર્દીના મૃત્યુ

GUJARAT CORONA UPDATE : આજે 21 ડિસેમ્બરે અમદવાદ શહેરમાં સૌથી વધુ 33 કેસ નોંધાયા છે.

CORONA : ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો, નવા 87 કેસ સાથે 2 દર્દીના મૃત્યુ
GUJARAT CORONA UPDATE 21 DECEMBER 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2021 | 8:47 PM

GANDHINAGAR : રાજ્યમાં ફરી કોરોના વાયરસના કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. ગુજરાતમાં આજે 21 ડિસેમ્બરે કોરોનાના નવા 87 કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ આમદાવાદ શહેરમાં 33 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના વાયરસના કુલ 8,28,703(8 લાખ 28 હજાર 703 ) કેસ થયા છે. 20 ડિસેમ્બરે રાજ્યમાં કોરોનાને કારણે રાજકોટ શહેરમાં 1 અને વલસાડમાં 1 એમ બે દર્દીના મૃત્યુ થયા છે અને કુલ મૃત્યુઅંક 10,103 થયો છે.

આજે રાજ્યમાં 73 અને અત્યાર સુધીમાં કુલ 8,18,010 ( 8 લાખ 18 હજાર 010) દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યમાં કોરોના વાયરસના એક્ટીવ કેસ વધીને 586 થયા છે. રાજ્યમાં રસીકરણ અભિયાનની વાત કરીએ તો આજે 21 ડિસેમ્બરે 2,16,650 લોકોને કોરોના રસી આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,75,01,402 (8 કરોડ 75 લાખ 1 હજાર 402 ) ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે.

આજે અમદાવાદમાં ઈંગ્લેન્ડથી આવેલી મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.28 વર્ષની મહિલા અમદાવાદ પહોંચી હતી ત્યારે તપાસ કરતા કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.ત્યારે મહિલા ઓમિક્રૉન શંકાસ્પદ હોવાથી તેના સેમ્પલ જીનોમ સિક્વન્સિસ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે.હાલ મહિલા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

ગુજરાતમાં ઓમિક્રોનના કેસની સંખ્યા વધીને કુલ 13 થઈ ગઈ છે. રાજ્યમાં રવિવારે 6 નવા કેસ નોંધાયા, જેમાં ગાંધીનગરમાં 1, સુરત-રાજકોટમાં 1-1, અમદાવાદમાં ટાન્ઝાનિયાથી આવેલું 1 કપલ સહિત આણંદનો 1 યુવક સામેલ છે. ગાંધીનગરમાં વાઈબ્રન્ટ પહેલા ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ થઈ ગઈ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">