CM Rupani 2 ઓગસ્ટે જન્મ દિવસ રાજકોટમાં બાળકો સાથે ઉજવશે, રાજ્યકક્ષાનો સંવેદના દિવસ પણ ઉજવાશે

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને તેમના 65 માં જન્મ દિવસે તા. ૨જી ઓગસ્ટે રાજ્યકક્ષાનો ‘સંવેદના દિવસ’ રાજકોટ ખાતે ઉજવાશે.

CM Rupani 2 ઓગસ્ટે જન્મ દિવસ રાજકોટમાં બાળકો સાથે ઉજવશે, રાજ્યકક્ષાનો સંવેદના દિવસ પણ ઉજવાશે
Gujarat CM Rupani will celebrate his birthday with children in Rajkot (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2021 | 7:09 PM

ગુજરાત(Gujarat) ના સીએમ રૂપાણી(CM Rupani)  અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે “પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથથી સૌના વિકાસના” હેઠળ જનકલ્યાણ અને લોકહિતના અનેકવિધ કાર્યક્રમો સમગ્ર રાજ્યમાં યોજાઇ રહ્યા છે. જયારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને તેમના 65 માં જન્મ દિવસે(Birth Day)  તા. ૨જી ઓગસ્ટે રાજ્યકક્ષાનો ‘સંવેદના દિવસ’ રાજકોટ(Rajkot)  ખાતે ઉજવાશે.

મહાનગરપાલિકા કક્ષાએ ઝોન દીઠ એક વોર્ડમાં ૨૯ સેવા સેતુ કાર્યક્રમો યોજાશે

આ ‘સંવેદના દિવસ’અંતર્ગત રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સામાજિક ન્યાય- અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમાર ઉપસ્થિતિ રહેતા વિવિધ જનહિતકારી યોજનાઓના દસ્તાવેજો નાગરિકોને સરળતાથી મળી રહે તે માટે તાલુકા, નગરપાલિકા અને મહાનગર પાલિકાઓમાં ૪૩૩ જેટલા સેવા સેતુ કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત રાજ્યના ૨૪૮ તાલુકા અને ૧૫૬ નગરપાલિકા તેમજ મહાનગરપાલિકા કક્ષાએ ઝોન દીઠ એક વોર્ડમાં ૨૯ સેવા સેતુ કાર્યક્રમો યોજાશે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

મુખ્યમંત્રી પાલક માતા- પિતા અને બાળકો સાથે ભોજન કરશે

મુખ્યમંત્રી ૨જી ઓગસ્ટે તેમનો ૬૫મો જન્મ દિવસ પોતાના વતન રાજકોટમાં વિવિધ સેવા કાર્યો યોજીને ઉજવશે. મુખ્યમંત્રી ૨જી ઓગસ્ટે સવારે ૯.૩૦ કલાકે વૃક્ષારોપણ કરી વિવિધ વિકાસ કામોના ખાતમૂહુર્ત કરશે ત્યારબાદ સવારે ૧૧.૦૦ કલાકે ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે યોજાનાર રાજ્યકક્ષાના સંવેદના દિવસ કાર્યક્રમમાં સહભાગી થશે. જ્યાં કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી પાલક માતા- પિતા અને બાળકો સાથે ભોજન કરશે.

મુખ્યમંત્રી બપોરે ૨ કલાકે શ્રી પૂજીત રૂપાણી ટ્રસ્ટની મુલાકાત લઈને દિવ્યાંગ બાળકો સાથે વાર્તાલાપ કરશે. સાંજે ૩.૦૦ કલાકે રાજકોટ પોલીસ દ્વારા આયોજીત તેમજ ૪.૦૦ કલાકે સ્વામીનારાયણ મંદિર આયોજન કાર્યક્રમમાં ભાગ લેશે.

મુખ્યમંત્રી સાંજે ૫.૦૦ કલાકે રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે સાંસદ, ધારાસભ્ય અને કાર્યકરો સાથે મુલાકાત કરશે ત્યારબાદ સાંજે ૬.૦૦ કલાકે પ્રમુખ સ્વામી મંદિર, રાજકોટ ખાતે કીટ વિતરણ કાર્યક્રમમાં સહભાગી થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં સંવેદના દિવસ અન્વયે યોજાનારા સેવાસેતુ સહિતના કાર્યક્રમોમાં નાના, સામાન્ય વર્ગના, ગરીબ, વંચિત લોકોને દિવ્યાંગ, વૃદ્ધો અને કોરોનામાં માતા-પિતા ગુમાવનારા નિરાધાર અનાથ બાળકોને વિવિધ લાભ સહાય અપાશે જે અન્વયે ૪૯૪૧ બાળકોને રૂ. ૧.૧૮ કરોડની સહાય પણ અપાશે.

કોરોના કાળમા મૃત્યુ પામેલ માતા પિતાના બાળકો માટે સમાજ કલ્યાણ વિભાગ અને જેએમ ફાઈનાન્સિયલ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે શિક્ષણમાં સહાયરૂપ થવાની યોજનાનો શુભારંભ થશે. પાલક માતા-પિતા, દિવ્યાંગ, વિધવા અને વૃધ્ધો માટે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવશે.

પાંચ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી નહિ પરંતુ પાંચ વર્ષના આ સુશાસનમાં લોકહિતના થયેલા અનેકવિધ વિકાસકામો લોકાર્પણો, લાભ સહાય વિતરણ અને બહુવિધ જનહિત કામોને આવા કાર્યક્રમો દ્વારા જન-જન સુધી ઊજાગર કરાશે.

સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે થીમ આધારિત વિવિધ જનહિતલક્ષી ફલેગશીપ યોજનાઓનો વ્યાપ વધારવા માટે રાજયભરમાં વિવિધ કાર્યક્રમો થકી રાજયની અવિરત વિકાસ યાત્રાને વધુ વેગવંતી બનાવવાનું રાજય સરકાર દ્વારા આ જનહિત લક્ષી કાર્યક્રમોનું આયોજન કરાઇ રહ્યું છે. આ પ્રસંગે રાજકોટના મેયર, સાંસદ, ધારાસભ્યઓ, અધિકારી સહિત આગેવાનો- પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો: Panchmahal : દૂધ ઉત્પાદકો માટે ખુશખબર, પંચામૃત ડેરીએ કિલો ફેટ દીઠ 10 રૂપિયાનો વધારો કર્યો

આ પણ વાંચો : Vadodara : ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટિલે સોખડાના સ્થાપક સંત હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન કર્યા  

Latest News Updates

નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
g clip-path="url(#clip0_868_265)">