CM Rupani એ વિડીયો કોલથી પેરાઓલમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલને શુભેચ્છા પાઠવી

સીએમ રૂપાણીએ ભાવિના પટેલને આગામી પેરા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ લાવવા અને સ્પોર્ટ્સ ક્ષેત્રે તેણીની કારકિર્દીને આગામી દિવસોમાં આ શ્રેષ્ઠ કોચિંગ મેળવી વધુ ઊંચાઇ ઉપર લઇ જવાની શુભેચ્છાઓ પાઠવી હતી

CM Rupani એ વિડીયો કોલથી પેરાઓલમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલને શુભેચ્છા પાઠવી
Gujarat CM Rupani congratulates Paralympic silver medalist Bhavina Patel via video call

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પેરાઓલમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલ સાથે વિડીયો કોલના માધ્યમથી વાત કરી દેશ માટે મેડલ જીતી લાવવા બદવ અભિનંદન પાઠવ્યા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિવ્યાંગ ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના હેઠળ રૂપિયા ત્રણ કરોડની પ્રોત્સાહક રાશિ જાહેર કર્યાની વાત કરી ભાવિના પટેલને આગામી પેરા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ લાવવા અને સ્પોર્ટ્સ ક્ષેત્રે તેણીની કારકિર્દીને આગામી દિવસોમાં આ શ્રેષ્ઠ કોચિંગ મેળવી વધુ ઊંચાઇ ઉપર લઇ જવાની શુભેચ્છાઓ પાઠવી હતી

આ ઉપરાંત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભાવિના પટેલના માતા-પિતા સાથે પણ વિડીયો કોલના માધ્યમથી વાત કરી તેઓને પણ અભિનંદન પાઠવ્યા હતા.

ભાવિના પટેલને પ્રોત્સાહન રૂપે 3 કરોડ રૂપિયાનો પુરસ્કાર આપવાની જાહેરાત

ગુજરાતના મહેસાણાની આ દિવ્યાંગ દીકરી ભાવિના પટેલે પોતાના ખેલ કૌશલ્યથી ગુજરાત સહીત સમગ્ર ભારતને વિશ્વસ્તરે ગૌરવ અપાવ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારની દિવ્યાંગ ખેલ પ્રતિભા પ્રોત્સાહન પુરસ્કાર યોજના અંતર્ગત ભાવિના પટેલને પ્રોત્સાહન રૂપે 3 કરોડ રૂપિયાનો પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે.

રવિવારે ભાવિના પટેલે ટોક્યો ખાતે પેરા ટેબલ ટેનિસ રમતમાં વુમન સિંગલ ઇવેન્ટની ફાઇનલમાં મેચમાં રજત (સિલ્વર) મેડલ પ્રાપ્ત કરીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. મુખ્યમંત્રી  વિજય  રૂપાણીએ ગુજરાતની દીકરીઓને ભાવિના પટેલમાંથી પ્રેરણા મેળવી રમત-ગમત ક્ષેત્રે આગળ વધવાનો સંદેશ પણ પાઠવ્યો છે.

રમત-ગમત ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહન આપવાની રાજ્ય સરકારની નીતિનું આ પરિણામ

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલ મહાકુંભ જેવા આયોજનોને પ્રેરણા આપીને ગુજરાતના યુવાવર્ગને રમત-ગમત ક્ષેત્રે પ્રેરિત કરવાની સુદિર્ઘ નિતી-રિતી ગુજરાતને આપી છે જેના સુખદ પરિણામો હવે મળી રહ્યા છે. છેલ્લા બે દાયકાથી રમત-ગમત ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહન, સહાય અને તાલીમ આપવાની રાજ્ય સરકારની નીતિનું આ પરિણામ છે.

રાજ્ય સરકારના આ સઘન પ્રયાસોને કારણે ગુજરાત રાજ્યની સ્થાપના બાદ ૬૦ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર રાજ્યની છ ખેલાડીઓ ટોક્યો ખાતે ચાલી રહેલી ઓલિમ્પિક રમતોમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે.

છ મહિલા ખેલાડીઓની પસંદગી વૈશ્વિક રમત સ્પર્ધાઓમાં થઈ હતી

ટોક્યો ઓલમ્પિકમાં ત્રણ અને પેરા ઓલમ્પિક ગેમમાં ત્રણ એમ ગુજરાતની એક સાથે છ મહિલા ખેલાડીઓની પસંદગી વૈશ્વિક રમત સ્પર્ધાઓમાં થઈ હતી. મુખ્યમંત્રી  વિજય રૂપાણીના પ્રોત્સાહક નિર્ણય ને પગલે ગુજરાતની તમામ છ દીકરીઓને પ્રત્યેકને રૂપિયા ૧૦ લાખની સહાય ઓલિમ્પિક રમતોમાં ભાગ લેવા જતા પહેલા પૂર્વ તૈયારીઓ માટે આપવામાં આવી હતી.

મુખ્યમંત્રી એ પેરાલિમ્પિક કે દીવ્યાંગો માટેના સ્પેશિયલ ઓલમ્પિક રમતોમાં વિજેતા બની ગુજરાતને ગૌરવ અપાવનારા રાજ્યના દિવ્યાંગ ખેલાડીઓને પણ તેઓની સિદ્ધિ બદલ પ્રોત્સાહિત કરવાની નીતિ અપનાવી છે.

આ  પણ વાંચો : GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 29 ઓગષ્ટે કોરોનાના નવા 12 કેસ, 12 દર્દીઓ સાજા થયા

આ  પણ વાંચો : Rajkot : ગાંધીગ્રામની બજરંગવાડી પોલીસ ચોકીને સળગાવવાનો પ્રયાસ , વ્યકિતની અટક કરવામાં આવી

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati