GUJARAT : CM ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ 16મી સપ્ટેમ્બરના રોજ યોજાશે, સંભવિત મંત્રીની યાદી જુઓ

નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની શપથવિધિ 16મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. ગાંધીનગરના રાજભવનમાં 16 સપ્ટેમ્બરે મંત્રીમંડળના નવા મંત્રીઓની શપથ વિધી યોજાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 12:40 PM

નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની શપથવિધિ 16મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. ગાંધીનગરના રાજભવનમાં 16 સપ્ટેમ્બરે મંત્રીમંડળના નવા મંત્રીઓની શપથ વિધી યોજાશે. ધારાસભ્યોને આવતીકાલ સાંજ સુધી ગાંધીનગર પહોંચવા સૂચના આપવામાં આવશે. આવતીકાલ રાતથી સંભવિત મંત્રીઓને કોલ કરવામાં આવશે.

મંત્રી મંડળની સંભવિત યાદી

પ્રદીપસિંહ જાડેજા
રાકેશ શાહ
જગદીશ પંચાલ
શૈલેષ મહેતા સોટ્ટા
મનીષા વકિલ
કેતન ઈનામદાર
રાજેન્દ્ર ત્રિવેદી
આર સી ફળદુ/ જીતુ વાઘાણી
આત્મારામ પરમાર (50%)
સૌરભ પટેલ (50%)

જયેશ રાદડિયા
કુંવરજી બાવળિયા
જવાહર ચાવડા
ગણપત વસાવા/કુબેર ડીંડોર
ઋષિકેશ પટેલ
શશીકાંત પંડ્યા
નિમિષા પંચાલ
કનું પટેલ
કિરીટસિંહ રાણા /હકુભા
હિતુ કનોડિયા ડાર્ક હોર્સ
દિલીપ ઠાકોર
કાંતિ બલર સુરત
અરવિંદ રાણા – સુરતી

નોંધનીય છેકે ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચનાની જવાબદારી ભૂપેન્દ્ર યાદવને સોંપવામાં આવી છે. આ અંગેની બેઠક મોડીરાત્રે એનેક્ષી ખાતે યોજાઇ હતી. જેમાં અમિત શાહ અને બી.એલ. સંતોષ પણ હાજર રહ્યા હતા. આ બાદ ભુપેન્દ્ર યાદવ મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા હતા. બેઠક પૂર્ણ કરી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દિલ્લી પહોંચ્યા છે.

નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મંત્રીમંડળના સભ્યોની જાહેરાત દિલ્હીથી યાદી આવ્યા બાદ કરવામાં આવશે. બુધવાર સાંજ સુધીમાં આ નવા મંત્રીમંડળના સભ્યોનાં નામની જાહેરાત થઈ જવાની સંભાવનાઓ દેખાઇ રહી છે. હાલના 22 મંત્રી પૈકી 13 મંત્રીનાં નામ પર કાતર ફરી જાય એવી પણ શક્યતાઓ જોવાઇ રહી છે. જ્યારે મંત્રીમંડળમાં નવા 15 નામનો ઉમેરો થઈ જશે તેવું પણ આધારભૂત સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. આમ, આખાય મંત્રીમંડળનું પરિરૂપ લગભગ નવું જ રહેશે અને હાલના મંત્રીમંડળમાંથી પાંચ કે છ મંત્રી જ ફરી મંત્રીપદના શપથ લેશે તેવું લાગી રહ્યું છે.

સત્રોમાંથી મળતી માહિતી મુજબ, ભૂપેન્દ્ર પટેલનું આ મંત્રીમંડળ ઘણા નવા ચહેરા અને પ્રયોગોવાળું હશે. હાલ જ્યાં મંત્રીમંડળમાં એક જ મહિલા ધારાસભ્ય છે, એને સ્થાને બેથી ત્રણ મહિલા મંત્રી એમાં હોઈ શકે છે. ભાજપની સરકાર સામે એન્ટી-ઇન્કમ્બન્સી ફેક્ટર છે, એને ખાળવા માટે જ ખૂબ જરૂરી એવા સભ્યોને બાદ કરતાં મોટા ભાગના ચહેરા નવા અને અમુક તો પહેલી ટર્મમાં જ મંત્રી બની જાય એવા હશે. આ ઉપરાંત સ્વાભાવિકપણે જ જ્ઞાતિ અને પ્રદેશનું સંતુલન જળવાશે.

Follow Us:
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">