ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના પોસ્ટ કોવિડ ઇફેક્ટના લીધે ત્રણ દિવસના કાર્યક્રમો રદ

ગુજરાતના સીએમ  ભૂપેન્દ્ર પટેલના પોસ્ટ કોવિડ ઇફેક્ટના કારણે આગામી 3 દિવસ સુધી તમામ કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે. તેમજ આ દિવસ દરમ્યાન યોજાનારી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીણીમાં ભૂપેન્દ્ર પટેલ હાજર નહિ રહે. તેમજ સીએમ ભૂપેન્દ્ર પટેલ સીએમ નિવાસસ્થાને જ રહેશે

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના પોસ્ટ કોવિડ ઇફેક્ટના લીધે ત્રણ દિવસના કાર્યક્રમો રદ
Gujarat CM Bhupendra Patel (File Photo)
Image Credit source: File Image
TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Jul 01, 2022 | 11:41 PM

ગુજરાતમાં(Gujarat) છેલ્લા બે દિવસમાં કોરોનાના(Corona)  કેસોનો રાફડો ફાટ્યો છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhpendra Patel) પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના પ્રસ્થાન પહેલા પહિંદ વિધિ કરી હતી અને રથયાત્રાને પ્રસ્થાન પણ કરાવ્યું હતું. જો કે આ દરમ્યાન મળતી માહિતી મુજબ પોસ્ટ કોવિડ ઇફેક્ટના કારણે આગામી 3 દિવસ સુધી સીએમ ભૂપેન્દ્ર પટેલના તમામ કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે. તેમજ આ દિવસ દરમ્યાન યોજાનારી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીણીમાં ભૂપેન્દ્ર પટેલ હાજર નહિ રહે. તેમજ સીએમ ભૂપેન્દ્ર પટેલ સીએમ નિવાસસ્થાને જ રહેશે.

આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની 145 મી જગન્નાથ રથયાત્રા સહિત રાજ્યભરમાં જુદા-જુદા સ્થાનોએ અષાઢી બીજના પાવન પર્વે યોજાયેલી રથયાત્રા સૌહાર્દભર્યા માહોલમાં સંપન્ન કરવામાં પ્રજાજનોના મળેલા સક્રિય સહયોગ માટે રાજ્યના નાગરિકો-પ્રજાજનોનો આભાર વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રીએ આ રથયાત્રા સમગ્ર રાજયમાં ઉમંગ અને ઉલ્લાસના વાતાવરણમાં તથા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થવાની સફળતામાં પોલીસ દળ અને વહીવટી તંત્રના પરિશ્રમ તેમજ કર્તવ્યનિષ્ઠાને બિરદાવીને અભિનંદન પાઠવ્યા છે.

કોરોનાના નવા 632 કેસ નોંધાયા

જ્યારે ગુજરાતમાં  કોરોનાના  કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 01 જુલાઇના રોજ કોરોનાના નવા 632 કેસ નોંધાયા છે. તેમજ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3289 એ પહોંચી છે. જેમાં અમદાવાદમાં  શહેરમાં કોરોનાના નવા 258 કેસ નોંધાયા છે.સુરતમાં 85, વડોદરામાં 42, વડોદરામાં 42, વલસાડમાં 33 કેસ 01 મૃત્યુ, ગાંધીનગરમાં 32, મહેસાણામાં 30, નવસારીમાં 18, સુરત જિલ્લામાં 18, કચ્છમાં 14, રાજકોટમાં 14,ગાંધીનગર જિલ્લામાં 11, પાટણમાં 11, ભાવનગરમાં કોર્પોરેશનમાં 08, દ્વારકામાં 07, રાજકોટમાં 07, સાબરકાંઠા 06, ભરૂચમાં 05, અમદાવાદમાં 04, આણંદમાં 04, જામનગરમાં 04, મોરબીમાં 04,વડોદરા જિલ્લામાં 04, અમરેલીમાં 02, ભાવનગરમાં 02, ખેડામાં 02, સુરેન્દ્રનગરમાં 02, બનાસકાંઠા 01, દાહોદમાં 01, ગીર સોમનાથમાં 01, પંચમહાલમાં 01 અને તાપીમાં 01 કેસ નોંધાયો છે.

રાજ્ય સરકારની ચિંતા પણ વધારો

જેના લીધે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. આ તરફ રાજ્યના આરોગ્ય પ્રધાન પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપીસેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઇકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati