ગુજરાત બોર્ડના ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપિટર્સ વિધાર્થીઓનું સોમવારે પરિણામ

આ વિદ્યાર્થીઓ પોતાનો બેઠક નંબર એન્ટર કરીને પોતાની મહેનતનું પરિણામ જોઇ શકશે. આ પરિણામ બાદ શિક્ષણ બોર્ડ સ્કૂલોને માર્કશીટ મોકલશે.

ગુજરાત બોર્ડના ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપિટર્સ વિધાર્થીઓનું સોમવારે પરિણામ
Gujarat Board standard 12 general stream repeaters results on Monday (File Photo)

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ-12ના સામાન્ય પ્રવાહના 97 હજાર રિપીટર્સનું પરિણામ સોમવારે જાહેર થશે.ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદી મુજબ પરિણામ બોર્ડની વેબસાઈટ result.gseb.org પર જાહેર કરાશે. જેમાં સવારે 8 વાગે બોર્ડની અધિકૃત વેબસાઇટ પર વિદ્યાર્થીઓ પરિણામ જોઇ શકશે.

આ વિદ્યાર્થીઓ પોતાનો બેઠક નંબર એન્ટર કરીને પોતાની મહેનતનું પરિણામ જોઇ શકશે. આ પરિણામ બાદ શિક્ષણ બોર્ડ સ્કૂલોને માર્કશીટ મોકલશે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ  બોર્ડ દ્વારા ધોરણ 12 ના  રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો હતો. જે મુજબ જુલાઈ માસમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. 15 જુલાઈથી 28 જુલાઈ સુધી ધોરણ-12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી.

પરીક્ષા ચાલુ હતી તે દરમિયાન જ બોર્ડ દ્વારા ઉત્તરવહી મુલ્યાંકનની કામગીરી શરૂ કરી દીધી હતી. જેથી સમયસર પરિણામ તૈયાર કરી શકાય. આ કામગીરી પુર્ણ થયા બાદ બોર્ડ દ્વારા સોમવારના રોજ ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.

12 સામાન્ય પ્રવાહના રિપીટર્સ વિદ્યાર્થીઓનું પરિણામ

– ધો.12 સામાન્ય પ્રવાહના 97 હજાર રિપીટર્સનું જાહેર થશે પરિણામ
– સોમવારે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે
-બોર્ડની વેબસાઇટ result.gseb.org પર જોઈ શકાશે પરિણામ
-વિદ્યાર્થીઓ પોતાના બેઠક નંબર દ્વારા મેળવી શકશે પરિણામ
– પરિણામ જાહેર થયા બાદ સ્કૂલોને મોકલવામાં આવશે માર્કશીટ

આ પણ વાંચો : Maharashtra: મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના PAના બંગલા પર ચાલ્યું બુલડોઝર, જાણો ભાજપના નેતાએ શું આપ્યું નિવેદન

આ પણ વાંચો : પ્રેગ્નેન્સીના સમાચારો વચ્ચે ફરી એકવાર જોવા મળી Aishwarya Rai Bachchan, દીકરી આરાધ્યા પણ હતી સાથે

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati