દિલ્હી VS ગુજરાત : શિક્ષણ મોડલ પર રાજકીય જંગ, સતત બીજા દિવસે AAP ના વિકાસ મોડલનુ નિરીક્ષણ કરશે ગુજરાત ભાજપનાં નેતાઓ

સતત બીજા દિવસે ભાજપના સભ્યો દિલ્લીમાં કેજરીવાલ મોડેલ જોશે.ભાજપ નેતાઓ નઝફગઢ વિસ્તારમાં સરકારીઓ શાળાઓ અને મોહલ્લા ક્લિનિકનું નિરીક્ષણ કરશે.

દિલ્હી VS ગુજરાત : શિક્ષણ મોડલ પર રાજકીય જંગ, સતત બીજા દિવસે AAP ના વિકાસ મોડલનુ નિરીક્ષણ કરશે ગુજરાત ભાજપનાં નેતાઓ
File Photo
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Jun 29, 2022 | 8:00 AM

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election) લઈને તમામ રાજકીય પક્ષો અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.ખાસ કરીને ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) દિલ્લીના વિકાસને મોડલ બનાવીને ચૂંટણી પ્રચાર કરી રહી છે.ત્યારે ભાજપના 17 સભ્યોની ટીમ દિલ્લીના વાસ્તવિક વિકાસનું નિરીક્ષણ કરવા પહોંચી છે.અને સતત બીજા દિવસે ભાજપના સભ્યો દિલ્લીમાં કેજરીવાલ મોડેલ જોશે.ભાજપ નેતાઓ નઝફગઢ વિસ્તારમાં સરકારીઓ શાળાઓ અને મોહલ્લા ક્લિનિકનું નિરીક્ષણ કરશે.આ પહેલા ભાજપના નેતાઓએ દિલ્લીના(Delhi)  અલગ અલગ વિસ્તારોની મુલાકાત લીધી હતી.અને ભદરપુર વિસ્તારની કેટલીક સ્કૂલની (SChool) મુલાકાત લીધી હતી.

ગોપાલ ઇટાલીયાના ભાજપ પર પ્રહાર

જ્યાં સંજય કોલોની વિસ્તારથી ભાજપે એક સ્કૂલનો વીડિયો ઉતારી વાયરલ કર્યો હતો.જેમાં દેખાય છે કે, શાળામાં છત નહીં પણ પતરા હતા.નવાઈની વાત તો એ છે કે દિવાલો પણ પતરાની હતી. વીડિયોમાં તૂટેલા પંખા અને બેન્ચીસ પણ જોવા મળે છે. તો ખુલ્લા વાયર અને તૂટેલું બ્લેક બોર્ડ પણ જોવા મળે છે.તમને જણાવી દઈએ કે, ભાજપનું(BJP)  આ 17 સભ્યોનું ડેલિગેશન બે દિવસ સુધી કેજરીવાલ સરકારની કામગીરીનું નીરિક્ષણ કરશે.

ગોપાલ ઇટાલીયા(Gopal Italia)  ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે દિલ્હી ગયા છો તો કંઈક સારું શીખીને આવજો.ઉપરાંત તેણે કહ્યું કે, શિક્ષણની શરૂઆત દિલ્હીથી થઈ હતી, શિક્ષણની કાયાપલટ થઈ જેનો રંગ આખા દેશમાં પ્રસરી, ત્યારે હવે ભાજપ જ્યારે દિલ્હીનું શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધા જોવા ગયું છે ત્યારે આ બાબત આમ આદમી પાર્ટીની સફળતા કહેવાય.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati