Gujarat Assembly Session Highlight: વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશનું સસ્પેનશન રદ કરવામાં આવ્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2022 | 7:33 PM

Gujarat Assembly 2022 Session Highlight: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. આ જે સત્રને પાંચમો દિવસ છે. આજે સત્રમાં શિક્ષણ અને રાઇટ ટુ એજ્યુકેશનને લગતા સવાલોના જવાબ રજુ કરવામાં આવ્યા હતા. 

Gujarat Assembly Session Highlight: વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશનું સસ્પેનશન રદ કરવામાં આવ્યું
Gujarat Assembly Session Live

Gujarat Assembly Session Highlight: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. આ જે સત્રને પાંચો દિવસ છે. આજે સત્રમાં શિક્ષણ અને રાઈટ ટુ એજ્યુકેશનને લગતા સવાલોના જવાબ રજુ કરવામાં આવ્યા હતા.

સત્રની શરૂઆત થતાં જ કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ધારાસભ્ય વિરજી ઠુંમર અમરીશ ડેર અને પ્રતાપ દુધાત દ્વારા વિધાનસભા ખાતે બેનર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લામાં ખેડૂતોને ચેક ડેમમાંથી રેતી અને માટી લેવાની મંજૂરી આપવા તેમજ વિકાસના કામોમાં તેમજ ખેડૂતોને નુકસાન થતું હોવાનો ધારાસભ્યોએ આક્ષેપ કર્યો હતો.

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશનું સસ્પેનશન રદ કરવામાં આવ્યું છે. દંડક પંકજ દેસાઈએ આ પ્રસ્તાવ મૂક્યો હતો. ગૃહમાં આ પ્રસ્તાવ સર્વાનુમતે પારિત કરાયો હતો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 07 Mar 2022 03:04 PM (IST)

    Gujarat Assembly Session Live: વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ કોરોના અને ડ્રગ્સ કાંડમાં સરકારની કામગીરી પર સવાલ ઊભા કર્યા

    Gujarat Assembly Session Live: વિધાનસભામાં રાજ્યપાલના સંબોધન પર ચર્ચામાં વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ કહ્યું કે સરકારે લખી આપેલ સ્ક્રીપ્ટ રાજ્યપાલે વાંચી સંભળાવી છે. તેમણે કહ્યું કે કોરોના મૃતકોને 4 લાખની જગ્યાએ સરકાર 50 હજાર જ ચૂકવે છે. કોરોના પીક પર હતો ત્યારે ગામડાઓની હોસ્પિટલમાં રેમડેસીવીર કે વેન્ટિલેટર ના હતા. નર્મદા એરિયામાં આવતા વિસ્તારને લિફ્ટ ઇરીગેશનથી સિંચાઈનું પાણી આપવાનું આયોજન પૂર્ણ થયું નથી. રાજ્યમાં હજારો કરોડનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે પણ ડ્રગના કૌભાંડના મૂળ સુધી સરકાર ગઈ નથી. સરકાર શું ગુજરાતને ઉડતા પંજાબ જેવું બનાવવા માગે છે? તેમણે કહ્યું કે પ્રાઇવેટ બંદર હોવાના કારણે યોગ્ય તપાસ નો અભાવ છે. તપાસ ના અભાવે વિદેશથી ડ્રગ ગુજરાતમાં પ્રવેશી રહ્યું છે. જે લોકો પકડાય છે એ ટ્રક ચાલક કે શાકભાજી વાળા હોય છે. સરકાર પોતાના જવાબમાં જણાવે કે ડ્રગ સિન્ડિકેટના મુખીયા કોણ છે?

  • 07 Mar 2022 01:46 PM (IST)

    Gujarat Assembly Session Live: અન્ન અને નાગરિક પુરવઠા નિગમ કોન્ટ્રાકટ કર્મચારીઓના ભરોશે ચાલી રહ્યું છે

    Gujarat Assembly Session Live: અન્ન અને નાગરિક પુરવઠા નિગમ કોન્ટ્રાકટ કર્મચારીઓના ભરોશે ચાલી રહ્યું હોવાનું સરકારના જવાબ પરથી જણાી રહ્યું છે. કોંગ્રેસના અશ્વિન કોટવાલના પ્રશ્નમાં સરકારે જવાબ આપ્યો હતો કે મંજૂર થયેલ ૧૪૩૧ના મહેકમ સામે ૨૦૨૧માં ફકત્ત ૫૦૩નું માનવબળ કાર્યરત હતું. કાયમી ભરતી ન થતી હોવાથી નિગમની કામગીરી આઉટસોર્સીંગથી લેવામાં આવી રહી છે. નિગમમાં મંજૂર મહેકમની ૬૫% જગ્‍યાઓ ખાલી છે. 2020માં 429 અને 2021માં 606 માનવબળ આઉટસોર્સીંગથી સેવાઓ લેવાઈ હતી.

  • 07 Mar 2022 01:42 PM (IST)

    Gujarat Assembly Session Live: ભાજપના ધારાસભ્ય રાકેશ શાહે કહ્યું કે પાકિસ્તાનના વિદ્યાર્થીઓ પણ તિરંગો લગાવી યુક્રેનની બહાર આવતા હતા

    Gujarat Assembly Session Live: યુક્રેનમાંથી વિદ્યાર્થીઓ પરત લાવવાનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ગાજ્યો હતો. રાજ્યપાલના પ્રવચન પર ચર્ચા સમયે ભાજપના ધારાસભ્ય રાકેશ શાહે નિવેદન આપ્યું હતું કે પાકિસ્તાનના વિદ્યાર્થીઓ પણ તીરંગો લગાવી યુક્રેનની બહાર આવતા હતા. પહેલા કોંગ્રેસના લોકો કહેતા કે પ્રધાનમંત્રી બહાર જ ફરે છે, પણ આજે બધા દેશો પોતાના વિદ્યાર્થીઓને બહાર નહોતા લાવી શક્યા ત્યારે આપણે બધાને પરત લાવીએ છીએ. તમારા સમયે પ્રધાનમંત્રી ક્યા હતા એ બધાને ખબર છે.

  • 07 Mar 2022 01:36 PM (IST)

    Gujarat Assembly Session Live: રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો કોંગ્રેસ સરકાર લાવી હતીઃ શૈલેષ પરમાર

    Gujarat Assembly Session Live: રાઈટ ટુ એજ્યુકેશનના પ્રશ્ની ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું હતું કે રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો કોંગ્રેસ સરકાર લાવી હતી. ગરીબ અને મધ્ય વર્ગીય બાળકોને શાળામાં મફત અભ્યાસ મળે હેતુસર નિયમ લાગુ કર્યો હતો. ભાજપ સરકાર ક્યાં રાજ્યમાં શું ચાલે છે. તેની ચિતા કરે છે પણ તે ગુજરાતની ચિતા કરે અન્ય રાજ્યોની નહિ તેમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે છેલ્લા બે વર્ષમાં ભરૂચ માં 1580 વિદ્યાર્થીઓને એડમિશન ન મળ્યું તેની પાછળ નું કારણ શુ? નર્મદાજિલ્લામાં 241 બાળકોને પ્રવેશ આપ્યો નથી. કેમ નથી આપ્યો તેના કારણો સરકાર જાહેર કરે. છેલ્લા બે વર્ષમાં ખાનગી શાળાઓની સંખ્યામાં વધારો થયો છે, પરતું રાઈટ ટુ એજ્યુકેશનમાં સીટો વધી નથી.

  • 07 Mar 2022 01:30 PM (IST)

    Gujarat Assembly Session Live: રાજ્યની 23 સરકારી પ્રાથમિક શાળાઓમાં વીજળીની સુવિધા જ નથી

    Gujarat Assembly Session Live: જ્યોતિગ્રામના દાવા વચ્ચે ગામડાંઓની પ્રાથમિક શાળામાં જ વીજળી નહીં હોવાનું બહાર આવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યે પૂછેલા પ્રશ્ના જવાબમાં સરકારે રજૂ કરેલા આંકડા પ્રમાણે રાજ્યની 23 સરકારી પ્રાથમિક શાળાઓમાં વીજળીનું કેક્શન નથી.

    સરકારના આંકડા પ્રમાણે કચ્‍છ-૨, સુરેન્‍દ્રનગર-૧, પોરબંદર-૭, દેવભૂમિદ્વારકા-૧, મોરબી-૩ અને ગીર-સોમનાથ-૯ થઈને કુલ-૨૩ સરકારી પ્રાથમિક શાળાઓમાં વીજળીની સુવિધા નથી. આ ઉપરાંત રાજ્યની ૫,૪૩૯ સરકારી પ્રાથમિક શાળાઓ અને ૨૭૨ ખાનગી પ્રાથમિક શાળાઓમાં કંપાઉન્‍ડ વોલ પણ નથી.

  • 07 Mar 2022 01:27 PM (IST)

    Gujarat Assembly Session Live: રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં સીંગતેલના 15 લીટરના ભાવમાં 794 રૂ. નો વધારો થયો

    Gujarat Assembly Session Live:

    રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં સીંગતેલના 15 લીટરના ભાવમાં 794 રૂ. નો વધારો થયો છે. વિધાનસભામાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના સવાલમાં સરકારે લેખિત આંકડા રજૂ કર્યા હતા જે મુજબ છૂટક સીંગતેલના ભાવમાં 1 લીટર એ 57 રૂ. નો વધારો થયો છે જ્યારે સીંગતેલના 15 લીટર ના ભાવમાં 794 રૂ. નો વધારો થયો છે. કપાસિયા તેલના 1 લિટરના ભાવમાં 65 રૂ. નો વધારો અને કપાસિયા તેલના 15 લીટર ના ભાવમાં 930 રૂ. નો વધારો થયો છે.

    કોવિડ સમયગાળામાં મજૂરોની અછત, કાચા માલની ખરીદી, માલ પરિવહનની મુશ્કેલી અને આંતરરાષ્ટ્રીય બજારોમાં વધારાના કારણે આ ભાવ વધારો થયાનો જવાબ સરકારે રજૂ કર્યો છે.

  • 07 Mar 2022 01:17 PM (IST)

    Gujarat Assembly Session Live: વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશનું સસ્પેનશન રદ કરવામાં આવ્યું

    Gujarat Assembly Session Live: વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશનું સસ્પેનશન રદ કરવામાં આવ્યું છે. દંડક પંકજ દેસાઈએ આ પ્રસ્તાવ મૂક્યો હતો. ગૃહમાં આ પ્રસ્તાવ સર્વાનુમતે પારિત કરાયો હતો.

  • 07 Mar 2022 01:13 PM (IST)

    Gujarat Assembly Session Live: રાઈટ ટુ એજ્યુકેશન એકટ હેઠળ બે વર્ષમાં રાજ્યમાં ૩૦,૬૫૧ ઓછા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો

    Gujarat Assembly Session Live: રાઈટ ટુ એજ્યુકેશન એકટ હેઠળ બાળકોને ખાનગી શાળાઓમાં આપવાપાત્ર થતો પ્રવેશ અને આપેલ પ્રવેશ અંગે પૂછેલ પ્રશ્નોના જવાબમાં જણાવાયું હતું કે રાઈટ ટુ એજ્યુકેશન એકટ ( આરટીઈ ) હેઠળ રાજ્યમાં વર્ષ ૨૦૨૧-૨૧માં ૯૮૩૧૨ અને વર્ષ ૨૦૨૧-૨૨માં ૭૫૫૦૩ બાળકો મળી કુલ ૧,૭૩,૮૧૫ બાળકોને પ્રવેશ આપવાપાત્ર હતો. પરંતુ વર્ષ ૨૦૨૦-૨૧માં ૭૮૯૮૯ અને ૨૦૨૧-૨૨માં ૬૪૧૭૫ બાળકો મળી કુલ ૧,૪૩ , ૧૬૪ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે. આમ રાજ્યમાં બે વર્ષમાં રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ૩૦,૬૫૧ ઓછા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે.

  • 07 Mar 2022 01:03 PM (IST)

    Gujarat Assembly Session Live: રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં ૧૯,૧૨૮ ઓરડાઓની ઘટ

    Gujarat Assembly Session Live: વિધાનસભામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓની ઘટ અંગે પૂછેલ પ્રશ્નોના જવાબમાં સંકલિત માહિતી રજૂ કરવામાં આવી હતી. જે પ્રમાણે રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં ૧૯,૧૨૮ ઓરડાઓની ઘટ છે. સરકારે સમયાંતરે આપેલા આંકડાઓ મુજબ વિકાસના દાવાની વચ્ચે રાજ્યમાં ઓરડાઓની ઘટ વધતી જાય છે . વર્ષ ૨૦૨૦-૨૦૨૧માં રાજ્યમાં માત્ર ૯૭૨ ઓરડાઓ જ બનાવવામાં આવ્યા છે. રાજ્યના ૧૪ જીલ્લાઓમાં વર્ષ ૨૦૨૦-૨૧ના વર્ષમાં એકપણ ઓરડો બનાવવામાં આવેલ નથી . ૨૦૧૫માં શિક્ષણ મંત્રીએ આપેલા જવાબ મુજબ સરકારી પ્રાથમિક શાળાઓમાં ૮,૩૮૮ ઓરડાઓની ઘટ હતી. ૨૦૧૮ માં શિક્ષણ મંત્રીએ આપેલા જવાબ મુજબ સરકારી પ્રાથમિક શાળાઓમાં ૧૬,૦૦૮ ઓરડાઓની ઘટ હતી. ૨૦૨૧ માં શિક્ષણ મંત્રીએ આપેલા જવાબ મુજબ સરકારી પ્રાથમિક શાળાઓમાં ૧૮,૫૩૭ ઓરડાઓની ઘટ હતી. ૨૦૨૨ માં શિક્ષણ મંત્રીએ આપેલા જવાબો મુજબ સરકારી પ્રાથમિક શાળાઓમાં ૧૯,૧૨૮ ઓરડાઓની ઘટ છે. આમ પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓની ઘટ ઉત્તરોત્તર વધી રહી છે.

Published On - Mar 07,2022 12:54 PM

Follow Us:
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">