Gujarat Assembly Session Live: વિધાનસભા સત્રની આજની કામગીરી શરૂ, ચર્ચાની શરૂઆતમાં જ કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2022 | 2:23 PM

Gujarat Assembly 2022 Session Live Updates: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની આજની કામગીરી શરૂ થઈ છે. ચર્ચાની શરૂઆતમાં જ કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતા. વડનગર અને ટેકાના ભાવ બાબતે આક્ષેપો કર્યા હતા.

Gujarat Assembly Session Live: વિધાનસભા સત્રની આજની કામગીરી શરૂ, ચર્ચાની શરૂઆતમાં જ કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો
Gujarat Assembly Session

Gujarat Assembly Session Live: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની આજની કામગીરી શરૂ થઈ છે. ચર્ચાની શરૂઆતમાં જ કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતા. વડનગર અને ટેકાના ભાવ બાબતે આક્ષેપો કર્યા હતા.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 17 Mar 2022 01:14 PM (IST)

    Gujarat Assembly Session Live: ખેલ મહાકુંભના નામે કરોડો રૂપિયાનો ખર્ચે કરવામાં આવે છે. પણ પ્રાથમિક શાળાઓમાં જરૂરી સુવિધા પૂરી પડાતી નથી

    Gujarat Assembly Session Live: પ્રશ્નોત્તરી કાળ દરમિયાન આનંદ ચૌધરી દ્વારા રમતગમત મંત્રીને સવાલ કરાયો હતો કે પ્રાથમિક શાળામાં વ્યાયામ શિક્ષક નથી. વ્યાયામ કોલેજો પણ બંધ થઈ ગઈ છે. રમત ગમત, કલા, સંગીત સહિતની પ્રવૃત્તિ બંધ થઈ છે. રમવાના મેદાન નથી, શિક્ષક નથી, તો કેવી રીતે બાળક આગળ વધશે. ખેલ મહાકુંભના નામે કરોડો રૂપિયાનો ખર્ચે કરવામાં આવે છે. પણ જરૂરી સુવિધા પૂરી પડાતી નથી.

  • 17 Mar 2022 12:16 PM (IST)

    Gujarat Assembly Session Live: કોંગ્રેસ ના સ્વર્ગીય mla અનિલ જોશીયાર નો શોક ઠરાવ વિધાનસભા માં cm દ્વારા મુકાયો, કોંગ્રેસે આભાર માન્યો

    Gujarat Assembly Session Live: આજે વિધાનસભામાં કોંગ્રેસના સ્વર્ગીય mla અનિલ જોશીયારનો શોક ઠરાવ cm દ્વારા મુકાયો હતો. આ બાબતે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે cmનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે અનિલ જોશીયાર ખૂબ સરળ અને સાદગી વાળા વ્યક્તિ હતા. Cm ભુપેન્દ્ર પટેલે અનિલ જોષીયરાની તબિયત નાદુરસ્ત થઈ ત્યારથી અમારા અને અનિલ જોશીયારના પરિવારના સંપર્ક માં હતા. ચેન્નઈ ખાતે ખસેડવામાં આવ્યા ત્યારે જે બિલ આવતું હતું તે સમૃદ્ધ પરિવારને પણ પોસાય એવું ના હતું. એ વખતે પણ cm એમની પડખે ઉભા રહ્યા હતા. સાથે જ જ્યારે એમનું મૃત્યુ થયું ત્યારે તાત્કાલિક ધોરણે ગૃહ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હતો. એમના પાર્થિવ શરીરને કેવી રીતે વતન લઈ જવાય એની ચિંતા પણ કરી હતી. રાજકારણથી પર થઇ પક્ષાપક્ષીથી પર રહી cm દ્વારા કરાયેલી કામગીરી બિરદાવવા લાયક છે

  • 17 Mar 2022 12:11 PM (IST)

    Gujarat Assembly Session Live: રાજ્યમાં ઇ મેમોના 309.33 કરોડ રુપિયા વસુલવાના બાકી

    Gujarat Assembly Session Live: ઈ-મેમો ઈશયું કરવા અંગે પૂછેલ પ્રશ્નોની સંકલિત માહિતી સરકારે રજૂ કરી છે. જે મુજબ રાજ્યમાં બે વર્ષમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 56 લાખ 17 હજાર 545 ઈ-મેમો ઈસ્યુ કરવામાં આવ્યા છે. જેમાંથી 61 કરોડ 42 લાખ 50 હજાર 996 રૂપિયા વસુલવામાં આવ્યા છે, જ્યારે 309 કરોડ 33 લાખ 74 હજાર 947 રૂપિયા વસુલવાના બાકી છે.

  • 17 Mar 2022 12:05 PM (IST)

    Gujarat Assembly Session Live: વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2019થી 2021સુધીમાં 20,90,339ને રોજગારીનો અંદાજ હતો પરંતુ 3,55,163થી વધુ લોકો જ રોજગારી મળી

    Gujarat Assembly Session Live: અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ સવાલ કર્યો હતો કે 2019 વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં સમિટવાર કુલ કેટલી જગ્યાઓ ઉભી થવાનો અંદાજ હતો અને 31-12-2021 સ્થિતિએ આ સમિતિમાં અંદાજે કેટલી રોજગારી ઊભી થઈ છે? આ બાબતે ઉદ્યોગ મંત્રી જવાબ આપતાં જણાવ્યું હતું કે અંદાજે 20,90,339 જગ્યાનો અંદાજ હતો પરંતુ 3,55,163થી વધુ લોકો માટે રોજગારી ઊભી થઈ છે.

  • 17 Mar 2022 11:37 AM (IST)

    Gujarat Assembly Session Live: 20 મિનિટ સુધી ગૃહમાં નેનો પ્રોજેકટ મામલે ચર્ચા ચાલી

    Gujarat Assembly Session Live: ગૃહમાં નેનો પ્રોજેકટ મામલે 20 મિનિટ સુધી ચર્ચા ચાલી હતી. વિપક્ષે આક્ષેપ કર્યો કે સરકાર જે શરતે નેનો પ્લાન્ટ માટે જમીન અને લોનમાં રાહત આપી હતી એ પૂર્ણ થઈ નથી. સરકાર આંકડા છુપાવી રહી છે. સરકારે સ્પષ્ટતા કરી કે કોઈ આંકડા છુપાવવામાં આવ્યા નથી.

  • 17 Mar 2022 11:33 AM (IST)

    Gujarat Assembly Session Live: સાણંદમાં સરકારે મફતના ભાવે ટાટા નેનો પ્રોજેકટ માટે જમીન આપી હોવાનો વિપક્ષનો ગૃહમાં આક્ષેપ

    Gujarat Assembly Session Live: વિપક્ષનો ગૃહમાં આક્ષેપ કર્યો હતો કે સાણંદમાં સરકારે મફતના ભાવે ટાટા નેનો પ્રોજેકટ માટે જમીન આપી છે. આ બાબતે સરકારે જવાબ આપ્યો હતો કે નેનો પ્રોજકટના કારણે અનેક લોકોને રોજગારી મળી છે. ઔધોગિક નિયમોને ધ્યાનમાં રાખીને જ જમીનની ફાળવણી કરવામાં આવી હતી.

  • 17 Mar 2022 11:25 AM (IST)

    Gujarat Assembly Session Live: વડનગરમાં બૌધ સંકૃતિ મુદ્દે કોંગ્રેસના આક્ષેપ, સરકારે ખોટા ગણાવ્યા

    Gujarat Assembly Session Live: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની આજની કામગીરી શરૂ થઈ છે. જેમાં કોંગ્રેસના mla નૌશાદ સોલંકીએ વડનગરમાં બૌધ સંસ્કૃતિના ઉલ્લેખ મામલે સરકાર પર આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું કે વડનગરમાં વર્ષો પહેલા બૌદ્ધ સંસ્કૃતિ હતી જેનો ઉલ્લેખ સરકાર કરતી નથી. જોકે સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ આ આક્ષેપ નકાર્યા હતા. તેણે જણાવ્યું કે વડનગરમાં વર્ષો પહેલા અનેક સંસ્કૃતિ વસી હતી જેમાંથી એક બૌદ્ધ સંસ્કૃતિ હતી. આ બાબતે સરકાર સામે વિપક્ષનો આક્ષેપ ખોટો છે.

Published On - Mar 17,2022 11:24 AM

Follow Us:
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">