Gujarat Assembly Election 2022 : ગુજરાત ભાજપે વધુ 11 વિધાનસભા બેઠકોના પ્રભારીના નામ જાહેર કર્યા

Gujarat Assembly Election 2022 : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપે સંગઠનને લઇને કવાયત તેજ કરી દીધી છે. જેમાં ગુજરાત ભાજપના પ્રમુખ સી. આર. પાટીલે  આજે ઉત્તર ગુજરાતની 10 અને દક્ષિણ ગુજરાતની એક વિધાનસભા બેઠકના પ્રભારીના નામની જાહેરાત કરી છે.

Gujarat Assembly Election 2022 :  ગુજરાત ભાજપે વધુ 11 વિધાનસભા બેઠકોના પ્રભારીના નામ જાહેર કર્યા
Gujarat BJP announces names in charge of 11 assembly seatsImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2022 | 10:25 PM

Gujarat Assembly Election 2022 :  ગુજરાતમાં (Gujarat) વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપે સંગઠનને લઇને કવાયત તેજ કરી દીધી છે. જેમાં ગુજરાત ભાજપના(BJP)  પ્રમુખ સી. આર. પાટીલે(CR Paatil)   આજે ઉત્તર ગુજરાતની  10 સહિત 11  વિધાનસભા બેઠકના પ્રભારીના નામની જાહેરાત કરી છે.  જેમાં બનાસકાંઠાની વડગામ વિધાનસભાના પ્રભારી તરીકે કનુભાઈ હીરાભાઈ પરમાર, બનાસકાંઠાની પાલનપુર વિધાનસભા બેઠકના પ્રભારી તરીકે મહેન્દ્રકુમાર બાવરિયા,પાટણ વિધાનસભા બેઠકના પ્રભારી તરીકે કુણાલ ભટ્ટ, મહેસાણાની ઉંઝા વિધાનસભા બેઠકના પ્રભારી તરીકે રાજુલબેન દેસાઇ, મહેસાણાની બેચરાજી વિધાનસભા બેઠકના પ્રભારી તરીકે સ્નેહલ પટેલની નિમણૂક કરવામાં આવી છે.

જ્યારે  મહેસાણા વિધાનસભા બેઠકના પ્રભારી તરીકે ભારતસિંહ ભટેસરીયા, કર્ણાવતીના નિકોલ વિધાનસભા બેઠકના પ્રભારી તરીકે પંકજસિંહ ચૌહાણ, કર્ણાવતીના જમાલપુર- ખાડિયા વિધાનસભા બેઠકના પ્રભારી તરીકે ગૌતમ શાહ, અમદાવાદ જિલ્લાની ધોળકા વિધાનસભા બેઠકના પ્રભારી તરીકે રાજેશ પંચાલ, અમદાવાદ જિલ્લાની ધંધુકા વિધાનસભા બેઠકના પ્રભારી તરીકે નાજાભાઇ ધાંધર, તેમજ સુરત શહેરની સુરત ઉત્તર વિધાનસભા બેઠકના પ્રભારી તરીકે સુરત શહેરના પૂર્વ કાઉનસીલર મહેન્દ્ર પટેલની નિમણૂક કરવામાં આવી છે.

ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત

ઉલ્લેખનીય છે  કે, આ પૂર્વે   ભાજપે દક્ષિણ ઝોન ની 35 બેઠક પર પ્રભારીઓના નામ જાહેર કર્યાં હતા. આ પહેલા મધ્ય ઝોન તથા ઉત્તર ઝોનની વિધાનસભા બેઠક માટેના પ્રભારીઓના નામની જાહેરાત કરાઈ હતી. પ્રદેશ ભાજપની એક ઉચ્ચસ્તરની બેઠક ગાંધીનગર ખાતે મળી હતી જેમાં દક્ષિણ ઝોનની 35 બેઠક પર પ્રભારીઓના નામ જાહેર કર્યાં હતા . ઉલ્લેખનીય છે કે ગત શુક્રવારના રોજ ભાજપા દ્વારા ઉત્તર ઝોનમાં આવેલી 59 વિધાનસભા બેઠકો માટે પ્રભારીઓની જાહેરાત કરવામાં આવી છે. ઉત્તર ઝોનમાં આવેલી આ 59 સીટમાં અમદાવાદ અને ગાંધીનગરની વિધાનસભા સીટનો સમાવેશ થાય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">