Gujarat માં નવી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી-2022 જાહેર કરાઇ, મંજૂરીની તમામ પ્રક્રિયા ઓનલાઇન થશે

ગુજરાતમાં(Gujarat) રો નીતિ મુજબ હવે ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાવવા માટેની તમામ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન થઇ જશે. તેની મંજુરી માટે 60 દિવસની સમયમર્યાદા નિયત કરાઇ છે. આ મંજુરી માટે અત્યાર સુધી જે જુદા-જુદા વિભાગો પોતાની અલગ-અલગ નીતિ ધરાવતા હતા તેની કાર્યવાહીમાં હવે એકસુત્રતા આવશે.

Gujarat માં નવી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી-2022 જાહેર કરાઇ, મંજૂરીની તમામ પ્રક્રિયા ઓનલાઇન થશે
Gujarat Telecom Infrastructure Image Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2022 | 10:20 PM

ડિજીટલ ઇન્ડિયા મિશનને સાકાર કરવાની દિશામાં ગુજરાત (Gujarat) સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ દ્વારા વધુ એક નક્કર પગલુ ભરવામાં આવ્યુ છે. ઓપ્ટિકલ ફાઈબર અને મોબાઈલ ટાવર પ્રસ્થાપિત કરવા માટે તેના ઇન્સ્ટોલેશન માટેની પરવાનગી આપતા રાજ્યના તમામ વહીવટી વિભાગોની એક સંકલિત પોલિસી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી-2022 (Telecom Infrastructure Policy-2022)  જાહેર કરવામાં આવી છે. આ ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી થકી હવે અંડરગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓવરગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સિંગલ વિન્ડો ક્લીયરન્સ પેટર્નથી ઇન્સ્ટોલેશન પરવાનગી મળતી થશે.

પોલિસીની જરૂરિયાતોને ધ્યાને લઇને આ નવી ROW (રો) પોલીસી તૈયાર કરવામાં આવી

પર્યાપ્ત બેન્ડવિથ સાથે એક મજબૂત માહિતી અને સંચાર ટેકનોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા રાજ્યમાં અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક અને ટેલિકોમ ટાવર સ્થાપિત કરવાની જરૂરિયાતોને ધ્યાને લેતાં ભારત સરકાર દ્વારા વર્ષ-2016 માં ” Right of Way (ROW) POLICY” જાહેર કરવામાં આવી હતી. જે અનુસંધાને ગુજરાત રાજ્યમાં પણ આ પોલિસીની જરૂરિયાતોને ધ્યાને લઇને આ નવી ROW (રો) પોલીસી તૈયાર કરવામાં આવી છે.

 વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ મંત્રી જીતુ વાઘાણીની દૂરંદેશી નીતિ

ગુજરાતમાં અલગ અલગ વહીવટી વિભાગો દ્વારા તેમના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (ઓપ્ટિકલ ફાઈબર) અને ઓવર ગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (મોબાઈલ ટાવર) પ્રસ્થાપિત કરવા અલગ-અલગ નીતિઓ અમલી હતી. પરંતુ સમગ્ર રાજયમાં અંડરગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (ઓપ્ટિકલ ફાઈબર) અને ઓવરગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (મોબાઈલ ટાવર) પ્રસ્થાપિત કરવા કોઇ સંકલિત- સમાન નીતિ ન હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ મંત્રી જીતુ વાઘાણીની દૂરંદેશી નીતિ તેમજ માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા પહેલ કરી રાજયમાં તમામ વહીવટી વિભાગોની આ બાબતે એક સંકલિત પોલીસી બનાવવા સંબંધિત વિભાગો સાથે પરામર્શ કરીને સમગ્ર રાજ્ય માટે અંડરગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (UTl) માટે અને ઓવરગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (OTI ) માટેના ઇન્સ્ટોલેશન માટેની પરવાનગી આપવાની ભારત સરકારની નીતિને અનુરૂપ  Single Window Clearance પેટર્ન મુજબ ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી- 2022  ની જાહેરાત કરવામાં આવી છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ભારત સરકારની 2016 ની નિતીને આધારે રાજ્યની આવી નીતિ

કોઈ પણ રાજ્યની આર્થિક સમૃધ્ધિનો આધાર મહદ અંશે તેના રોડ-રસ્તા અને વાહન-વ્યવહારની સુગમતા તેમજ સરકારની ઔધ્યોગિક નિતિઓ ઉપર હોય છે. એવી જ રીતે આજના આધુનિક યુગમાં ડીજીટલ વ્યવહારની ઝડપ પણ ખુબ અગત્યની છે તે માટે રાજ્યમાં અંડરગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (UTl)અને ઓવરગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (OTl)સ્થાવવા માટેની બાબતે સુગમતા તેમજ ઓનલાઇન મંજૂરી જેવી બાબતોને ધ્યાને લઈ ભારત સરકારની 2016 ની નિતીને આધારે રાજ્યની આવી નીતિ ઘડવા તૈયાર કરવામાં આવી છે.

આ નવી “રો”નીતિ મુજબ હવે ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાવવા માટેની તમામ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન થઇ જશે. તેની મંજુરી માટે 60 દિવસની સમયમર્યાદા નિયત કરાઇ છે. આ મંજુરી માટે અત્યાર સુધી જે જુદા-જુદા વિભાગો પોતાની અલગ-અલગ નીતિ ધરાવતા હતા તેની કાર્યવાહીમાં હવે એકસુત્રતા આવશે.

રાજ્ય સરકારની નવી ROW (રો) પોલીસીના અમલીકરણથી ઇન્ટરનેટ થકી ઇ-ટ્રાન્ઝેક્શનમાં સુગમતા તથા બેન્ડવીથમાં થનાર વૃધ્ધિને પરિણામે રાજ્ય વિશ્વકક્ષાની હરોળમાં આવશે. રાજયમાં તમામ વહીવટી વિભાગોની એક જ સંકલિત પોલીસી બનવાથી લાભાર્થીઓને એક જ ઓનલાઇન પ્લેટફોર્મ પર કાર્યવાહી કરવી શક્ય બનશે અને “ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેશ”ની દિશામાં રાજ્યની એક નવી પહેલ લેખાશે. આ માટેની મંજૂરી માટે નિયત સમય મર્યાદા રાખવામાં આવી હોવાથી વહીવટમાં પારદર્શિતા વધશે તેમજ વહીવટી પ્રક્રિયામાં ઝડપ આવશે. એટલુ જ નહિ, આ પોલીસીને લીધે ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટીક આઇ.ટી.ક્ષેત્રનું રાજ્યમાં રોકાણ વધશે. જેને પગલે પરોક્ષ રીતે રોજગારી પણ વધશે અને જેનો ફાયદો રાજ્યના જીડીપીને થશે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">