Gujarat : શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય, નવા સત્ર પહેલા ધો. 9-10-12ના વિદ્યાર્થીઓની યોજાશે નિદાન કસોટી

Gujarat Education Update : શિક્ષણ બોર્ડ દ્વારા 10 થી 12 જુલાઈ દરમિયાન નિદાન પરીક્ષા યોજવામાં આવશે. આ માટે શિક્ષણ બોર્ડ ( Education Board ) દ્વારા નિદાન કસોટીના પ્રશ્નપત્ર શાળાઓને આપવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2021 | 1:14 PM

Gujarat Education Update : ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં નવું સત્ર શરૂ (Education year) થાય તે પહેલા વિદ્યાર્થીઓની નિદાન કસોટી યોજવામાં આવશે.આગામી સમયમાં બોર્ડ (Board) દ્વારા ધોરણ 9, 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓની નિદાન કસોટીનું આયોજન કરવામાં આવશે.

બોર્ડ દ્વારા 10 થી 12 જુલાઈ દરમિયાન આ નિદાન પરીક્ષા યોજવામાં આવશે. આ માટે શિક્ષણ બોર્ડ (Education Board) દ્વારા નિદાન કસોટીના પ્રશ્નપત્ર શાળાઓને આપવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે, આ નિદાન કસોટી વિદ્યાર્થીઓએ ઘરેથી આપવાની રહેશે.

બોર્ડ દ્વારા સાતમી જુલાઈએ DEO (District Education office) અને કન્વીનરોને મેઈલ દ્વારા પ્રશ્નપત્રો મોકલવામાં આવશે. ત્યારબાદ DEO મારફતે દરેક શહેરોની શાળાઓને પ્રશ્નપત્રો મોકલવામાં આવશે. ઉપરાંત www.gseb.org વેબસાઈટ દ્વારા પણ શાળાઓ પ્રશ્નપત્રો મેળવી શકશે.

જેમાં, ધોરણ 9 અને 10 માં ગણિત, વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાન (Social science) જેવાં મુખ્ય વિષયોની (main subject) નિદાન કસોટી લેવામાં આવશે. જ્યારે ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાં (Science) અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ભૌતિક અને રસાયણ વિજ્ઞાનની નિદાન કસોટી યોજવામાં આવશે.ઉપરાંત, ધોરણ12નાં સામન્ય પ્રવાહના વિદ્યાર્થીઓએ સમાજ શાસ્ત્ર, ભુગોળ અને આંકડાશાસ્ત્રની (statistics)  નિદાન કસોટી આપવાની રહેશે.

નિદાન કસોટી બાદ 13 થી 14 જુલાઈ સુધીમાં દરેક શાળાઓએ ઉતરવહી બોર્ડને પરત કરવાની રહેશે અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં કમાન્ડ કંટ્રોલ સેન્ટર (Command Control center)  ખાતેથી વિદ્યાર્થીઓના માર્ક અપલોડ કરવામાં આવશે.

વાલીઓનું કહેવું છે કે,” બાળકોની ઘરેથી પરીક્ષા લેવામાં આવે તેની જગ્યાએ શાળામાં પરીક્ષા લેવાય તો બાળકોએ છેલ્લા બે વર્ષમાં શીખેલ આભ્યાસનું યોગ્ય મુલ્યાંકન થઈ શકે.”

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">