Gandhinagar: સરકારે વિવિધ માગણીઓને પુરી કરવાની સંમતિ દર્શાવતા અંતે આરોગ્યકર્મીઓની હડતાળ સમેટાઇ

પોતાની વિવિધ પડતર માગને લઇ આરોગ્ય કર્મચારીઓ (Health workers) ઘણા સમયથી હડતાળ પર હતા. ગ્રેડ પે (Grade Pay)સહિતની પડતર માગણીઓને લઇને આરોગ્યકર્મીઓ લડત ચલાવી રહ્યા હતા. જો કે સરકારે તેમની માગણીઓ હવે સ્વીકારી લીધી છે.

Gandhinagar: સરકારે વિવિધ માગણીઓને પુરી કરવાની સંમતિ દર્શાવતા અંતે આરોગ્યકર્મીઓની હડતાળ સમેટાઇ
સરકારે આરોગ્ય કર્મચારીઓની માગણીઓ સ્વીકારતા હડતાળ સમેટાઇ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2022 | 10:12 AM

રાજ્યના આરોગ્ય કર્મીઓની (healthcare worker) હડતાળ આખરે સમેટાઈ છે. વિવિધ માંગણીઓને લઈ સરકારે સંમતિ દર્શાવતાં ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખે હડતાળ વિરામની જાહેરાત કરી છે. રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ (Health Minister Rishikesh Patel) સાથે થયેલી મુલાકાત બાદ આ જાહેરાત કરવામાં આવી છે. તેમણે હડતાળને વિરામ આપી આજથી ફરજ પર હાજર થવા આરોગ્યકર્મીઓને આદેશ કર્યો છે. સાથે જ નક્કી કરેલા ઠરાવો અને નિર્ણયો જો સમયસર નહીં થાય તો ફરીથી આંદોલન (Protest) કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.

આરોગ્ય કર્મચારીઓેએ કેટલાક મુદ્દા પર સહમતી સાધીને હડતાળ સમેટી છે. આ મુદ્દાઓની વાત કરીએ તો..

  1. કમિટીની રચના કરી 15 દિવસમાં અહેવાલ રજૂ કરવાનો રહેશે કે આરોગ્યકર્મીઓને ટેક્નીકલ ગણવા કે નહીં, જો ટેક્નીકલ કર્મચારી ન ગણતા હોય તો તેમની પાસે ટેક્નીકલ કામગીરી બંધ કરાવવાની અને જો ટેક્નીકલ કર્મચારી ગણતા હોય તો તે પ્રમાણે પગાર-ધોરણ આપવા ઠરાવ કરવો.
  2. કોરોનાકાળ દરમિયાન શનિ-રવિની રજાનો પગાર ચૂકવવા આદેશ કરવો.
  3. IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
    હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
    જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
    IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
    આજનું રાશિફળ તારીખ : 24-04-2024
    લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
  4. 5 દિવસમાં ઠરાવ કરીને 15 હજાર રૂપિયા કોરોના વોરિયર્સ ભથ્થું આપવું. સરકારે જાહેર કરેલા માસિક ભથ્થાનો 5 દિવસમાં ઠરાવ કરીને આદેશ કરવો.
  5. તમામ આરોગ્યકર્મીઓને પી.ટી.એ. આપવા પાંચ દિવસમાં ઠરાવ કરવો.
  6. હડતાળ પર ઉતરેલા કર્મીઓની રજા પોતાની જમા રજાઓ ગણી પગાર કરવો અને કર્મચારીઓ ઉપર થયેલા કેસ કે નોટિસ પરત ખેંચવા. આ તમામ મુદ્દા પર સહમતી સધાતા હડતાળ સમેટવામાં આવી છે.

ઘણા સમયથી પડતર માગણીઓને લઇને આરોગ્ય કર્મીઓ હડતાળ પર હતા

પોતાની વિવિધ પડતર માગને લઇ આરોગ્ય કર્મચારીઓ ઘણા સમયથી હડતાળ પર હતા. ગ્રેડ પે સહિતની પડતર માગણીઓને લઇને આરોગ્યકર્મીઓ લડત ચલાવી રહ્યા હતા. આરોગ્ય કર્મીઓની માગણી હતી કે અન્ય રાજ્યોમાં આરોગ્ય કર્મીઓને સારું વળતર મળે તો ગુજરાતમાં કેમ નહીં. જો કે લાંબી સમય સુધી આરોગ્ય કર્મીઓએ ચલાવેલી હડતાળ બાદ અંતે સરકારે તેમની માગણીઓ માની લીધી છે. જેથી આરોગ્ય કર્મચારીઓની હડતાળ સમેટાઇ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">