GSEB HSC Result 2021 : ધો-12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, 15.32 ટકા પરિણામ

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. કુલ 15.32 ટકા પરિણામ જાહેર થયું છે. 30,343 રિપીટર વિદ્યાર્થીઓએ આ વરસે પરીક્ષા આપી હતી. જેમાં 4649 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

Utpal Patel
| Edited By: | Updated on: Aug 16, 2021 | 3:34 PM

GSEB HSC Result 2021 : ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. કુલ 15.32 ટકા પરિણામ જાહેર થયું છે. 30,343 રિપીટર વિદ્યાર્થીઓએ આ વરસે પરીક્ષા આપી હતી. જેમાં 4649 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

કોરોના વાયરસની બીજી લહેરને કારણે સરકારે ધોરણ-10 અને ધોરણ-12ના રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરી માસ પ્રમોશન આપ્યું હતું. આ વિદ્યાર્થીઓને નક્કી કરેલી ફોર્મ્યુલા મુજબ પરિણામ તૈયાર કરી આપવામાં આવ્યાં હતા. જયારે રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરવામાં આવી ન હતી.

બોર્ડના નિર્ણય અને આયોજન બાદ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા જૂલાઈ મહિનામાં જ લેવાઈ હતી. આ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ પોતાની બેઠક નંબરના આધારે બોર્ડની વેબસાઈટ પર પોતાનું પરિણામ જોઈ શકે છે. શાળાઓમાં માર્કશીટ મોકલવાની જાહેરાત આવનારા દિવસોમાં કરવામાં આવશે.

આ પણ વાંચો : GANDHINAGAR : રાજ્યમાં ખેડૂતોને મળતા વીજ પુરવઠામાં ધરખમ વધારો કરવામાં આવ્યો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">