Gandhinagar : સિવિલ હોસ્પિટલના તબીબનું અમાનવીય વર્તન, મહિલાને 50 ફુટ દુર સુધી ઢસડી, વીડિયો વાયરલ થયો

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના તબીબની દાદાગીરી સામે આવી છે. જેમાં સામાન્ય પેટિયું રળીને પોતાનું ગુજરાન ચલાવતી મહિલાને 50 ફૂટ સુધી ઢસડીને તેની પર અત્યાચાર ગુજાર્યાની ઘટના સામે આવી છે.

Gandhinagar : સિવિલ હોસ્પિટલના તબીબનું અમાનવીય વર્તન, મહિલાને 50 ફુટ દુર સુધી ઢસડી, વીડિયો વાયરલ થયો
Gandhinagar: Inhuman treatment by civil hospital doctor, woman pushed 50 feet away
Follow Us:
Nirmal Dave
| Edited By: | Updated on: Aug 27, 2021 | 2:31 PM

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના તબીબની દાદાગીરી અને અમાનવીય કૃત્યની ઘટના સામે આવી છે. જેમાં સામાન્ય પેટિયું રળીને પોતાનું ગુજરાન ચલાવતી મહિલાને 50 ફૂટ સુધી ઢસડીને તેની પર અત્યાચાર ગુજાર્યાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં સિવિલ હોસ્પિટલના ઓર્થો વિભાગના ડોક્ટર સામે લોકો ફીટકારની લાગણી વરસાવી રહ્યાં છે.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઓર્થો વિભાગમાં ફરજ બજાવતાં ડો. વિકી પરીખ શનિવારના રોજ સિવિલ હોસ્પિટલના દરવાજા પાસેથી પસાર થતાં હતા. આ સમયે સામાન્ય વરસાદ હોવાથી દરવાજાની ઓથ હેઠળ બેસી અને રૂમાલનું વેચાણ કરતી ઝરીના મિયાણી તરફ તેમની નજર જતાં આ મહિલાને દરવાજા પાસે બેસીને ધંધો કેમ કરે છે ? તેમ જણાવી તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. વધુમાં ઝરીના મિયાણીને ઢસડીને લગભગ 50 ફૂટ દૂર સુધી લઈ ગયા હતા.

આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે. ત્યારે આ મામલે સિવિલ હોસ્પિટલના અધિક્ષકને જાણ થઈ છે. ઘટના સંદર્ભે સુપ્રિટેન્ડેન્ટ દ્વારા વડી કચેરીને જાણ કરવામાં આવી છે. વડી કચેરીને સમગ્ર ઘટના સંદર્ભે પત્ર લખી અને આગામી કાર્યવાહી વડી કચેરી દ્વારા કરવામાં આવશે તેમ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના વડા જણાવી રહ્યાં છે. જોકે સમગ્ર ઘટનાએ હોસ્પિટલ તંત્રને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દીધા છે તેમ પણ તેઓ જણાવી રહ્યાં છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આખીયે ઘટના અંગે ભોગ બનનારી મહિલાએ સેક્ટર 7 પોલીસ મથકમાં લેખિત ફરિયાદ પણ કરી છે. જો કે પોલીસ દ્વારા હજુ પણ કોઈ કાર્યવાહી નથી કરાઈ તેમ ભોગ બનનારી મહિલા જણાવી રહી છે. તબીબ દ્વારા મહિલા સાથે જે રીતે અત્યાચાર ગુજારવામાં આવ્યો છે ત્યારે ડોક્ટરમાંથી ડોન બનેલા ડો. વિકી પરીખ સામે લોકો ફીટકારની લાગણી વરસાવી રહ્યાં છે.

હાલ તો આ વીડિયોને લઇને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાઓ જાગી છે. અને, યુઝર્સ આ વીડિયોને મોટા પ્રમાણમાં વાયરલ કરી રહ્યાં છે. ત્યારે યુઝર્સ આ અંગે તપાસ કરવા અને ન્યાયની માગ કરી રહ્યાં છે.

આ પણ વાંચો : Gold Price Today : ટૂંક સમયમાં સોનું 50,000 ના સ્તરે પહોંચવાનું નિષ્ણાંતોનું અનુમાન , જાણો આજના લેટેસ્ટ રેટ

આ પણ વાંચો : ભારતીય ફિલ્મો અને સ્લેબ્સના નામે છે આ જબરદસ્ત ગિનિસ વર્લ્ડ રેકોર્ડ, વર્ષો સુધી કોઈ તોડી નહી શકે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">