GANDHINAGAR : આયોજનબદ્ધ શહેરી વિકાસની દિશામાં પગરણ, ગાંધીનગર-રાજકોટની ડ્રાફ્ટ TPને સરકારની મંજુરી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જે ત્રણ નગરોના આવા ડેવલપમેન્ટ પ્લાનના ફાયનલ નોટીફીકેશનને મંજુરી આપી છે તેમાં મહેસાણા, બારડોલી અને ધરમપુરનો સમાવેશ થાય છે. આ સાથે ગાંધીનગર-ગુડાની ડ્રાફ્ટ ટી.પી.-રાજકોટની ડ્રાફ્ટ ટી.પી.ને પણ મુખ્યમંત્રીએ મંજુરી આપી.

GANDHINAGAR : આયોજનબદ્ધ શહેરી વિકાસની દિશામાં પગરણ, ગાંધીનગર-રાજકોટની ડ્રાફ્ટ TPને સરકારની મંજુરી
CM rupani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2021 | 7:40 PM

GANDHINAGAR : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના મહાનગરો-નગરોના વિકાસને આયોજનબદ્ધ રીતે આગળ ધપાવી સર્વગ્રાહી શહેરી વિકાસની નેમ અન્વયે એક જ દિવસમાં ત્રણ નગરોના વિકાસ નકશા- ડેવલપમેન્ટ પ્લાનના આખરી-ફાઇનલ નોટીફિકેશનને મંજુરી આપી છે.મુખ્યમંત્રીએ જે ત્રણ નગરોના આવા ડેવલપમેન્ટ પ્લાનના ફાયનલ નોટીફીકેશનને મંજુરી આપી છે તેમાં મહેસાણા, બારડોલી અને ધરમપુરનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રીએ ઉત્તર ગુજરાતના મહત્વના શહેર મહેસાણાના છેલ્લા બે દશકમાં થયેલા ઉત્તરોત્તર વિકાસ તેમજ શહેરની આગવી ઓળખ માટેના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ સૂચનોને આવરી લઈને તૈયાર થયેલા મહેસાણા ડી.પી.ને આખરી મંજૂરી આપી છે.

આ ઉપરાંત તેમણે દક્ષિણ ગુજરાતના ધરમપુર નગરના ડેવલપમેન્ટ પ્લાનના ફાઇનલ નોટીફિકેશનને પણ મંજૂર કર્યું છે. મુખ્યમંત્રીએ બારડોલી શહેરી વિકાસ સત્તા મંડળ-બુડા અંતર્ગત બારડોલી શહેર અને આસપાસના 16 ગામોના વિકાસ નકશાઓને આપેલી પ્રાથમિક મંજૂરી અને તેમાં આવેલા વાંધા-સૂચનોને ગુણવત્તાના ધોરણે ધ્યાનમાં લઈને બારડોલીના વિકાસ નકશાને પણ આખરી મંજૂરી આપી છે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

મુખ્યમંત્રીએ આ ત્રણેય નગરોમાં ડેવલપમેન્ટ પ્લાનના ફાઇનલ નોટીફિકેશનને મંજૂરી આપતા હવે આવનારા બે દશક-20 વર્ષ માટેનો આ શહેરોનો આયોજનબદ્ધ વિકાસ માર્ગ મોકળો થયો છે. મુખ્યમંત્રીએ આ ત્રણ નગરોના ડેવલપમેન્ટ પ્લાનના આખરી જાહેરનામાં મંજૂર કરવા સાથે જ ગાંધીનગર-ગુડા વિસ્તારની અને રાજકોટની ડ્રાફ્ટ ટી.પી.ને પણ મંજૂરી આપી છે.

તદ્દનુસાર, પાટનગર ગાંધીનગરના આયોજનની પથરેખા પર જ સાબરમતી નદીના પૂર્વ વિસ્તારની અને ગિફ્ટ સિટીની ઉતરે પાલજ, બાસણ, લવારપુર, શાહપુરની ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં. ૨૫ ને મંજૂરી આપવામાં આવી છે. તે સાથે જ રાજકોટની રૈયા નં. 1 (સેકન્ડ વેરીડ)ની ડ્રાફ્ટ ટીપી પણ મંજૂર થઈ છે.

પાટનગર ગાંધીનગરની ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં. 25 ને મંજુરી મળવાથી ગાંધીનગર મહાનગરમાં અંદાજે વધુ 350 હેક્ટર્સનો વિસ્તાર આયોજનબદ્ધ રીતે વિકસીત થશે.

આ સ્કિમના પરિણામે ગાંધીનગર શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ ગુડાને રસ્તા ઉપરાંત સામાજિક આર્થિક રીતે નબળા વર્ગોના લોકો માટે 3.50 હેક્ટર્સ, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે 17 હેક્ટર, બાગ-બગીચા તેમજ ખુલ્લી જગ્યા માટે 10 હેક્ટર જમીન સંપ્રાપ્ત થશે.

એટલું જ નહીં, રહેણાંક-વાણિજ્યિક વેચાણના હેતું માટે 38.66 હેક્ટર જમીન પ્રાપ્ત થશે. ગાંધીનગરના શહેરીજનોને આના પરિણામે વધુ સુવિધાઓ ઉપલબ્ધ બનશે. મુખ્યમંત્રીએ શહેરી વિકાસ આયોજનને વધુ સુદ્રઢ અને સમયબદ્ધ બનવવા આવી ડી.પી ટી.પી ની મંજૂરીની કામગીરી વેગવંતી બનાવવા વિભાગના અધિકારીઓને સૂચનાઓ પણ આપી છે.

Latest News Updates

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">