ગાંધીનગરના પેથાપુરમાંથી મળેલા બાળક અને પિતા સચીન દીક્ષિતના ડીએનએ મેચ થયા

ગાંધીનગર પોલીસને સાયન્ટીફીક સજ્જડ પુરાવો મળ્યો છે. જેમાં બાળક અને તેના પિતા સચીનના ડીએનએ(DNA) મેચ થતા હોવાનો રિપોર્ટ મળ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2021 | 2:47 PM

ગાંધીનગરમાં(Gandhinagar)  પેથાપુરમાંથી(Pethapur)  બાળક (Child) મળવાની ઘટનામાં મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગાંધીનગર પોલીસને સાયન્ટીફીક સજ્જડ પુરાવો મળ્યો છે. જેમાં બાળક અને તેના પિતા સચીનના ડીએનએ(DNA) મેચ થતા હોવાનો રિપોર્ટ મળ્યો છે. ગાંધીનગર પોલીસનો દાવો છે કે આ સજ્જડ પુરાવો છે જે કોર્ટ કાર્યવાહીમાં મદદરૂપ થશે.

ઉલ્લેખનીય છે કે સચીનને પ્રેમિકા સાથેના સંબંધમાં બાળકોનો જન્મ થયો હતો.હિના પેથાણી(Hina Pethani) હત્યા કેસના આરોપી સચિન દીક્ષિતના 11 ઓકટોબરના રોજ (Sachin Dixit) ડીએનએ ટેસ્ટ(DNA Test) માટેના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે,  14 ઓકટોબરે સચીનના રિમાન્ડ પુરા થતા બાપોદ પોલીસની ટીમ ટ્રાન્સફર વોરન્ટ મેળવીને ગાંધીનગર પહોંચી હતી. અને સચીનનો કબજો મેળવી ગુરુવારે મોડી સાંજે તેને વડોદરા લાવી હતી. પોલીસ હવે સચીનના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.

જેમાં આ પહેલા પોલીસ સચીન દિક્ષીતને સાથે રાખીને હત્યાના સ્થળ એટલે કે દર્શનમ ઓએસિસ ખાતે હત્યાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું.

જયારે હિના પેથાણી હત્યા કેસમાં આરોપી સચિન દીક્ષિતને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સચિન દીક્ષિત 21 તારીખના બપોરના 3 વાગ્યા સુધી રિમાન્ડ પર મુકવામાં આવ્યો છે. કોર્ટે સચિન દીક્ષિતને 6 દિવસના રિમાન્ડ પર રહેવાનો આદેશ કર્યો છે. નોંધનીય છેકે પોલીસ દ્વારા સચિન દીક્ષિતના 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : ગુજરાત રસીકરણમાં અવ્વલ નંબરે, રસીકરણનો આંક 6 કરોડ 24 લાખ પહોંચ્યો

આ પણ વાંચો :ગાંધીનગરને ગુરવાર સુધી મળશે નવા મેયર અને ડેપ્યુટી મેયર ,આ નામો છે ચર્ચામાં

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">