દુષ્કર્મના દોષિત આસારામને આજે ફટકારાશે સજા, ગુનો નોંધાયાના 9 વર્ષ બાદ ઠર્યા છે દોષિત

TV9 GUJARATI

|

Updated on: Jan 31, 2023 | 11:34 AM

આસારામ અત્યારે જોધપુર જેલમાં બંધ છે. સુરતની 2 યુવતીઓએ આસારામ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. જે મામલે 6 ઓક્ટોબર 2013ના રોજ આસારામ સહિત કુલ 7 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

દુષ્કર્મના દોષિત આસારામને આજે ફટકારાશે સજા, ગુનો નોંધાયાના 9 વર્ષ બાદ ઠર્યા છે દોષિત
દુષ્કર્મ કેસમાં દોષિત આસારામને આજે મળશે સજા

દુષ્કર્મના દોષિત આસારામને આજે કોર્ટ સજા ફટકારશે. આજે કોર્ટ દોષીત આસારામને સજાની જાહેરાત કરશે. ગઈકાલે દુષ્કર્મ કેસમાં આસારામ દોષિત જાહેર કરાયા છે. ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામ સિવાયના આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આસારામને 376-બી દુષ્કર્મ અને 377 સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની કલમ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે. છેલ્લા 9 વર્ષ કરતા વધુ સમયથી ચાલતા કેસમાં ગાંધીનગર સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સમગ્ર કેસમાં 55 સાક્ષીઓને તપાસાયા હતા.

ચુકાદાને હાઇકોર્ટમાં પડકારવાનું આસારામના વકીલ જણાવી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે આસારામ અત્યારે જોધપુર જેલમાં બંધ છે. સુરતની 2 યુવતીઓએ આસારામ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. જે મામલે 6 ઓક્ટોબર 2013ના રોજ આસારામ સહિત કુલ 7 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

સુરતની બે યુવતી પર દુષ્કર્મ કેસમાં આસારામને ગાંધીનગર સેશન્સ કોર્ટે દોષી જાહેર કર્યો છે. આસારામ સહિત અન્ય 7 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસમાં કેટલાક આરોપીઓની સુરતની આવવાની રાહ જોવાઈ રહી હતી. આથી ચુકાદો આવવામાં થોડો વિલંબ થયો હતો. સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો સુરતની બે યુવતીઓ પર વર્ષ 2001માં થયેલા દુષ્કર્મ બાદ વર્ષ 2013માં આસારામ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ સમગ્ર દુષ્કર્મ કાંડમાં 6 ઓક્ટોબર 2013ના રોજ આસારામ સહિત અને 7 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

છેલ્લા 9 વર્ષથી ચાલતા આ દુષ્કર્મ કેસમાં ગાંધીનગર સેશન્સ કોર્ટે તેમનો ચુકાદો આપતા આસારામને દોષી જાહેર કર્યા છે. આ ગુનામાં આસારામને શું સજા થશે તે અંગે વકીલોની દલીલો બાદ આવતીકાલે  સજા જાહેર કરવામાં આવી શકે છે.  આસારામના વકીલના જણાવ્યા મુજબ ચુકાદો હાથમાં આવ્ચા બાદ તેમની હાઈકોર્ટમાં જવાની તૈયારી છે. આ સમગ્ર કેસમાં 68 સાક્ષીઓને તપાસ્યા બાદ ચુકાદો જાહેર કરવામાં આવ્યા છે. આસારામ સિવાય તમામ આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.

શું હતો ઘટનાક્રમ ?

 • 2013માં સુરતની 2 યુવતીઓએ આસારામ પર લગાવ્યો દુષ્કર્મનો આરોપ
 • જોધપુર કેસની ઘટના બાદ પીડિતાએ હિંમત બતાવી નોંધાવ્યો કેસ
 • પીડિતાએ આસારામ તેમજ નારાયણ સાઇ સામે લગાવ્યા હતા આક્ષેપ
 • દુષ્કર્મની ઘટના અમદાવાદમાં ઘટી હતી, જ્યારે ફરિયાદ સુરતમાં નોંધાઇ
 • આસારામ, તેની પુત્રી, પત્ની અને સેવિકાઓને પણ આરોપી તરીકે દર્શાવાયા
 • કેસની સુનાવણી દરમિયાન આસારામને વીડિયો કોન્ફરન્સથી કોર્ટમાં રજુ કરાયો
 • શરૂઆતનાં સમયમાં કલેક્ટર ઓફિસમાં આસારામની પ્રથમ જુબાની લેવાઈ
 • રિમાન્ડ માટે આસારામને જોધપુરથી ટ્રાન્સફર વોરંન્ટનાં આધારે ગુજરાત લવાયો
 • પોલીસે આસારામને રિમાન્ડ પર લઈ પુછપરછ કરી
 • 2014માં આસારામ પર દુષ્કર્મ કેસમાં ચાર્જશિટ દાખલ કરાઈ
 • 2016માં આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જફ્રેમ રજુ કરાઈ
 • 55 ફરિયાદીના અને 13 બચાવપક્ષના મળી કુલ 68 સાક્ષીઓને તપાસ્યા
 • સમગ્ર કેસની ટ્રાયલ પૂર્ણ થતા કેસનો આવશે ચુકાદો

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati