Gandhinagar: મુખ્યપ્રધાન Vijay Rupani 15 દિવસ બાદ લેશે કોરોનાની રસી

1 માર્ચથી કોરોના રસીકરણનો બીજો તબક્કો શરૂ થયો છે. જેમાં 60 વર્ષથી મોટી વયના લોકો કોરોનાની રસી લેશે. કોરોનાના બીજા તબક્કામાં વડાપ્રધાન મોદીએ પણ કોરોનાની રસી લીધી હતી.

Charmi Katira
| Edited By: | Updated on: Mar 01, 2021 | 4:49 PM

1 માર્ચથી કોરોના રસીકરણનો બીજો તબક્કો શરૂ થયો છે. જેમાં 60 વર્ષથી મોટી વયના લોકો કોરોનાની રસી લેશે. કોરોનાના બીજા તબક્કામાં વડાપ્રધાન મોદીએ પણ કોરોનાની રસી લીધી હતી. પરંતુ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) હાલ કોરોનાની રસી નહીં લે. વિજય રૂપાણીને (Vijay Rupani) હાલમાં જ કોરોના થયો હોવાથી તે હાલમાં વેક્સિન નહીં લે. મુખ્યમંત્રી વિજય રૂપાણી 15 દિવસ બાદ વેક્સિન લેશે. તબીબો અને આરોગ્ય ટીમે 15-20 દિવસ બાદ વેક્સિન લેવા સૂચના આપી છે. કોરોનાથી સાજા થયા બાદ તરત જ વેક્સિન નથી લઈ શકાતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી કોવિડ પ્રોટોકોલ પ્રમાણે 2- 3 સપ્તાહ બાદ વેક્સિન લેશે.

 

 

આ પણ વાંચો: Gujarat Local Body Poll 2021: સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપનો વિજય નિશ્ચિત છે : સી.આર.પાટીલ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">