ગુજરાતમાં પોલીસ ગ્રેડ પે મુદ્દે કમિટીની પ્રથમ બેઠક આ તારીખે યોજાશે

ગુજરાતમાં  પોલીસ ગ્રેડ પે મુદ્દે રચાયેલી સમિતિની પ્રથમ બેઠક ત્રણ નવેમ્બરના રોજ મળશે. જેમાં પોલીસ કર્મીઓના ગ્રેડ પે સહિતના મુદ્દે તેમની રજૂઆત સાંભળવામાં આવશે.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Nov 01, 2021 | 5:35 PM

ગુજરાતમાં(Gujarat)પોલીસ ગ્રેડ પે(Police Grade Pay)મુદ્દે ચાર દિવસ ચાલેલા આંદોલન(Agitation)બાદ આ મુદ્દાના ઉકેલ માટે પાંચ સભ્યોની સમિતિની(Committee)રચના કરવામાં આવી હતી. જેના પગલે આ સમિતિની પ્રથમ બેઠક ત્રણ નવેમ્બરના રોજ મળશે. જેમાં પોલીસ કર્મીઓના ગ્રેડ પે સહિતના મુદ્દે તેમની રજૂઆત સાંભળવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં (Gujarat) પોલીસ ગ્રેડ પે (Police Grade Pay) મુદ્દે પાંચ સભ્યોની કમિટી (Committee) બનાવવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી પોલીસ ગ્રેડ પે મુદ્દે ચાલી રહેલી માંગણી બાદ રાજ્ય પોલીસ વડાએ(DGP) આશિષ ભાટિયાએ આ મુદ્દાના ઉકેલ માટે પાંચ સભ્યોની સમિતિની રચનાની જાહેરાત કરી છે. આ પૂર્વે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આંદોલન કરી રહેલા પોલીસ પરિવારના સભ્યો સાથે બેઠક કરી હતી. તેમજ તેની બાદ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે પણ તેમના નિવાસ સ્થાને બેઠક કરી હતી.

ગુજરાતમાં ગ્રેડ પે મુદ્દે બનાવવામાં આવેલી કમિટીના અધ્યક્ષ આઇજી બ્રિજેશ ઝા રહેશે. આ કમિટીમાં કુલ પાંચ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી તમામ પાસાઓનો અભ્યાસ કરીને રિપોર્ટ સોંપશે.

ગુજરાતમાં(Gujarat)પોલીસ ગ્રેડ પે(Police Grade Pay)બાબતે શરૂ થયેલુ પોલીસ આંદોલન(Agitation)માત્ર ચાર દિવસના ટૂંકા ગાળામા પુરુ થયુ  હતું.  પોલીસના ગ્રેડ-પે આંદોલનને ઠારવા ડિવાઈડ એન્ડ રૂલ શરૂ થતા આંદોલન ઠરી ગયું છે અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં અવાજ ઉઠાવતા પોલીસ કર્મચારીઓ સામે ઉચ્ચ અધિકારીઓએ પ્રાથમિક તપાસની કાર્યવાહી શરૂ કરી છે.

રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાના આદેશથી 24 કલાકમાં 229 પોલીસ કર્મીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી થઈ છે. પોલીસ કર્મચારીઓ સામે શિસ્તભંગની નોટિસો છુટવાનું શરૂ થઈ ગયું હતુ. સોશિયલ મીડિયાના માધ્યમથી ગેરમાર્ગે દોરનારા પોલીસ કર્મચારીઓ સહિતના વ્યક્તિઓ સામે 6 જેટલી FIR પણ વધી હતી.

આ પણ  વાંચો : બનાસકાંઠા : થરાદમાં અફીણની હેરાફેરીનો પર્દાફાશ, ખોડા ચેકપોસ્ટ પરથી બે શખ્સો ઝડપાયા

આ પણ વાંચો : સુરત : બાયસિકલ શેરિંગ પ્રોજેક્ટને શહેરીજનો તરફથી જોરદાર પ્રતિસાદ, રજિસ્ટ્રેશન 1 લાખને પાર

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati