ગુજરાતમાં ખેડૂતો વીજ કાપથી પરેશાન, ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ ઉર્જા મંત્રીને રજૂઆત કરી

કોંગ્રેસના  વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ ઉર્જા મંત્રીને આ અંગે પત્ર લખ્યો છે. તેમણે ખેડૂતોને યોગ્ય માત્રામાં વીજળી આપવા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને રજૂઆત કરી છે.

ગુજરાતમાં ખેડૂતો વીજ કાપથી પરેશાન, ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ ઉર્જા મંત્રીને રજૂઆત કરી
Farmers in Gujarat disturbed by power cuts MLA Harshad Ribadiya (File Photo)

ગુજરાતમાં(Gujarat)  ખેતી માટે ખેડૂતોને(Farmers)  અપાતી વીજળીમાં કાપના(Power Cut)  મુદ્દે રાજય સરકારને કોંગ્રેસે ભીંસમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો છે. જેમાં ખેતરોમાં વીજ કાપ મુદ્દે કોંગ્રેસના  વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ(Harshad Ribadiya) ઉર્જા મંત્રીને આ અંગે પત્ર લખ્યો છે. તેમણે ખેડૂતોને યોગ્ય માત્રામાં વીજળી આપવા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને રજૂઆત કરી છે.

તેમણે કહ્યું છે કે ખેતી વાડી ફિડરોમાં લોડ સેટિંગના નામે વીજ કાપ મુકાતા ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠયા હોવાની ફરીયાદ છે. જેના પગલે ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ ઉર્જા મંત્રીને રૂબરૂ મળી ખેડૂતોને વીજળી વગર થતી મુશ્કેલી અંગે માહિતગાર કર્યા અને મોટા ઉદ્યોગોમાં કાપ મુકી ખેડૂતોને ન્યાય આપવા રજૂઆત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં(Gujarat)સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વર્તાતી વીજળીને અછતને લઈને ખેડૂતો આક્રમક બન્યા છે. જેમાં રાજકોટના(Rajkot)ધોરાજીમાં કોંગ્રેસ (Congress) દ્વારા સોમવારે  ખેડૂત આક્રોશ રેલી યોજવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાની(Lalit Vasoya)આગેવાનીમાં સ્ટેશન રોડથી રેલી શરૂ થઈ હતી અને ખેડૂતોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી પુરતો વીજ પુરવઠો આપવાની માગણી કરી હતી.

એક તરફ અતિવૃષ્ટીથી જગતના તાતને વ્યાપક નુકસાન થયું છે. ત્યારે લલિત વસોયાએ ખેતરોમાં સર્વે કરી જરૂરિયાતમંદ ખેડૂતોને સહાય ચુકવવાની પણ માંગણી કરી.તેમણે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજ પૂરવઠો પૂરો પાડવા માટે પણ માંગણી કરી હતી.

ગુજરાતમાં (Gujarat)કોલસાની અછત સૌરાષ્ટ્રમાં વર્તાવા લાગી છે. સૌરાષ્ટ્રના ગામડાંઓમાં વીજકાપથી(Power Cut)ખેડૂતોની(Farmers) મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં ગામડાંઓમાં 2 થી 3 કલાક વીજળી મળી રહી છે. તેમજ 8 કલાક વીજળીના બદલે ઓછી વીજળી મળતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

જેમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ સરકાર સામે પ્રશ્નો ઉભા કર્યા છે. ખેડૂતોને હાલમાં પિયત માટેનો સમય હોવાથી ભારે હાલાકી પડી રહી છે. તેમજ કૂવામાં પાણી છે છતા લાઇટ ન હોવાથી પિયત થઇ શકતું નથી. જયારે ઉઘોગોને વીજળી મળી જાય છે પણ ખેડૂતોને મળતી નથી. સરકારના આયોજનના અભાવને કારણે ખેડૂતો પરેશાન થઈ રહે છે.

આ પણ વાંચો : ગુજરાતમાં પોલીસ ખાતામાં ગ્રેડ પે મુદ્દે આંદોલન છેડનાર હાર્દિક પંડયાએ આપ્યું આ નિવેદન

આ પણ વાંચો : દિવાળી અને કોરોના અંગે SMCનો મહત્વનો નિર્ણય, સુરત બહાર જતા લોકોના RTPCR ટેસ્ટ થશે

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati