કોરોનાની મહામારી વચ્ચે બાળકોના શિક્ષણ માટે કોબા ગામના સરપંચની અનોખી પહેલ

કોરોનાની મહામારી વચ્ચે બાળકોના શિક્ષણ માટે કોબા ગામના સરપંચની અનોખી પહેલ

હાર્દિક ભટ્ટ | અમદાવાદ,  હાલમાં કોરોનાની વિશ્વભરમાં ફેલાયેલા મહામારીના કારણે ભારતમાં પણ કોરોનાની સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. આ મહામારીથી શિક્ષણ જગતમાં પણ ખૂબ જ ચિંતા વ્યાપી ગયેલી છે. ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષે બાળકોને ફક્ત એડમિશન આપવામાં આવ્યું છે પરંતુ શાળામાં ભણાવવામાં નથી આવતા અને બાળકોને ઘરે જ રહીને online ભણાવવામાં આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

During Corona's time, the Gandhinagar Koba Sarpanch distributed the educational kit to the children

આ પણ વાંચો :  તમામ ઈ-કોમર્સ કંપનીઓને પ્રોડક્ટ ક્યાં દેશની છે તે 1 ઓગસ્ટ સુધીમાં દર્શાવવા આદેશ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ કપરા સમયમાં ગાંધીનગર પાસે આવેલા કોબા ગામમાં સરપંચ યોગેશભાઈ નાઈ અને કોબા ગામના રહેવાસીઓ દ્વારા એક નવતર પહેલ કરવામાં આવી હતી. હાલમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા કોઈપણ ખર્ચ કરવામાં મનાઈ ફરમાવવામાં આવી છે. આવા સંજોગોમાં સરપંચ અને ગ્રામજનો દ્વારા ફાળો ઉઘરાવી અને પહેલા ધોરણમાં નવા એડમિશન લઈ અને જીવનનો પ્રથમ પગથિયું મૂકનાર બાળકો માટે સ્કુલ બેગ તેમજ પાટી, પેન્સિલ, કંપાસ અને પેનનું વિતરણ બાળકના ઘરે જઈને જ કરવામાં આવ્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

During Corona's time, the Gandhinagar Koba Sarpanch distributed the educational kit to the children

જેમાં કોબા ગામના સરપંચે યોગેશ નાઈ અને પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ પ્રજાપતિએ પહેલા વર્ષમાં પ્રવેશ મેળવનાર દરેક બાળકને ઘરે ઘરે ફરીને સ્કુલ બેગ પાટી-પેન અને કંપાસની વહેંચણી કરી હતી અને જીવનના પ્રથમ વર્ષના પ્રથમ ચરણમાં તેમનો ખૂબ જ ભાવભીનુ સ્વાગત કર્યું હતું. ત્યારે આવી મહામારીના કપરા સમયમાં પણ કોબા ગામની આ નવી પહેલ સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati