GUJARAT : ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ, ગુજરાતની ગૌરવસિદ્ધિમાં વધુ એક સિમાચિન્હ ઉમેરાયુંઃ વિજય રૂપાણી

મુખ્યમંત્રીએ વડાપ્રધાનનો પણ આ માટે સૌ ગુજરાતીઓ વતી હ્વદયપૂર્વકનો આભાર વ્યકત કર્યો છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે કચ્છના ખડીર રણ વિસ્તારમાં વસેલું ધોળાવીરા આશરે 4500 વર્ષ પૂરાણી શ્રેષ્ઠ નગરરચનાનું એક આગવું દ્રષ્ટાંત છે.

GUJARAT : ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ, ગુજરાતની ગૌરવસિદ્ધિમાં વધુ એક સિમાચિન્હ ઉમેરાયુંઃ વિજય રૂપાણી
CM RUPANI

GUJARAT : મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતની બહુવિધ ક્ષેત્રોની ગૌરવ સિદ્ધિમાં વધુ એક મોરપીંછ ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ થતાં ઉમેરાયું છે.
યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટસની જાહેર કરેલી યાદીમાં કચ્છના હડપ્પન સંસ્કૃતિના પ્રાચીનત્તમ નગર ધોળાવીરાને સ્થાન આપીને યુનેસ્કોએ ગુજરાતને ચાર-ચાર વર્લ્ડ હેરિટેજ સાઇટસ ધરાવતા રાજ્યનું ગૌરવ પ્રદાન કર્યુ છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઘટનાને સમગ્ર ગુજરાત માટે ગૌરવવંતી ક્ષણ ગણાવતાં કહ્યું છે કે, ભારતની પ્રાચીન વિરાસત અને સંસ્કૃતિને વિશ્વ ફલક પર ઊજાગર કરવાની વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રતિબદ્ધતાની ફલશ્રુતિ રૂપે ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કચ્છ રણોત્સવની શરૂઆત કરાવીને વિશ્વભરના પ્રવાસન, સંસ્કૃતિ પ્રેમીઓને કચ્છમાં આવવા પ્રેરિત કર્યા અને સાથોસાથ આ પ્રાચીનત્તમ નગર ધોળાવીરા પણ પૂરાતન સ્થાનોમાં રસ-રૂચિ ધરાવનારા પ્રવાસન પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું.

મુખ્યમંત્રીએ વડાપ્રધાનનો પણ આ માટે સૌ ગુજરાતીઓ વતી હ્વદયપૂર્વકનો આભાર વ્યકત કર્યો છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે કચ્છના ખડીર રણ વિસ્તારમાં વસેલું ધોળાવીરા આશરે 4500 વર્ષ પૂરાણી શ્રેષ્ઠ નગર રચનાનું એક આગવું દ્રષ્ટાંત છે.

આ પ્રાચીન નગરના મકાનો, ઇમારતો અને સ્ટ્રકચરનું નિર્માણ તે સમયે મોહેજો દરો અને હડપ્પાની જેમ જ ઇંટ નહિ પરંતુ પથ્થરોથી કરવામાં આવેલું હતું. આ નગરમાં ભૂગર્ભ ગટર અને જળસંચય, જળસંરક્ષણની પણ સુઆયોજીત અને સક્ષમ વ્યવસ્થાઓ તત્કાલિન સમયે વિકસાવવામાં આવેલી હતી જે આજે પણ ઉદાહરણ રૂપ છે.

ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ થતાં ગુજરાતને ચાર-ચાર વર્લ્ડ હેરિટેજ સાઇટસ ધરાવતા રાજ્યનું પણ ગૌરવ મળ્યું છે. આ અગાઉ 2004માં ચાંપાનેરને, ર૦૧૪માં રાણકી વાવને, ર૦૧૭માં અમદાવાદને વિશ્વના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીની ગૌરવ સિદ્ધિ મળેલી છે.

હવે, 2021માં યુનેસ્કોએ કચ્છના ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સમાવેશ કરીને વિશ્વ વિરાસત નકશામાં ગુજરાતને વધુ એકવાર ચમકવાની સિદ્ધિ આપી છે.

આ પણ વાંચો : Dholavira World Heritage Site : જાણો, ગુજરાતના 5 હજાર વર્ષ જૂના સ્માર્ટ સિટી ધોળાવીરાનો ઈતિહાસ

આ પણ વાંચો : યુનેસ્કોની વર્લ્ડ હેરીટેજ સાઈટમાં સ્થાન મેળવનાર કચ્છના પ્રાચીન નગર ધોળાવીરાની શ્રેષ્ઠ નગર રચનાની તસવીરો

Click on your DTH Provider to Add TV9 Gujarati