Vaccination : ગુજરાતમાં બુધવાર બાદ હવે રવિવારે પણ બંધ રહેશે કોરોના રસીકરણ

ગુજરાત સરકાર વિચારણા કરી રહી છે આગામી સમયમાં તહેવારોના દિવસે પણ કોરોના વેકસિનેશન બંધ રાખશે

Vaccination : ગુજરાતમાં બુધવાર બાદ હવે રવિવારે પણ બંધ રહેશે કોરોના રસીકરણ
Corona vaccination in Gujarat will be closed on Sunday (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2021 | 3:39 PM

ગુજરાતમાં  હવે અઠવાડિયામાં બે દિવસ કોરોના  વેકસિનેશન (Vaccination)  બંધ રહેશે. જેમાં હાલ બુધવારે મમતા દિવસ તથા રવિવારે કોરોના (Corona) વેકસિનેશન ન કરવા રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. આ ઉપરાંત સરકાર વિચારણા કરી રહી છે આગામી સમયમાં તહેવારોના દિવસે પણ વેકસીનેશન બંધ રાખશે

રાજ્યમાં હાલ બુધવારે મમતા દિવસ અન્ય રસીકરણ (Vaccination)  કાર્યક્રમોને કારણે રસીકરણ કાર્યક્રમ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.રાજ્ય સરકાર દ્વારા બુધવારે મમતા દિવસ ઉજવવાનું નક્કી કર્યું છે. આ કાર્યક્રમ હેઠળ માતા અને બાળક સુરક્ષિત રહે તે હેતુથી માતુબાળ કાર્યક્રમ પણ અમલમાં મુકવામાં આવ્યો છે. સગર્ભા માતાને ચેપી રોગો સામે રક્ષણ આપવા માટે ધનુરની રસી આપવામાં આવશે. તો મમતા દિવસે બાળકોને 6 ઘાતક રોગથી બચવા માટે ડીપીટી, પોલિયો, બીસીજી અને ઓરીની રસી આપવામાં આવશે.

રાજ્યમાં દરરોજ 2. 50 લાખ લોકોનું રસીકરણ

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 12 જુલાઈના રોજ 2,54,759 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 18-44 ઉંમર વર્ગના 1,26,017 નાગરીકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,81,15,181 ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે.ગુજરાતમાં કોરોનાના નવા કેસ ઘટી રહ્યા છે અને દૈનિક મૃત્યુનો આંકડો શૂન્ય પર આવી ગયો છે, અને સાથે એક્ટીવ કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં 12 જુલાઈના રોજ રાજ્યના 3 મહાનગરો અને 20 જિલ્લાઓમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી એ સાથે એક્ટીવ કેસ ઘટીને 801 થયા છે.

રાજ્યમાં  કોરોનાથી કુલ 10,074 લોકોના મોત  

રાજ્યમાં 12 જુલાઈના રોજ કોરોનાના નવા 32 કેસો નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,24,278 થઇ છે. રાજ્યમાં આજે કોરોનાને કારણે એક દર્દીનું મૃત્યુ થતા મૃત્યુઆંક 10,074 થયો છે. આ મૃત્યુ આણંદ જિલ્લામાં થયું છે.રાજ્યમાં 12 જુલાઈના રોજ અમદાવાદ શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે.

રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 9, સુરતમાં 3, રાજકોટમાં 2, વડોદરામાં અને જામનગરમાં 1-1 , ભાવનગર, જુનાગઢ અને ગાંધીનગરમાં કોરોના વાયરસનો એક પણ નવો કેસ નોંધાયો નથી, અન્ય કેસો રાજ્યના વિવિધ શહેર-જિલ્લાઓમાંથી છે. આમાંથી 20 જિલ્લાઓ એવા કે જ્યાં કરોનાનો એક પણ નવો કેસ નોધાયો નથી.

આ પણ  વાંચો :7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર , સરકારે DA માં 28% વધારો કર્યો , જાણો વિગતવાર

આ પણ  વાંચો : Aamir Khan ની ટીમે કરી સ્પષ્ટતા, નિવેદનમાં કહ્યું- ‘લાલ સિંહ ચઢ્ઢા’ ના શૂટિંગ દરમિયાન લદ્દાખમાં નથી ફેલાવી ગંદકી 

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">