GANDHINAGAR : CM નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, PM દ્વારા કાર્યરત કરાયેલા પ્રોજેક્ટની સમીક્ષા કરાઈ

ગુજરાતમાં વડાપ્રધાન મોદીની દેખરેખ હેઠળ 34 જેટલા પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવેલા છે. આમાંથી 4 પ્રોજેક્ટની આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2021 | 5:45 PM

GANDHINAGAR :રાજ્યના પાટનગર ગાંધીનગરમાં CM નિવાસસ્થાને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી દ્વારા ગુજરાતમાં કાર્યરત કરવામાં આવેલા 34 પ્રોજેકટમાંથી 4 પ્રોજેકટ અંગે સમીક્ષા કરવામાં આવી છે. આ બેઠકમાં વડનગર, ધરોઈ, સુરત ડ્રિમ સીટી પ્રોજેક્ટ અંગે ચર્ચા કરવામાં આવી, સાથે જ PM શેલ્ટર હોમ પ્રોજેકટ અંગે પણ સમીક્ષા કરવામાં આવી.

ગુજરાતમાં વડાપ્રધાન મોદીની દેખરેખ હેઠળ 34 જેટલા પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવેલા છે. આમાંથી 4 પ્રોજેક્ટની આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી છે. આ 4 પ્રોજેક્ટમાં અકે પ્રોજેક્ટ PM શેલ્ટર હોમ પ્રોજેકટ છે, જે અંતર્ગત રાજ્યભરમાં શેલ્ટર હોમ ઉભા કરવામાં આવનાર છે. આ સાથે આજની બેઠકમાં જેની સમીક્ષા કરવામાં આવી એમાં ધરોઈ ડેમ પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે, જે અંતર્ગત ધરોઈ ડેમ આસપસના વિસ્તારોનું બ્યુટીફીકેશન કરવામાં આવનાર છે.

આ પણ વાંચો : Vibrant Gujarat 2022 : વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 માટે આ મહિને જાપાન અને દક્ષિણ કોરિયામાં રોડશો યોજાશે

આ પણ વાંચો : માત્ર 14 દિવસમાં ચુકાદો : સાંતેજ દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીને જીવનના છેલ્લા શ્વાસ સુધીની કેદની સજા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">