કમલમ પહોંચ્યા સી.આર.પાટીલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ, કાર્યકરોએ સ્વાગત કર્યું

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે તમામ કાર્યકરોનો આભાર માન્યો હતો. તેમજ ભાજપને મત આપીને વિજયી બનાવવા બદલ મતદારોનો આભાર માન્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 2:06 PM

ગુજરાતની ગાંધીનગર મહાનગરપાલિકા પર ભાજપનો ભગવો લહેરાયો છે. તેમજ ભાજપે પ્રથમ વાર આ મહાનગરપાલિકા કબજે કરી છે. જેના પગલે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે વિજય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉજવણી માટે કમલમ ખાતે પહોંચ્યા હતા. જ્યાં કાર્યકરોએ તેમનું સ્વાગત  કર્યું હતું.

આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે તમામ કાર્યકરોનો આભાર માન્યો હતો. તેમજ ભાજપને મત આપીને વિજયી બનાવવા બદલ મતદારોનો આભાર માન્યો હતો. આ તકે તેમણે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો પણ આભાર માન્યો હતો.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. કમલમ ખાતે ભાજપે જીતનો જશ્ન મનાવ્યો હતો. સીએમ ભુપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ કમલમ પહોંચ્યા હતા. જ્યાં તેમણે એકબીજાનું મોઢું મીઠુ કરાવીને જીતની ઉજવણી કરી. આ સમયે કમલમ ખાતે મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉમટી પડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધુ હતું. પરંતુ આજે જેમ-જેમ પરિણામ આવતા ગયા તેમ તેમ કોંગ્રેસનો રકાસ જોવા મળ્યો જ્યારે આમ આદમી પાર્ટીનું પણ સુરસુરિયું થઈ ગયું. ભાજપે ઇતિહાસ રચ્યો છે. 10 વર્ષમાં પહેલીવાર ભાજપે બહુમતી મેળવી છે.મોટાભાગના વોર્ડમાં ભાજપની આખેઆખી પેનલ જીતી છે.

આ પણ વાંચો : અમદાવાદની પેટાચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો, ​​​ચાંદખેડા-ઈસનપુર વોર્ડમાં ભાજપની જીત

આ પણ વાંચો: RAJKOT : બોઘરા-બાવળિયાના ગઢમાં ગાબડું,જિલ્લા પંચાયતની બંન્ને બેઠક પર કોંગ્રેસનો વિજય

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">