ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં સેક્ટર-22 માં ભાજપ -કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં સેક્ટર -22 ના મતદાન મથક પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો બુથમાં પ્રચારના મુદ્દે આમને આમને આવ્યા હતા. તેમની વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 2:11 PM

ગુજરાતમાં (Gujarat) ગાંધીનગર મનપાની(Gandhinagar Corporation)ચૂંટણીનું સવારથી જોરશોરથી મતદાન થઈ રહ્યું છે. જો કે આ દરમ્યાન સેક્ટર -22 ના મતદાન મથક પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો  બુથમાં પ્રચારના મુદ્દે આમને આમને આવ્યા હતા. તેમની વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. જેમાં ભાજપના કાયર્કર પર કોંગ્રસે પક્ષની કાપલી આપીને પ્રચાર કરવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે ભાજપે પણ કોંગ્રેસના કાર્યકરો પર પ્રચાર કરવાનો આક્ષેપ કર્યો હતો.

જો કે આ દરમ્યાન સ્થળ પર હાજર અધિકારીઓ અને સુરક્ષા સ્ટાફે તેમને અટકાવ્યા હતા. જો કે તેમ છતાં આ બંને પક્ષના કાર્યકરો ઘર્ષણ થયું હોવાની બાબતનો ઇનકાર કરી રહ્યા હતા.

આ ઉપરાંત અન્ય બે વિવાદમાં ગુજરાતમાંગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકો માટેની ચુંટણી(Election) માટે મતદાન ચાલી રહ્યું છે. જો કે આ દરમ્યાન આમ આદમી પાર્ટીના નેતા વિજય સુંવાળાએ વોટિંગનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતાં વિવાદ ઉભો થયો છે. તેમણે આપને વોટ આપતો હોય તેવો ફોટો પોસ્ટ કરતા વિવાદ સર્જાયો છે. આપ નેતા વિજય સુંવાળાએ ચૂંટણી આચારસંહિતાનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત આમ આદમી પાર્ટીના કાર્યકરોને લઇને ગાંધીનગર સેક્ટર 19 સુવિધા મતદાન કેન્દ્રમાં વિવાદ થયો હતો. જેમાં આપના એજન્ટ ટોપી પહેરીને મતદાન કેન્દ્રમાં બેઠા હોવાની બાબતને લઈને વિવાદ સર્જાયો હતો. જે દરમ્યાન આપના ઉમેદવારે બચાવ કર્યો હતો કે ટોપી ઉપર ક્યાંય પણ પાર્ટીનું ચિહ્ન નથી.

આ પણ વાંચો : છોટા ઉદેપુરના નસવાડીના નાગરિકો પરેશાન, એક વર્ષના વાયદા બાદ પણ કોઝવે રીપેર ના થયો

આ પણ વાંચો : Ahmedabad: કન્ઝ્યુમર કોર્ટનો મહત્વનો ચુકાદો, ધૂમ્રપાન કર્યા વગર પણ થઈ શકે કેન્સર, વીમા કંપનીએ કરવું પડશે ચૂકવણું

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">