ગુજરાતમાં નકલી બાયો ડીઝલના વેચાણ પ્રતિબંધથી સરકારની તિજોરી છલકાઈ, આટલી થઈ કરવેરાની આવક

ગુજરાતમાં છેલ્લા છ માસમાં પેટ્રોલ -ડીઝલના વેચાણની આવકમાં 11 ટકાનો વધારો થયો છે . તેમજ રાજય સરકારને પણ કરવેરાની આવકમાં 1662 કરોડનો વધારો થયો છે.

ગુજરાતમાં નકલી બાયો ડીઝલના વેચાણ પ્રતિબંધથી સરકારની તિજોરી છલકાઈ, આટલી થઈ કરવેરાની આવક
Campaign to stop sale of fake biodiesel in Gujarat flooded the exchequer so much tax revenue (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2021 | 8:43 PM

ગુજરાત (Gujarat)ના નકલી બાયો ડીઝલ (Bio Diseal)ના વેચાણ અટકાવવાના રાજ્ય સરકારની ઝુંબેશના સકારાત્મક પરિણામ સામે આવ્યાં છે. જેના લીધે છેલ્લા છ માસમાં પેટ્રોલ -ડીઝલના વેચાણની આવકમાં 11 ટકાનો વધારો થયો છે . તેમજ રાજય સરકારને પણ કરવેરાની આવકમાં 1662 કરોડનો વધારો થયો છે.

આ અંગે વધુમાં જણાવતા ગૃહ રાજય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે રાજ્યમાં બાયોડિઝલનો કાળો કારોબાર કરનારાઓને બક્ષવામાં નહીં આવે. તેમણે સંકેત આપી દીધો છે કે બાયોડીઝલનો બેફામ રીતે કરાતો વેપલો રોકવા માટે સંયુક્ત રીતે ઝૂંબેશ હાથ ધરાશે.

જેમાં ગૃહવિભાગ, પુરવઠા વિભાગ અને પોલીસ તંત્ર સંયુક્ત રીતે કાર્યવાહી કરશે.જેના માટે સરકારે SOP પણ તૈયાર કરી છે.મહત્વપૂર્ણ છે કે બાયોડિઝલને ગેરકાયદે વેપાર રોકવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલને જવાબદારી સોંપવામાં આવી હોવાનું ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહે જણાવ્યું હતું.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે આવા ઇંધણો જો વાહનોમાં બળતણ તરીકે વપરાય તો તે વાહનોના એન્જીનને લાંબાગાળે વધુ નુકશાન પહોંચાડી શકે છે અને તેનાથી વાહનોની મરામતનો ખર્ચ વધી શકે છે. તેને ધ્યાને લઇને આ મહત્વનો નિર્ણય કરાયો છે.

મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધીમાં રાજ્ય સરકારે બાયોડિઝલનો ગેરકાયદે વેપાર કરનારાઓ સામે તવાઇ બોલાવી છે. જેમાં કુલ 324 ગુનામાં 484 આરોપીઓની ધરપકડ કરી છે.તો આરોપીઓ પાસેથી કુલ 22.31 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે. તેની સાથે જ ભેળસેળયુક્ત બાયોડિઝલનો 38.95 લાખ લીટરનો જથ્થો સીઝ કરાયો છે.જ્યારે 11.36 કરોડના કુલ 222 વાહનો પણ પોલીસે જપ્ત કર્યા. આમ આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઇવ યથાવત રહેશે.

રાજ્ય સરકારે બાયોડિઝલના નામે વેચાતા ભળતા પદાર્થ મામલે લાલ આંખ કરી છે અને આવા ભળતા પદાર્થનું અનઅધિકૃત વેચાણ બંધ કરવાની મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્પષ્ટ સૂચનાઓ આપી છે.મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરિય બેઠકમાં  બાયોડિઝલનના નામે વેચાતા ભળતા પદાર્થ મામલે કાર્યવાહીના પણ આદેશ આપ્યા છે.

સાથે જ રાજ્યમાં બાયોડિઝલ વેચાણ નીતિનનું કડક અમલીકરણ કરવાની સૂચનાઓ આપી છે.તો ગેરકાયદે થતા વેચાણ અટકાવવા મામલે સ્ટેટ લેવલની કમિટીની રચના કરવામાં આવશે અને બાયોડિઝલના વેચાણ અંગે નિયમીત ધોરણે સમીક્ષા અને દેખરેખ રાખવામાં આવશે તો સોલવંટ-પેટ્રોલિયમ પદાર્થોની આયાત અટકાવવા પણ સૂચનાઓ અપાઇ છે.

આ પણ વાંચો : Viral Video: ગર્ભવતી બિલાડીનો જીવ બચાવી ભારતીય લોકોએ દૂબઇમાં રજૂ કર્યુ ઉત્તમ ઉદાહરણ, જુઓ બેસ્ટ VIDEO

આ  પણ વાંચો : AHMEDABAD : DyCM નીતિન પટેલે કહ્યું ઝવેરચંદ મેઘાણીએ આઝાદીની લડત વખતે તેમના સાહિત્ય થકી અમૂલ્ય યોગદાન આપ્યું

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">