ગુજરાતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબીનેટની બેઠક, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

ગુજરાતમાં કેબીનેટ બેઠક દરમ્યાન જાન્યુઆરી માસમાં યોજાનારા વાયબ્રન્ટ ગુજરાત, કમોસમી વરસાદથી ખેડૂતોને નુકશાન અને કોરોનાની સ્થિતિ સહિતના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે

ગુજરાતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબીનેટની બેઠક, આ મુદ્દાઓ પર થશે ચર્ચા
Gujarat Cabinet (File Photo)

ગુજરાતમાં(Gujarat)સીએમ ભૂપેન્દ્ર પટેલની(Bhpendra Patel)અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં કેબિનેટની(Cabinet) બેઠક યોજાશે. જેમાં જાન્યુઆરી માસમાં યોજાનારા વાયબ્રન્ટ ગુજરાતની તૈયારીઓના મુદ્દે બેઠક માં ચર્ચા કરવામાં આવશે.

આ ઉપરાંત રોકાણ કારોને આકર્ષવા માટે 25 નવેમ્બરે દિલ્હી ખાતે પ્રથમ રોડ શો યોજવવાનો છે. તેમજ વાયબ્રન્ટ ગુજરાતને લઇને રોડ મેપ પર પણ ચર્ચા કરવામાં આવશે. જ્યારે 10 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વાયબ્રન્ટ ગુજરાતનું ઉદ્ધાટન થશે.  જેમાં 9 જાન્યુઆરી સુધી પ્રિ-વાયબ્રન્ટ ઈવેન્ટ યોજાશે જેમાં બે કાર્યક્રમોમાં બે કાર્યક્રમ અલગ છે.

આ ઉપરાંત કેબિનેટ બેઠકમાં હાલમાં રાજયમાં પડેલા કમોસમી પાક અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતો ને થયેલા નુકસાન અંગે બેઠક માં ચર્ચા કરવામાં આવશે.ગુજરાતમાં 15 નવેમ્બર થયેલા માવઠાના પગલે ખેડૂતોના રવી પાક અને માર્કેટ યાર્ડમાં પાક પલળી જવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. તેમજ ખેડૂતોએ આ અંગે સહાની પણ માંગ કરી છે. જો કે પાક વીમાના નવા નિયમો મુજબ 15 નવેમ્બર બાદમાં વરસાદ પડે તો તેનું વળતર મળી શકશે નહિ.

કોરોના ની સ્થિતિ અંગે સમીક્ષા કરાશે. ગુજરાતમાં છેલ્લા 20 દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે . જેમાં જો છેલ્લા બે દિવસની વાત કરીએ તો કોરોનાના કેસ 30ની નીચે રહ્યા છે. તેમજ 12 જિલ્લામાં કોરોનાના એક પણ કેસ નોંધાયો નથી. કોરોનાના સૌથી વધુ કેસ શહેરોમાં જોવા મળી રહ્યા છે જેમાં અમદાવાદ અને વડોદરામાં કોરોનાના વધુ કેસો જોવા મળી રહ્યા છે.

જેના પગલે શહેરી વિસ્તારોમાં સરકારે કોરોના ટેસ્ટિંગની શરૂઆત કરી છે અને કોરોના વેક્સિનના બીજા ડોઝ માટે પણ ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ બેઠકમાં વર્તમાન માં શરૂ કરાયેલા ધોરણ 1 થી 5 ના ઓફ લાઇન કલાસ અંગે સમીક્ષા કરવામાં આવશે.જેમાં ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરવાની સાથે જ રાજયના અલગ અલગ વાલી મંડળોએ ફી ઘટાડાની પણ માંગ કરી છે. જેમાં વાલીઓ કોરોનાના સમયમાં સરકારે 25 ટકા ફી માફીની જાહેરાત કરી હતી તે વધુ લંબાવવાની પણ માંગ કરી છે. તેમજ સરકારે અચાનક લીધેલો નિર્ણય કોના હિતમાં લીધો છે તે અંગે પણ અનેક સવાલો ઉભા થયા છે.

આ પણ વાંચો : ગોધરામાં કથિત ધર્માંતરણના આક્ષેપ સાથે સ્થાનિકોએ હોબાળો કર્યો, પોલીસે તપાસ હાથ ધરી

આ પણ વાંચો: સુરત માર્કેટયાર્ડમાં બારદાનની અછતના પગલે ખેડૂતો મુશ્કેલીમાં, ડાંગર સડી જવાની ભીતિ

Click on your DTH Provider to Add TV9 Gujarati