Gandhinagar : દહેગામ-રખિયાલ રોડ પર બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત, એક બાળક સહિત ત્રણના મોત

અકસ્માત (Accident) બાદ ટ્રક સ્થળ પર જ મૂકીને ચાલક ફરાર થઈ ગયો હતો.હાલ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવ્યા છે.

Gandhinagar : દહેગામ-રખિયાલ રોડ પર બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત, એક બાળક સહિત ત્રણના મોત
Accident
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2022 | 7:58 AM

ગાંધીનગરમાં (Gandhinagar) દહેગામ-રખિયાલ રોડ પર બાઈક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત (Road Accident)થયો છે. આ ગોજારા અકસ્માતમાં ટુ વ્હીલર પર સવાર એક બાઈક સહિત ત્રણના મોત થયા છે.માહિતી મુજબ રખિયાલ રોડ પર જોગણી માતાના મંદિર પાસે ટ્રકે ટુ વ્હીલરને ટક્કર મારી હતી.જો કે અકસ્માત (Accident) બાદ ટ્રક સ્થળ પર જ મૂકીને ચાલક ફરાર થઈ ગયો હતો.હાલ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવ્યા છે.

રાજ્યમાં ગુરૂવાર ગોજારો સાબિત થયો

તો બીજી તરફ ગુરૂવારે છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં (Nasvadi taluka) બે અકસ્માતની ઘટના ઘટી.આમતાસાંકળ ગામના કાચા રસ્તા પર જીપ પલટી જતા 11 લોકોને ઈજા થઈ હતી. મહત્વનું છે કે જીપમાં મજૂરો મહારાષ્ટ્રથી મજૂરી અર્થે સૌરાષ્ટ્ર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન તેમને આ અક્સમાત નડ્યો હતો. તો સાથે એક જ દિવસમાં નસવાડી તાલુકામાં બીજો પણ અકસ્માત થયો હતો.પોચંબા ગામ પાસે જીપ અને ટેમ્પો વચ્ચે થયેલા અકસ્માતમાં જીપમાં સવાર 16 લોકો ઈજાગ્રસ્ત થયા.જેને હાલ નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે.

તમને જણાવવુ રહ્યું કે, સગબારા તાલુકાના ભવરીસવાર ગામના લોકો છક્તર- ઉમરવા ગામે મરણ પ્રસંગમાં જઈ રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માત થયો હતો.તો બીજી તરફ રાજકોટ -જેતપુર હાઈવે પર ટ્રક અકસ્માત (Truck Accident) થતા એક બાજુનો વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી.જેને કારણે ગોમટા ચોકડીથી ચોરડી સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">