ચૂંટણી પહેલા ભાજપ એક્શન મોડમાં 182 વિધાનસભા બેઠક પર મંત્રી, પૂર્વ મંત્રી અને ધારાસભ્યોના ધામા

મંત્રી, પૂર્વ મંત્રી અને ધારાસભ્યો ધામા નાખશે. 3 દિવસ સુધી વિધાનસભામાં પ્રવાસ કરશે. ભાજપ માટે નબળી બેઠકો પર પ્રવાસ ની જવાબદારી મંત્રીઓ તથા પૂર્વ મંત્રીઓને સોંપવામાં આવી છે.

ચૂંટણી પહેલા ભાજપ એક્શન મોડમાં 182 વિધાનસભા બેઠક પર મંત્રી, પૂર્વ મંત્રી અને ધારાસભ્યોના ધામા
Gujarat BJP (Symbolic Image)
TV9 GUJARATI

| Edited By: kirit bantwa

Jun 04, 2022 | 1:57 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય પાર્ટીઓ ચૂંટણી (election) ની તડામાર તૈયારીઓ કરી રહી છે. આ તરફ ભાજપે પણ ચૂંટણીની તબક્કાવાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. જે અંતર્ગત ભાજપે તમામ વર્તમાન પ્રધાનોને વિવિધ જવાબદારી સોંપવાની શરૂઆત કરી દીધી છે. ભાજપ (BJP) ના દિગ્ગજ પ્રધાનોને પ્રથમ તબક્કાના ભાગરૂપે પડકારરૂપ બેઠકો પર પ્રવાસ કરવા માટેની જવાબદારી સોંપી છે. જે અંતર્ગત દરિયાપુર વિધાનસભાની જવાબદારી રાજેન્દ્ર ત્રિવેદીને સોંપાઈ છે. તો હર્ષ સંઘવીને કામરેજ અને ઋષિકેશ પટેલને સાણંદની જવાબદારી સોંપવામાં આવી છે. આ તરફ પ્રદીપ પરમાર તાપીની નિઝર બેઠક પર પ્રવાસ કરશે.

ભાજપે વિધાનસભા 2022 મિશન શરૂ કર્યું છે જેમાં 182નો લક્ષ્યાંક પાર પાડવા માટેનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ માટે તમામ પ્રધાનોને ભાજેપ ઉતાર્યા મેદાનમાં ઉતાર્યા છે. નબળી બેઠકો પર ભાજપનું એડિચોટીનું જોર લગાવી રહી છે. કોંગ્રેસની પરંપરાગત બેઠકો જીતવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. ખાસ કરીને આદિવાસી મતબેંક અંકે કરવા પ્રયાસો તેજ કર્યા છે. અત્યારે 15 અનામત બેઠકો પર ભાજપનું ધ્યાન કેન્દ્રીત છે. આદિવાસી બેઠકો પર નેતાઓને જવાબદારી સોંપાઇ છે.

વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. 182 વિધાનસભા બેઠક પર મંત્રી, પૂર્વ મંત્રી અને ધારાસભ્યો ધામા નાખશે. 3 દિવસ સુધી વિધાનસભામાં પ્રવાસ કરશે. ભાજપ માટે નબળી બેઠકો પર પ્રવાસ ની જવાબદારી મંત્રીઓ તથા પૂર્વ મંત્રીઓને સોંપવામાં આવી છે. અંબાજીથી ઉમરગામ સહિત તમામ બેઠકો પર ભાજપ ગ્રાઉન્ડ ઝીરો પર કામ કરશે. રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારોની 60 બેઠકો પર ભાજપનું સીધું ફોકસ છે. આ 3 દિવસના પ્રવાસ બાદ તમામ મંત્રી, પૂર્વ મંત્રી અને ધારાસભ્યો પોતાનો રિપોર્ટ સોંપશે.

કોને કઇ બેઠકની જવાબદારી ?

 1. નીતિન પટેલ – રાપર વિધાનસભા બેઠકની જવાબદારી
 2. શંકર ચૌધરી – ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક
 3. ઋષિકેશ પટેલ – સાણંદ વિધાનસભા બેઠક
 4. રાજેન્દ્ર ત્રિવેદી – દરિયાપુર વિધાનસભા બેઠક
 5. પૂર્ણેશ મોદી – મણીનગર વિધાનસભા બેઠક
 6. બ્રિજેશ મેરજા – દસાડા વિધાનસભા બેઠક
 7. જીતુ વાઘાણી – લીંબડી વિધાનસભા બેઠક
 8. ડૉ. ભરત બોઘરા – કાલાવડ વિધાનસભા બેઠક
 9. અરવિંદ રૈયાણી – જામનગર દક્ષિણ વિધાનસભા બેઠક
 10. કુંવરજી બાવળીયા – કુતિયાણા વિધાનસભા બેઠક
 11. સૌરભ પટેલ – વિસાવદર વિધાનસભા બેઠકની જવાબદારી
 12. રાઘવજી પટેલ – કેશોદ વિધાનસભા બેઠકની જવાબદારી
 13. આર.સી.ફળદુ – અમરેલી વિધાનસભા બેઠકની જવાબદારી
 14. વિભાવરી દવે – પાલીતાણા વિધાનસભા બેઠકની જવાબદારી
 15. જયેશ રાદડીયા – ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકની જવાબદારી
 16. ગોરધન ઝડફીયા – વાઘોડીયા વિધાનસભા બેઠકની જવાબદારી
 17. જગદીશ પંચાલ – ડભોઇ વિધાનસભા બેઠકની જવાબદારી
 18. પ્રદીપસિંહ જાડેજા – કરજણ વિધાનસભા બેઠકની જવાબદારી
 19. હર્ષ સંઘવી – કામરેજ વિધાનસભા બેઠકની જવાબદારી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati