અમિત શાહની સંસદીય મતવિસ્તાર ગાંધીનગરને 49 કરોડની ભેટ, વિવિધ યોજનાઓનું કરશે લોકાર્પણ અને શિલાન્યાસ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં રૂ. 49.36 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.

અમિત શાહની સંસદીય મતવિસ્તાર ગાંધીનગરને 49 કરોડની ભેટ, વિવિધ યોજનાઓનું કરશે લોકાર્પણ અને શિલાન્યાસ
Union Home Minister Amit Shah (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 7:15 AM

Gandhinagar: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) આ દિવસોમાં ચૂંટણીના રાજ્યો, ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં અવારનવાર રેલીઓ અને જાહેર સભાઓ કરી રહ્યા છે. આ દરમિયાન, શાહ બુધવારે ગુજરાતમાં તેમના સંસદીય મતવિસ્તાર ગાંધીનગરમાં 49.36 કરોડ રૂપિયાની વિવિધ વિકાસ યોજનાઓનું (Various development schemes) લોકાર્પણ અને શિલાન્યાસ કરશે (Inauguration and Foundation Stone). જી હા જણાવી દઈએ કે આ કાર્યક્રમ બપોરે 1.20 કલાકે યોજાશે.

અમિત શાહના કાર્યાલયે ટ્વિટ કરીને લખ્યું છે કે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગાંધીનગર સંસદીય મતવિસ્તારમાં રૂ. 49.36 કરોડની વિવિધ વિકાસ યોજનાઓનું વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. તો મંગળવારે શાહે ઉત્તર પ્રદેશના વારાણસીમાં સંકટ મોચન મંદિરમાં પ્રાર્થના કરી હતી. આગામી વર્ષની વિધાનસભા ચૂંટણી માટે ભાજપના પ્રચારના ભાગરૂપે શાહ ઉત્તર પ્રદેશમાં રેલીઓને સંબોધિત કરી રહ્યા છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

કચ્છમાં ગુરુપરબની ઉજવણીને સંબોધિત કરી હતી

બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ગુજરાતના કચ્છમાં ગુરુદ્વારા લખપત સાહિબ ખાતે આયોજિત ગુરુપરબની ઉજવણીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે ગુરુદ્વારા લખપત સાહિબ સમયની દરેક હિલચાલનો સાક્ષી રહ્યો છે. આજે જ્યારે હું આ પવિત્ર સ્થળ સાથે જોડાઈ રહ્યો છું, ત્યારે મને યાદ આવે છે કે લખપત સાહેબે ભૂતકાળમાં કેવી રીતે તોફાનો જોયા છે. એક સમયે આ સ્થળ અન્ય દેશોમાં જવા માટે વેપારનું મુખ્ય કેન્દ્ર હતું.

વાસ્તવમાં, પ્રાચીન લેખન શૈલી સાથે અહીંની દિવાલો પર ગુરુવાણી અંકિત કરવામાં આવી હતી. ત્યારે યુનેસ્કો દ્વારા પણ આ પ્રોજેક્ટનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, 2001ના ભૂકંપ બાદ ગુરુની કૃપાથી મને આ પવિત્ર સ્થળની સેવા કરવાનો લહાવો મળ્યો. ત્યારે મને યાદ છે કે દેશના જુદા જુદા ભાગોમાંથી આવેલા કારીગરોએ આ સ્થળની અસલ ભવ્યતા જાળવી રાખી હતી.

દર વર્ષે 23મી ડિસેમ્બરથી 25મી ડિસેમ્બર સુધી, ગુજરાતના શીખો લખપત સાહિબ ગુરુદ્વારા ખાતે ગુરુ નાનક દેવજીના ગુરુ ઉત્સવની ઉજવણી કરે છે. ગુરુ નાનક દેવ તેમની મુલાકાત દરમિયાન લખપત ગુરુદ્વારા સાહિબમાં રોકાયા હતા. તેમની કેટલીક વસ્તુઓ ગુરુદ્વારા લખપત સાહિબમાં રાખવામાં આવી છે, જેમાં ખડાઉન, પાલખી અને હસ્તપ્રતોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Ahmedabad: AMC ના કમિશનર તરીકેનો લોચન સેહરાએ ચાર્જ સંભાળ્યો, કહ્યું ‘હાલ કોવિડ મેનેજમેન્ટને પ્રાથમિકતા’

આ પણ વાંચો: Gandhinagar: દોઢ વર્ષથી અટકી પડી હતી ખેલાડીની સહાય, CM ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરતા ચપટી વગાડતા થઇ ગયું કામ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">