ગાંધીનગર : બે વર્ષ બાદ પરંપરા મુજબ વરદાયિની માતાની પલ્લી નીકળતા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, જુઓ VIDEO

રૂપાલ ખાતે યોજાતી પલ્લીમાં ઘી અર્પણ કરવાનું અનોખુ મહાત્મય રહેલું છે, માતાની પલ્લી પર લાખો લિટર ઘીનો (Ghee) અભિષેક કરવામાં આવ્યો હતો અને એની નદીઓ વહેતી હોય એવાં દ્રશ્યો રૂપાલમાં જ જોવા મળ્યાં હતાં.

ગાંધીનગર : બે વર્ષ બાદ પરંપરા મુજબ વરદાયિની માતાની પલ્લી નીકળતા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, જુઓ VIDEO
After two years of COVID19 Palli was filled
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2022 | 7:53 AM

ગાંધીનગરમાં (Gandhinagar) આવેલા વિશ્વપ્રસિદ્ધ રૂપાલ ગામમાં સદીઓની પરંપરા મુજબ વરદાયિની માતાની પલ્લી નીકળી હતી. કોરોના કાળના બે વર્ષ બાદ પલ્લી નીકળતા ભક્તોનું (Devotees) ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. આખા ગામમાં ફર્યા બાદ વહેલી સવારે આ પલ્લી મંદિરમાં પહોંચી હતી. ગામમાં નીકળેલી પલ્લીમાં (palli) ઘીની નદીઓ વહી હતી. મહત્વનું છે કે રૂપાલ ખાતે યોજાતી પલ્લીમાં ઘી અર્પણ કરવાનું અનોખુ મહાત્મય રહેલું છે, માતાની પલ્લી પર લાખો લિટર ઘીનો (Ghee) અભિષેક કરવામાં આવ્યો હતો અને એની નદીઓ વહેતી હોય એવાં દ્રશ્યો રૂપાલમાં જ જોવા મળ્યાં હતાં.

જુઓ વીડિયો

પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળી પલ્લી

વરદાયિની માતાની પલ્લીમાં માત્ર ગામના જ નહી રાજ્યભરમાંથી (Gujarat) ભક્તો પહોંચ્યા હતાં. કોઈપણ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે માતાજીની પલ્લી નીકળી હતી.આ ઉપરાંત ભોજન, આરોગ્ય અને ફાયર બ્રિગેડ સહિતની સુવિધાઓ તંત્ર દ્રારા તૈયારી કરવામાં આવી હતી. તો બીજી તરફ પલ્લીમાં પોલીસનો (Gandhinagar Police) ચુસ્ત બંદોબસ્ત હોવાથી શાંતિપૂર્ણ રીતે માતાજીની પલ્લી નીકળી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">