ગુજરાતમાં ટેકાના ભાવે ખરીદીમાં ગેરરીતિ કરાશે તો પાસા હેઠળ કાર્યવાહી : રાઘવજી પટેલ

ગુજરાતના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે કહ્યું છે કે ટેકાના ભાવે થતી ખરીદીમાં ગેરરીતિ કરનારા સામે પાસા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Nov 16, 2021 | 10:07 PM

ગુજરાતમાં(Gujarat) ટેકાના ભાવે(MSP)મગફળી, ચણા, મગ, અડદ સહિત અનેક જણસોની ખરીદી ચાલી રહી છે. જો આ ટેકાના ભાવે જણસોની ખરીદીમાં કોઈ ગેરરીતિ માલુમ પડશે તો પાસા(PASA)હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ ચીમકી રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે(Raghvji Patel)ઉચ્ચારી છે. રાજ્યમાં ટેકાના ભાવે થતી ખરીદીમાં ગેરરીતિ કરનારા સામે પાસા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.

કૃષિ પ્રધાન રાઘવજી પટેલે કહ્યું કે રવિ પાક માટે ખેડૂતોને પૂરતું ખાતર મળી રહે તેવી યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્ય સરકારે કેન્દ્રીય પ્રધાન અને રાજ્ય સરકારને પૂરતુ ખાતર આપવા રજૂઆત કરી છે. કૃષિ પ્રધાન રાઘવજી પટેલે કહ્યું કે ગુજરાતમાં હાલમાં ખાતરની કોઈ જ તંગી નથી. આમ છતાં ખાતરની કોઈ કાળાબજારી ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે.

ગુજરાતમાં હાલ દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ મોટા ભાગના માર્કેટ યાર્ડ પણ શરૂ થયા છે. તેમજ તેની સાથે સાથે સરકારે પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી છે. જેમાં રજીસ્ટ્રેશન કરવેલા ખેડૂતોને મર્યાદામાં પાક લઇને આવવા માટે એસએમએસ પણ મોકલવામાં આવી રહ્યા છે. જેમાં અનેક જિલ્લામાં ટેકાના ભાવે સરકારે ખરીદી પણ કરી છે. તેમજ આ ખરીદીની પ્રક્રિયા પારદર્શી રહે તે માટે સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે.

આ પણ વાંચો :  ગુજરાતમાં નોનવેજ અને ઈંડાની લારી દૂર કરવા મુદ્દે સીઆર પાટીલે કરી આ સ્પષ્ટતા

આ પણ વાંચો : બનાસકાંઠા : વધુ એકવાર અનાજ કૌભાંડ ઝડપાયું, દિયોદરમાં સરકારી અનાજનો જથ્થો સીઝ કરાયો

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati