“ખાદી ફોર નેશન-ખાદી ફોર ફેશન”ના મંત્રને ચરિતાર્થ કરવા શૈક્ષણિક કર્મીઓએ મોટી માત્રામાં ખાદી ખરીદ્યું

રાજયના શિક્ષણ વિભાગના અધિકારી-કર્મીઓ તથા શિક્ષણ વિભાગ હસ્તકની શૈક્ષણિક સંસ્થાના કર્મીઓએ રૂપિયા ૩૯૭.૪ લાખનું  ૧.૧૭ લાખ મીટર ખાદી ખરીદી

ખાદી ફોર નેશન-ખાદી ફોર ફેશનના મંત્રને ચરિતાર્થ કરવા શૈક્ષણિક કર્મીઓએ મોટી માત્રામાં ખાદી ખરીદ્યું
Academics buy large quantities of khadi to embody the mantra "Khadi for Nation-Khadi for Fashion"

રાજયના શિક્ષણ વિભાગના અધિકારી-કર્મીઓ તથા શિક્ષણ વિભાગ હસ્તકની શૈક્ષણિક સંસ્થાના કર્મીઓએ રૂપિયા ૩૯૭.૪ લાખનું  ૧.૧૭ લાખ મીટર ખાદી ખરીદી કરી, તો શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી રાજય શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર, મંત્રી કીર્તિસિંહ વાઘેલા દ્વારા સૌને અભિનંદન પાઠવ્યા હતા.

આઝાદીના અમુત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે  ખાદી ફોર નેશન-ખાદી ફોર ફેશનના મંત્રને ચરિતાર્થ કરવા શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વણાટકામ ક્ષેત્રે કાર્યરત જરૂરિયાતમંદ લોકોને રોજગારી મળી રહે, તેમજ આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગ સ્વરૂપે સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે સૌ પ્રેરિત થાય અને ખાદી ખરીદી માટે લોકો પ્રોત્સાહિત થાય તેવા ઉમદા હેતુથી તા. ૨૫/૧૦/૨૦૨૧ના રોજ  શિક્ષણ વિભાગના કર્મીઓને સામૂહિક ખાદી ખરીદવા તથા પહેરવા માટે આહવાન કર્યુ હતુ. આ આહવાનને સૌએ ઉપાડી લઈ રૂપિયા ૩૯૭.૪ લાખનું  ૧.૧૭ લાખ મીટર ખાદી ખરીદીને વણાટ કામના કારીગરોને પ્રોત્સાહિત કર્યા છે.

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી,રાજય શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર, મંત્રી  કીર્તિસિંહ વાઘેલા દ્વારા આ અભિયાનને સફળ બનાવવા બદલ સૌને અભિનંદન પાઠવવા મા આવ્યા છે. શિક્ષણ વિભાગના પ્રાથમિક/માધ્યમિક, અને ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ સાથે સંકળાયેલ કુલ ૬૭,૬૧૦ સહભાગી અધિકારીઓ/ કર્મચારીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ હસ્તકના કચેરીઓમાં ફરજ બજાવતા આચાર્યો, પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ અને બિન શૈક્ષણિક કર્મચારીઓને વ્યક્તિગત/સામૂહિક રીતે કુલ રૂ. ૩૯૭.૪ લાખનું  ૧.૧૭ લાખ મીટર ખાદી ખરીદી આ અભિયાનમાં ગાંધી જયંતિથી આજ દિન સુધી સૌ સ્વેચ્છાએ બહોળી સંખ્યામાં સહભાગી થયા છે.આ અભિયાન આવનાર સમયમાં પણ સક્રિય પણે ચાલુ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે,આ અભિયાન હેઠળ શિક્ષણ મંત્રી અને અન્ય મંત્રીઓ તેમજ તેઓના કાર્યાલય હેઠળ ના કર્મચારીઓ ઉપરાંત અગ્રસચિવ શિક્ષણ વિભાગ,સચિવ શિક્ષણ વિભાગ અને શિક્ષણ વિભાગ અંર્તગત ના ઉચ્ચ અધિકારીઓ તેમજ તેઓના કાર્યાલય હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા ખાદી પહેરી અભિયાનને સફળ બનાવતા અન્ય સહભાગીઓના ઉત્સાહ માં વધારો કરવાનો પ્રયાસ કરાયો છે.

આ પણ વાંચો : મુખ્યમંત્રી અને જર્મન એમ્બેસેડરની સૌજન્ય મુલાકાત, જર્મની-ગુજરાત વચ્ચે બિઝનેસ સંબંધો વિકસાવવા CMની નેમ

આ પણ વાંચો : PM Kisan Samman Nidhi: કિસાન સન્માન નિધિ યોજનાનો બદલાયો નિયમ, હવે આ ડોક્યૂમેન્ટસ આપવું ફરજીયાત

 

Click on your DTH Provider to Add TV9 Gujarati