ગાંધીનગર: આજથી LRDની 10,459 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરાઇ

લાયકાત ધરાવતા ઉમેદવારો આજથી 9 નવે.સુધી અરજી કરી શકશે. ઉમેદવારોએ ઓનલાઈન ojas.gujarat.gov.inની વેબસાઇટ પર અરજી કરવાની રહેશે.

TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Oct 23, 2021 | 5:55 PM

ગાંધીનગર: આજથી LRDની 10,459 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હથિયારી / બિન હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને એસ.આર.પી.એફ. કોન્સ્ટેબલ વર્ગ-૩ની જગ્યાઓ માટે ફોર્મ ભરાવાના શરૂ થયા. લાયકાત ધરાવતા ઉમેદવારો આજથી 9 નવે.સુધી અરજી કરી શકશે. ઉમેદવારોએ ઓનલાઈન ojas.gujarat.gov.inની વેબસાઇટ પર અરજી કરવાની રહેશે.

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બને એ માટે કોવિડને કારણે પેન્ડિંગ રહેલી પોલીસ વિભાગની ભરતીની કાર્યવાહી ઝડ૫થી થાય એ હેતુથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના ગૃહ વિભાગ હસ્તક વિવિધ પોલીસ સંવર્ગની 27847 જગ્યા ભરવાનો મહત્વનો નિર્ણય કરાયો હતો. ત્યારે આજથી લોક રક્ષક દળની 10459 ભરતી પ્રક્રિયા માટેની અરજી સ્વીકારવાની શરૂ થઈ છે, આ માહિતી ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે સોશિયલ મીડિયા માધ્યમથી આપી છે. બીજી તરફ હોમગાર્ડના ફોર્મ લેવા પણ ઉમેદવારોની પડાપડી થઈ છે.

ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે સોશિયલ મીડિયા માધ્યમથી પોલીસ સબ ઈન્સપેક્ટર તથા લોક રક્ષક દળની ભરતી માટેની જાણકારી આપી હતી. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે, પો.સ.ઇ અને લોકરક્ષકની શારીરિક કસોટી દિવાળી પછી નવેમ્બરમાં એક સાથે લેવાનું આયોજન છે. બંને માટે અરજી કરનાર ઉમેદવારે એક જ વાર શારીરિક કસોટી આપવાની થશે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાલમાં જણાવ્યું હતું કે રાજ્યમાં પોલીસ વિભાગની અંદાજિત 27847 જગ્યા માટે ભરતીનું આયોજન આગામી 100 દિવસમાં કરવાનો રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો : SURAT : દિવાળી સમયે ઘરની સાફસફાઇ કરતી મહિલાઓ ચેતી જજો, બેદરકારીમાં એક મહિલાએ ખોયો જીવ

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati