GANDHINAGAR : સતત બીજા વર્ષે ધો-1થી 9 અને ધો-11માં માસ પ્રમોશન અપાયું, ધો-10 અને 12ની લેવાશે પરીક્ષા

GANDHINAGAR : કોરોનાના કેસ વધતા GUJARAT BOARDમાં ધોરણ 1 થી 9 અને 11માં MASS પ્રમોશન અપાયું છે. જ્યારે ધોરણ 10 અને 12ની EXAM લેવાશે. MASS પ્રમોશન કેવી રીતે અપાશે તે વિદ્યાર્થીઓના પરિણામ અંગે સવાલ છે.

GANDHINAGAR : સતત બીજા વર્ષે ધો-1થી 9 અને ધો-11માં માસ પ્રમોશન અપાયું, ધો-10 અને 12ની લેવાશે પરીક્ષા
Follow Us:
| Updated on: Apr 23, 2021 | 2:04 PM

GANDHINAGAR : કોરોનાના કેસ વધતા GUJARAT BOARDમાં ધોરણ 1 થી 9 અને 11માં MASS પ્રમોશન અપાયું છે. જ્યારે ધોરણ 10 અને 12ની EXAM લેવાશે. MASS પ્રમોશન કેવી રીતે અપાશે તે વિદ્યાર્થીઓના પરિણામ અંગે સવાલ છે. પરંતુ, હવે આ અંગે પ્રાથમિક શિક્ષણ બોર્ડ અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે તમામ વિદ્યાર્થીઓને માર્કસ નહીં પરંતુ ગ્રેડ આપવામાં આવશે.

શૈક્ષણિક પ્રવૃત્તિના આધારે MARKS અપાશે વર્ષ 2020-21ના શૈક્ષણિક વર્ષ દરમિયાન શિક્ષણ ONLINE જ ચાલ્યું હતું. ત્યારે ONLINE જ પરીક્ષા યોજાઈ હતી. જેનું પરિણામ તથા ચાલુ વર્ષ દરમિયાન સ્કૂલ તરફથી સોંપવામાં આવેલી પ્રવૃત્તિઓ તથા અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓને આધારે MARKS આપવામાં આવ્યા છે. અને કોઈ વિદ્યાર્થીઓને MARKS આપવામાં નહી આવે પરંતુ ગ્રેડિંગ સિસ્ટમ પ્રમાણે પરિણામ આપવામાં આવશે. કોઈ પણ વિદ્યાર્થીને નાપાસ પણ કરવામાં નહીં આવે.

ONLINE પરીક્ષાના આધારે માર્ક્સ અપાશે એક અખબારને આપેલી મુલાકાતમાં સ્કૂલ બોર્ડના ચેરમેન વિરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, ધોરણ 1 અને 2મા મોટા ભાગે પરીક્ષા યોજાઈ નથી. અને બાળકો નાના હોય તેથી ઓરલ પરીક્ષા અને HOMEWORK જ આપવામાં આવ્યું હતું. જેથી તેના આધારે MARKS ગણવામાં આવશે. તથા ધોરણ 3 થી 8 ધોરણ સુધીના વિદ્યાર્થીઓની લેવાયેલી ONLINE પરીક્ષા તથા ઑફલાઈન પેપર તથા અન્ય પ્રવૃત્તિઓને આધારે MARKS ગણીને ગ્રેડ આપવામાં આવશે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

ગત વર્ષની માફક આ વર્ષે 9 અને 11ના વિદ્યાર્થી પાસ કરાયા મદદનીશ જિલ્લા શિક્ષણાધિકારી ભરતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગત વર્ષે જે પ્રમાણે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને PASS કરવામાં આવ્યા હતા. તેમ અગાઉ આપેલી ONLINE પ્રિલિમરી પરીક્ષાના આધારે MARKSની ગણતરી કરવામાં આવશે. અને ધોરણ 10 અને 12 ની પરીક્ષા શિક્ષણ વિભાગ નક્કી કરે તે મુજબ લેવામાં આવશે.

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની નવી તારીખ અંગે 15 મે પછી નિર્ણય લેવાશે રાજ્ય સરકાર ધો.10-12ની પરીક્ષા ક્યારે લેશે અને કેવી રીતે લેશે તેની સમીક્ષા 15મી મેના રોજ કરાશે. આ સમીક્ષા દરમિયાન પરીક્ષાનો કાર્યક્રમ નક્કી કરતાં પહેલાં 15 દિવસનો સમય વિદ્યાર્થીઓને તૈયારી માટે અપાશે. અગાઉ હરિયાણા, રાજસ્થાન સહિતના રાજ્યોએ પણ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો. આમ, સતત બીજા વર્ષે શિક્ષણ બોર્ડ દ્વારા માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવાયો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">