Gandhinagar : નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ કોરોના સંક્રમિત, યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા

Gandhinagar : નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને કોરોના થયો છે. અને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે તેમને તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ અંગે વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે.

Gandhinagar : નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને કોરોના થયો છે. અને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે તેમને તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ અંગે વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે. અહીં નોંધનીય છેકે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસ સંદર્ભે સતત સાથે હતા. આ ઉપરાંત ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ શાહના પ્રવાસ સંદર્ભે સતત સંપર્કમાં હતા.

 

 

બે દિવસથી અમિત શાહ અને વિજય રૂપાણી સાથે હતા
નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલ ગઈકાલે દિવસભર રાજ્ય સરકાર, રક્ષા મંત્રાલય અને ગૃહ મંત્રાલયની સહાયતાથી અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર તૈયાર થતી 950 બેડની ધન્વંતરી કોવિડ હોસ્પિટલના નિરીક્ષણ માટે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ઉપસ્થિત હતા. આ ઉપરાંત આજે સવારે પણ ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ, કોલવડા ખાતે 300 લીટર પ્રતિ મિનિટની ક્ષમતા ધરાવતા PSA ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્‌ઘાટન સમયે ઉપસ્થિત હતા. આ દરમિયાન તેઓ અનેક ટોચના અધિકારીઓ તથા રાજનેતાઓના સંપર્કમાં આવ્યા હતા.

  • Follow us on Facebook

Published On - 4:40 pm, Sat, 24 April 21

Click on your DTH Provider to Add TV9 Gujarati