ગુજરાતમાં ગૌચર જમીન ગાયબઃ વિધાનસભામાં વિપક્ષના પ્રશ્નોથી થયા ખુલાસા

ગુજરાતમાં ધીરે-ધીરે ગૌચરની જમીન ઓછી થઇ રહી છે. આ મામલે આજે વિધાનસભામાં વિપક્ષ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના ઉત્તરમાં સરકારે લેખીતમાં કબુલાત કરી હતી કે 22 જિલ્લાના 7574 ગામોમાં નિયમ કરતા ગૌચરની જમીન ઓછી છે. વિધાનસભામાં બજેટસત્રની પ્રશ્નોત્તરી દરમિયાન વિપક્ષ દ્વારા રાજ્યમાં ફાળવવામાં આવેલી ગૌચર જમીન અંગે પ્રશ્ન પુછવામાં આવ્યો હતો.  આ પણ વાંચોઃ રાજ્યના […]

ગુજરાતમાં ગૌચર જમીન ગાયબઃ વિધાનસભામાં વિપક્ષના પ્રશ્નોથી થયા ખુલાસા
TV9 Webdesk12

|

Mar 06, 2020 | 4:35 PM

ગુજરાતમાં ધીરે-ધીરે ગૌચરની જમીન ઓછી થઇ રહી છે. આ મામલે આજે વિધાનસભામાં વિપક્ષ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના ઉત્તરમાં સરકારે લેખીતમાં કબુલાત કરી હતી કે 22 જિલ્લાના 7574 ગામોમાં નિયમ કરતા ગૌચરની જમીન ઓછી છે. વિધાનસભામાં બજેટસત્રની પ્રશ્નોત્તરી દરમિયાન વિપક્ષ દ્વારા રાજ્યમાં ફાળવવામાં આવેલી ગૌચર જમીન અંગે પ્રશ્ન પુછવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ રાજ્યના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ પછી હવામાન વિભાગ દ્વારા કરાઈ નવી આગાહી

જેના જવાબમાં મહેસુલ મંત્રીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠાના 1165 ગામો, સુરતના 689 ગામો, મહિસાગરના 666 ગામો, ભાવનગરના 610 ગામો, દાહોદના 548 ગામો, અમરેલીના 535 ગામો, અરવલ્લીના 360 ગામો, ગીર સોમનાથના 326 ગામો, કચ્છના 312 ગામો, ભરૂચના 310 ગામો, જામનગરના 291 ગામો, નર્મદાના 289 ગામો, ગાંધીનગરના 263 ગામો, અમદાવાદના 231 ગામો, આણંદના 219 ગામો, દેવભૂમિ દ્વારકાના 212 ગામો, સાબરકાંઠાના 175 ગામો, બોટાદના 174 ગામો, પંચમહાલના 158 ગામો, મહેસાણાના 127 ગામો, પાટણના 12 ગામો અને સુરેન્દ્રનગર જિલ્લાના 02 ગામોમાં ગૌચરની જમીનમાં ઘટાડો થયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati