GANDHINAGAR : પોલીસ કર્મીઓના ગ્રેડ પે વધારા મુદ્દે રચાયેલી કમિટીની પાટનગરમાં પ્રથમ બેઠક મળશે

રાજ્યમાં પોલીસ કર્મીઓના ગ્રેડ પે વધારા મુદ્દે રચાયેલી કમિટીની આજે પાટનગરમાં પ્રથમ બેઠક મળશે. ગાંધીનગર એસપી કચેરી પર બપોર બાદ આ બેઠક યોજાવાની છે. જેમાં ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠાના પોલીસ જવાનોના પ્રશ્નો સાંભળવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2021 | 12:56 PM

રાજ્યમાં પોલીસ કર્મીઓના ગ્રેડ પે વધારા મુદ્દે રચાયેલી કમિટીની આજે પાટનગરમાં પ્રથમ બેઠક મળશે. ગાંધીનગર એસપી કચેરી પર બપોર બાદ આ બેઠક યોજાવાની છે. જેમાં ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠાના પોલીસ જવાનોના પ્રશ્નો સાંભળવામાં આવશે. સરકારે આઈજીપી બ્રિજેશ કુમાર ઝાને કમિટીના અધ્યક્ષ બનાવેલા છે. તેમની અધ્યક્ષતાવાળી કમિટી આજે પોલીસકર્મીઓની રજૂઆતો સાંભળશે. મહત્વનું છે કે ગ્રેડ પે મુદ્દે રાજ્યમાં શરૂ થયેલા આંદોલન બાદ સરકારે પ્રશ્નોના નિરાકરણ માટે ખાસ કમિટીની રચના કરી હતી. અને તમામ પ્રશ્નોના યોગ્ય નિરાકરણની ખાતરી આપી હતી.

આ સાથે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાએ સૂચના આપી હતી કે કોઇપણ પોલીસ કર્મચારીઓ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે આંદોલન કરશે તો કાર્યવાહી કરવામાં આવશે. ડીજીપીની સૂચના છતાં સોશિયલ મીડિયા પર આંદોલન ચાલુ છે.જેને લઈ કાર્યવાહી પણ કરવામાં આવી છે. અત્યાર સુધી કુલ 571 પોલીસ કર્મચારીઓ પર કાર્યવાહી થઇ છે. જ્યારે આ સંદર્ભે થયેલી ફરિયાદોની સંખ્યા 19 પર પહોંચી છે.

નોંધનીય છેકે છેલ્લા કેટલાક દિવસો ગ્રેડ પેને લઇને પોલીસ કર્મીઓમાં માંગણી ઉઠી રહી છે. ત્યારે આજે મળનાર બેઠકમાં આ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાવાની સંભાવનાઓ દેખાઇ રહી છે. ત્યારે આ બેઠકમાં શું નિર્ણય લેવાય છે તેના પર સૌકોઇની નજર રહેશે.

આ પણ વાંચો : રાજકોટના આ ઉધોગપતિના ઘરે શાહી લગ્ન પ્રસંગ, ચાર્ટડ પ્લેનમાં જશે જાન અને જમણવારની થાળીના 18 હજાર રૂપિયા

આ પણ વાંચો : Surendranagar: જૈનાબાદ ગામમાં ચોરી કરવા આવેલા તસ્કરોએ આધેડની કરી દીધી હત્યા, પંથકમાં સન્નાટો

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">