Surendranagar: સરા ગામે ગાંધીનગર CIDના જવાનની આત્મહત્યા મામલે નવો વળાંક, સિનિયરોના ત્રાસથી ફાંસો ખાધો હોવાનો ખુલાસો

Surendranagar:  સરા ગામે ગાંધીનગર CIDના જવાનની આત્મહત્યા મામલે નવો વળાંક, સિનિયરોના ત્રાસથી ફાંસો ખાધો હોવાનો ખુલાસો
suicide note

ગત તારીખ 9 જાન્યુઆરીએ આત્મહત્યા કરી હતી. ઉપરી અધિકારીઓએ પત્ની સાથેનો અંગત પળોનો વિડિયો ઉતારી તેને સોશિયલ મિડિયામાં વાયરલ કરતા આત્મહત્યા કરી હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરાયો છે.

TV9 GUJARATI

| Edited By: kirit bantwa

Jan 17, 2022 | 6:29 PM

સુરેન્દ્રનગર જીલ્લાના સરા (sara) ગામે રહેતા ગાંધીનગર સીઆઈડી (CID) આઈ બી માં ફરજ બજાવતા પોલીસ જવાનની આત્મહત્યા મામલે નવો વળાંક આવ્યો છે. ગત તારીખ 9 જાન્યુઆરીએ કોન્સ્ટેબલ (Constable) એ સરા ગામે પોતાના ઘરે ફાસો લગાવી આત્મહત્યા કરી હતી. ત્યાર બાદ સુસાઇડ નોટ (Suicide note) મળતા ઉપરી અધિકારીઓના ત્રાસે આત્મહત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. આ બાબતે પોલીસે તપાસ હાથ ધરતા પોલીસ (Police) બેડામાં ખળભળાટ મચી ગયો હતો.

મૂળી તાલુકાના સરા ખાતે રહેતા અને હાલ ગાંધીનગર (Gandhinagar) સીઆઇડી આઇબીમાં ફરજ બજાવતા પોલીસ જવાને થોડા દિવસો પહેલા સરા ખાતે આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવમાં તે સમયે અકસ્માતે મોતનો ગુનો દાખલ થયો હતો. ત્યારબાદ મૃતકે લખેલી સ્યુસાઇડ નોટ સામે આવતા આત્મહત્યા કેસમાં હાલ નવો વળાંક આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સંબોધીને લખેલી સ્યુસાઇડ નોટમાં પોતાના ઘરમાં કેમેરા ગોઠવીને પતિ અને પત્નીની અંગત પળોનો વીડિયો (Video) ઉતારી તેને સોશિયલ મિડિયામાં વાયરલ કરતા આત્મહત્યા કરી હોવાનું સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાતા પોલીસે તે દિશામાં હાલ તપાસ હાથ ધરી છે.

આ અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મૂળીના સરામાં રહેતા અને ગાંધીનગર ખાતે આઇબીમાં ફરજ બજાવતા દિપકસિંહ નરેન્દ્રસિંહ પરમાર નામના પોલીસ જવાને થોડા દિવસો પહેલા સરા ખાતેના નિવાસ સ્થાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા મોત નિપજ્યું હતું. તેમના મૃતદેહને પીએમ માટે સુરેન્દ્રનગર લાવવામાં આવ્યો હતો. ત્યારે પિતાએ જણાવ્યું હતુ કે પુત્રને નોકરીમાં મુશ્કેલી હોવાનું જણાવતા ગાંધીનગર જઇને પુત્રને સરા લઇ આવ્યા હતા.

જોકે આ મામલે દિપકસિંહનું અકસ્માતે મોત થયા અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ત્યારબાદ દિપકસિંહ પરમારે આત્મહત્યા કરતા પહેલા લખેલી સ્યુસાઇડ નોટ પોલીસની સામે આવી હતી. જેમાં કેટલાક ચોકાવનારા ખુલાસા કરીને પોતે કરેલી આત્મહત્યાનું કારણ બતાવ્યુ છે.

સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે પોતાની અને પત્નીની અંગત સમયનો વિડિયો સોશિયલ મિડિયામાં ફરતો કર્યો હોવાથી આત્મહત્યાનું પગલુ ભર્યુ હોવાનું જણાવ્યુ હતું અને સાથે આઇબીમાં જ ફરજ બજાવતા ડી.કે.રાણા, ભારતીબેન અને એ.આઇ.ઓ. નિષાના નામનો ઉલ્લેખ કર્યો હતો. જેમના ત્રાસને કારણે અંતીમ પગલુ ભર્યુ હોવાનું પણ જણાવ્યું હતુ.

સ્યુસાઈડ નોટના આધારે મૂળી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે આ મામલે સુરેન્દ્રનગર DYSP એચ.પી.દોશીએ જણાવ્યું કે મ્રુતકના પરિવારજનો દ્વારા સુસાઇડ નોટ રજૂ કરવામાં આવી છે જેનાં આધારે તપાસ ચાલુ છે.

મૃતકની સુસાઇડ નોટ અક્ષરશઃ

જયમાતાજી

પ્રતિશ્રી,  માન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ તથા ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રી. હું દિપકસિંહ નરેન્દ્રસિંહ પરમાર હાલ ગામ સરા સરકારી દવાખાના ખાતે મારા માતા પિતા પાસે આવેલ હતો હું ગાંધીનગર ખાતે CID IB માં ફરજ બજાવુ છુ. મને અને મારા પરિવારને હેરાન કરવા તથા મારી પત્નીના નગ્ન વિડીયો અને અમારા આખા ઘરમાં નેટવર્ક ફીટ કરી અમારા અંગત પળોના વિડીયો ઉતારી વાયર કરેલ છે અને મને માનસીક ત્રાસ આપે છે જેનુ નામ ડી.કે.રાણા IB માં ફરજ બજાવે છે. તેની સાથે ભારતીબેન તથા નીષા AIO મને મારી નાખવાની ધંમકી તથા મારી પત્નીના અંગત પળો ઉતારેલ છે. જેથી હુ આત્મહત્યા કરૂ છું. – parmar D.N.

આ પણ વાંચોઃ સોખડાનો વધુ એક વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યો, ગુણાતીત સ્વામીને બહાર કાઢવા સત્સંગી મહિલાઓ જીદે ચઢી, જાણો શું છે વિવાદ

આ પણ વાંચોઃ કોરોના સંક્રમણ વધતા રાજ્યના મોટા મંદિરોના દ્વાર ભક્તો માટે થયા બંધ, જાણો કયુ મંદિર કેટલા દિવસ બંધ રહેશે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati