આ શિક્ષકોને સો સલામ, વિદ્યાર્થીઓનું શિક્ષણ ના બગડે તે માટેના પ્રયત્નો જાણીને તમને પણ થશે ગર્વ

આ શિક્ષકોને સો સલામ, વિદ્યાર્થીઓનું શિક્ષણ ના બગડે તે માટેના પ્રયત્નો જાણીને તમને પણ થશે ગર્વ
આ શિક્ષકોને સો સલામ

કોરોનાની મહામારીના લીધે હાલ આશ્રમશાળાઓ બંધ છે તેવામાં આ શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓને 100 થી 150 કિલોમીટર દૂર તેમના ઘરે જઈને પુસ્તકો પહોંચાડવાનું કામ કરી રહ્યા છે.

Parul Mahadik

| Edited By: Gautam Prajapati

Jul 03, 2021 | 4:33 PM

શિક્ષક ક્યારેય સાધારણ હોતો નથી. બાળકના ભવિષ્યને સુધારવાનું કામ એક શિક્ષક જ કરી શકે છે. ચાણક્યએ કહેલી વાત કે પ્રલય અને નિર્માણ શિક્ષકના હાથમાં જ રહ્યું છે. એ અત્યારના સમયમાં પણ સાચી ઠરે છે. ખાસ કરીને બાળકના ભવિષ્યનું નિર્માણ કરવામાં શિક્ષકોની ભૂમિકા મહત્વની રહી છે. સુરતના તાપી જિલ્લામાં પણ શિક્ષકોએ આ ઉક્તિ સાર્થક કરી બતાવી છે. વિદ્યાર્થીઓના ભવિષ્યના નિર્માણની વ્યાખ્યામાં તેઓ વિદ્યાર્થીઓને ઘરે ઘરે જઈને પુસ્તકો પહોંચાડે છે. અને ખરા અર્થમાં શિક્ષકનો ધર્મ નિભાવી રહ્યા છે.

કોરોનાની મહામારીના લીધે હાલ આશ્રમશાળાઓ બંધ છે તેવામાં આ શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓને 100 થી 150 કિલોમીટર દૂર તેમના ઘરે જઈને પુસ્તકો પહોંચાડવાનું કામ કરી રહ્યા છે.

સુરતનો તાપી જિલ્લો સૌથી વધારે આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. આ જિલ્લામાં 57 જેટલી આશ્રમશાળાઓ આવી છે. આ આશ્રમશાળામાં સુરતના તાપી જિલ્લા ઉપરાંત મહારાષ્ટ્રની સરહદે આવેલા ગામડાઓ, ડાંગ અને સેલવાસ સહિતના ગામડાઓના અંદાજે 10 હજાર જેટલા બાળકો અભ્યાસ કરી રહયા છે. કોરોનાના કારણે હાલ આ બાળકો શાળામાં નથી જઈ શકતા પરંતુ આ બાળકોનું શિક્ષણ ન બગડે અને તેમને સમયસર શિક્ષણ મળી રહે તે માટે શાળાના શિક્ષકો સતત ચિંતિત અને પ્રયત્નશીલ છે.

તાપી જિલ્લાના આશ્રમશાળા આદિજાતિ વિકાસ અધિકારી એચ.એલ.ગામીતના જણાવ્યા પ્રમાણે હાલમાં કોરોના મહામારીના કારણે બાળકો શાળાએ આવી નથી શકતા પરંતુ નવું શૈક્ષણિક સત્ર શરૂ ગયું છે. ત્યારે આ બાળકોને પુસ્તકો તેમના ઘર સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. તેમાંથી ઘણાં બાળકો તો એવા પણ છે કે જે સેલવાસ, દુધની, કપરાડા, ડાંગ નિઝર-ઉચ્છલ અને મહારાષ્ટ્રના બોર્ડરના ગામોમાંથી અભ્યાસ કરવા માટે આવે છે. આ બાળકોને હાલ તેઓના આશ્રમ શાળાના શિક્ષકો ઘરે જઈને પુસ્તકો પહોંચાડી રહ્યા છે. ભલે વિદ્યાર્થી ગમે તેટલો દૂર રહેતો હોય પરંતુ તેમના શિક્ષકો આ બાળકોને સમયસર પુસ્તકો મળી રહે તેનું ધ્યાન રાખે છે.

સમગ્ર આશ્રમશાળામાં અંદાજે દસ હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે આ બાળકોને ભણાવવા માટે પણ શિક્ષકો તેમના ઘર સુધી જઇ રહ્યા છે.

મગરકુઈ આશ્રમશાળાના ટીચર જયસિંહ પરમાર જણાવે છે કે તેઓ વિદ્યાર્થીઓના ઘર સુધી તેઓને ભણાવવા માટે અને પુસ્તકો આપવા માટે જાય છે. ઘણી વાર તેમને મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડતો હોય છે. 150 કિલોમીટર દૂર જઈને પણ ઘણીવાર વિદ્યાર્થી કે તેના માતાપિતા ઘરે મળતા નથી હોતા. કારણકે તેઓ મજૂરીકામ માટે નાસિક કે મહારાષ્ટ્રના નાના ગામોમાં જતા હોય છે.આવા કિસ્સામાંમાં તેઓએ 3 થી 4 વાર બાળકોના ઘરે જવું પડતું હોય છે. ઘણા શિક્ષકો બસ અને કેટલાક તો પોતાના વાહનો થકી પુસ્તકો આપવા જાય છે. તેઓની એકમ કસોટી લેવા પણ તેઓ વિદ્યાર્થીઓના ઘર સુધી જાય છે.

આ પણ વાંચો: Surat : મુખ્યમંત્રી વિજય રૂપાણીને 1 હજાર કરોડથી વધુ પ્રોજેકટના લોકાર્પણ માટે આમંત્રણ

આ પણ વાંચો: ખુશખબર : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પ્રવેશ કાર્યવાહી માટે સૌથી ઓછી ફી લેવાનો કર્યો નિર્ણય

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati